________________
શ્રી વાસુદેવ સ્માર્ત જૈન ચિત્રકળાના સંવર્ધક અને કલામર્મજ્ઞ
ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી વાસુદેવ સ્માર્તનું જૈન ચિત્રકળાના સંવર્ધક અને કળામર્મજ્ઞ તરીકે બહુ મોટું અને મહત્ત્વનું પ્રદાન છે. તેઓ પોતે ભારતીય ચિત્રકળાના પુરસ્કર્તા અને એ પથ પર ચાલનારા કળાકાર હતા. એમણે આજીવન, ભારતીય ચિત્રકળા-પંરપરાને ઉપાસી, આત્મસાત કરી, સંશોધનો કર્યા અને પોતાની નિજી શૈલી પણ સર્જી.
વાસુદેવ માર્સે પોતાનું બાળપણ, ગોપીપુરાના કાયસ્થ મહોલ્લામાં વીતાવ્યું. આ શેરીમાં કાયસ્થો ઓછા અને શ્રાવકો વધારે રહેતા હતા. શાળામાં પાટલી પર બેસીને ભણવામાં પણ જૈન મિત્રો અને શેરીમાં સાથે રમવામાં પણ જૈન મિત્રો. તે જમાનાની સુપ્રસિદ્ધ શાળા શ્રી નગીન ઘેલા જૈન હાઈસ્કૂલમાંથી એમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. નિવાસસ્થાનની આસપાસ જૈન મંદિરો, ગૃહમંદિરો તથા શ્રાવકો જ વધુ હતા. આ જૈન વાતાવરણને કારણે બાળપણથી જ તેમને આ ધર્મ માટે આકર્ષણ રહ્યું હતું. ક્યારેક નાનપણમાં જિનાલયોમાં જઈ ચંદનનો ચાંલ્લો કરતા, કેસરની અમીરાતભરી સુંગધ લેતા કે આરસપહાણના અપાસરાની ઠંડક માણવાની સાથે અંદર શોભતાં ચિત્રો કે આરસમાં કંડારેલાં શિલ્પો જોતા.
દક્ષિણ ગુજરાતમાં જૈન શ્રાવકોની વસ્તી ખાસ્સી હતી. ધનાઢય શ્રાવકો દ્વારા બંધાવવામાં આવેલા અપાસરા, જિનાલયો, ગૃહમંદિરોની ખ્યાતિ ભારતભરમાં પ્રસરી હતી. એમાં સચવાયેલી કળામાં લાકડાનું કોતરકામ, કાષ્ઠનાં પટચિત્રો, આરસનું કોતરકામ, મંદિરોનું વૈવિધ્યસભર સ્થાપત્ય, ચાંદીના દરવાજાઓ, હાંડીઝુમ્મરોનું સુશોભન મુખ્ય
હતાં.
શ્રી વાસુદેવ સ્માર્ત શાળાના અભ્યાસ પછી મુંબઈની સર જે.જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં ભારતીય ચિત્રકળા પરંપરાના કલાગુરુ શ્રી જગન્નાથ અહિવાસીજીના વર્ગમાં જોડાયા અને એ વિશેનું બહુમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. ચિત્રકાર શ્રી ગોકુળદાસ કાપડિયાનો જૈન ધર્મ આધારિત ચિત્રસંપુટ બની રહ્યો હતો. પરંપરાગત પશ્ચિમી ભારતીય કળા, જેને વિવેચકો જૈન સ્કૂલ ઑફ પેઈન્ટીંગ્સ કહે છે તેનાં મૂળ ઘણાં ઊંડાં છે. શ્રી વાસુદેવ સ્માર્ત શરૂઆતનાં વર્ષોથી જ એના અભ્યાસી હતા. માત્ર દક્ષિણ ગુજરાતના જ નહીં પરંતુ ભારતનાં પ્રાચીન ગુફા મંદિરો, કળાધામો, કળા-સંગ્રહાલયો જોવા અને જીવનનાં છેલ્લાં વર્ષોમાં એ કળાની અનુકૃતિઓ કરવા, સંશોધનો કરવા વિવિધ શહેરોમાં અને ગામડેગામડે તેઓ રખડ્યા હતા.
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૧૧
Jain Education Intemational
nal
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org