________________
Mી
હ
રેખાંકન, અભ્યાસપૂર્ણ આકૃતિઓનું આલેખન, ઝીણાં ઝીણાં બિન્દુથી આખા ચિત્રમાં કરેલું સુશોભન, સીમિત રંગો - રાતા, પીળા, શ્વેત, કાળા, સોનેરી વગેરેથી ચિત્રકામ કરવામાં આવ્યું છે.
રંગમંડપમાં છ સ્તંભો છે. દરેક સ્તંભની એક બાજુએ છ ચિત્રો એટલે એક સ્તંભ પર ચોવીસ ચિત્રો છે. છ સ્તંભો મળી ૧૪૪ ચિત્રો છે. આ ચિત્રો દિવ્ય પુરુષો, દિવ્યાંગનાઓના લાગે છે. ચાર હાથવાળી આકૃતિઓએ વિવિધ પ્રકારનાં વાદ્યો અને આયુધો ધારણ કરેલાં છે. પાંખવાળી પૂતળીઓના હાથમાં કરતાલ, ઝાંઝ, ઘંટ, નાનું નગારું, શહનાઈ, સારંગી, મૃદંગ, તંબુર, વીણા, ભૂંગળ, મોટું ઢોલ વગેરે છે. દરેક થાંભલાના ઉપરના ભાગમાં રંગમંડપની છત સુંદર કોતરકામથી શોભિત છે.
ઉપરના ખંડમાં ચોમુખજીનો સુંદર મંડપ, કોતરેલી થાંભલીઓ અને અન્ય દેવતાઓ છે. મંદિરના દ્વાર પર સુંદર ફૂલપત્તીની વેલો જર્મન સિલ્વરમાં ઉભારવામાં આવી છે.
ઉત્તર તરફની ભીંત પર વિશાળ પટચિત્રો કાચમાં મઢી લેવામાં આવ્યાં છે. ૬' x ૬' માપનાં બે પટચિત્રો છે. આ પટ પંચતીર્થોના છે. તે પટ્ટ ઘણાં જર્જરિત છે. આ પટોના ચિત્રસંયોજનો અન્ય પટોથી જુદાં છે. જુદા જુદા વિભાગોમાં વિભાજિત પાંચ તીર્થો ચિત્રિત છે; જે નેમિનાથ મંદિરના પટોને મળતા આવે છે. આ પટોને ફરીથી ચીતરવામાં આવ્યા છે એથી એની જૂની શૈલી નષ્ટ થઇ છે. શ્રી નેમિનાથનું મંદિર આ પ્રાચીન મંદિર ડિસેમ્બર ૧૯૯૩માં ઉતારી નાખવામાં આવ્યું છે. જૈન મંદિરોની રચના લગભગ એકસરખી રહી છે. આ મંદિરો બહારથી ઘર જેવાં લાગે છે, એટલે કે તેમને શિખર નથી હોતાં. મંદિરોને મુસ્લિમ મૂર્તિભંજકોની નજરથી બચાવવાની ગણતરીથી આવું બાંધકામ સ્વીકારાયું હશે. મંદિરમાં ગર્ભગૃહ, રંગમંડપ અને ભોંયરું, સ્થાપત્યના આ ત્રણે અંશો સરખા જ હોય છે.
નેમિનાથના મંદિરમાં રંગમંડપ ૮' X ૮ ના કાઇસ્તંભો પર દેવતા અને ગ્રહોનાં ચિત્રો અંકિત છે. દઢ રેખાંકન, સીમિત રંગોનો ઉપયોગ આ ચિત્રોમાં જોવા મળે છે. મંડપમાં લાકડાના સ્તંભો પર સુંદર ચિત્રકારી, ગમી જાય એવી ફૂલવેલની ભાતો, ચારે થાંભલાઓને જોડતા મોભ પર વિશાળ ફૂલો તથા અંલકારયુક્ત ભાતો છે. રંગમંડપની ઉપરની ચારે પટીઓ પર નેમિનાથનો વરઘોડો ચિત્રિત છે. આ દૃશ્યમાં ઘોડેસવારો, હાથીસવારો, સૈનિકો, વાજિંત્રવાદકો, ડોળીઓ, પોતપોતાનાં વાહનો પર સુસજ્જ દેવાતાઓ, ઘોડાગાડી, પશુઓ, પક્ષીઓ વગેરે ચિત્રિત છે, તોરણેથી પાછા ફરેલા નેમિનાથ મંદિરમાં સ્થિત છે અને જૈન સાધુઓ એમની સેવા કરે છે. ઓછા રંગોમાં અને કુમાશ ભરેલી રેખાઓમાં એક ગતિમાન પ્રસંગનું નિરૂપણ થયું છે. પટચિત્રો ભીંતમાં સુસજ્જિત લગભગ ૬' x ૮ નાં પચિત્રો વિશેષ ધ્યાન ખેંચે એવાં છે. જૈન કલાનાં પટચિત્રોમાં ચિત્રસંયોજનાનું અદ્ભુત રૂપ જોવા મળે છે. રંગોમાં લાલ રંગનું પ્રમાણ તથા સફેદ અને પીળા રંગનું આયોજન દૂરથી જોતાં કલાકારોની કુશળતાનો ખ્યાલ આપે છે. મંદિરોના સ્થાપત્યમાં અષ્ટકોણ, ચતુષ્કોણ આકારોનાં મંદિરો, ધર્મશાળાઓ અને આકૃતિઓ, વિવિધ ભાતનાં અલંકારોનું સંયોજન ખૂબ જ કુનેહપૂર્વક કરેલું જણાય છે. પાલિતાણા, ગિરનાર, આબુ , અષ્ટાપદ સમેતશિખર, પંચતીર્થના આ પટો લગભગ વિષય વસ્તુની દૃષ્ટિએ એકસરખા છે. પરંતુ એના ચિત્રસંયોજનમાં વૈવિધ્ય અને જુદાપણું વર્તાય છે. આ બધા પટો લગભગ સમકાલીન છે. નેમિનાથના મંદિરના પટોમાં
જૈન કાપટ-ચિત્ર : ૨૯
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org