________________
ધર્મકલાની ગૌરવાન્વિત પરંપરાના પગલે પગલે ..
ભારતની વિશ્વપ્રભાવી મુખ્ય ધર્મધારાઓ હિન્દુ, બૌદ્ધ અને જૈન. વસ્તીની દષ્ટિએ જૈનો તદ્દન અલ્પ સંખ્યક હોવા છતાં જૈન ધર્મ અત્યંત પ્રભાવક ધર્મધારા.
માનવીને મોક્ષગામી બનાવવાના એક માત્ર શુભહેતુથી જૈન ધર્મપરંપરાએ જગતને સ્પષ્ટ, સુરેખ, અનેકાંતદર્શી શાસ્ત્રો (ધર્મગ્રંથો), જીવવિજ્ઞાન, ખગોળ અને ભુગોળ વિજ્ઞાન, જ્યોતિષ, ચિકિત્સા વિજ્ઞાન અને સમૃધ્ધ સાહિત્ય આપ્યું. વિશ્વમાન્ય વિચારકોએ જૈન પરંપરાના આ પ્રદાનને “વર્તમાન વિશ્વ સંસ્કૃતિનો પાયા” તરીકે સ્વીકાર્યું છે.
જૈન પરંપરાએ શિલ્પ, સ્થાપત્ય, ભીંતચિત્રો સહિત ચિત્રકલાની વિવિધ શાખાઓ સાથે તમામ દેશ્યકળાઓમાં કરેલ પ્રદાન આ ક્ષેત્રે સીમાચિહ્ન છે.
શ્રેષ્ઠ સિધ્ધાંતો રજૂ કરવા માત્રથી જૈનો અટક્યા નથી જે તે ક્ષેત્રે સીમાચિહ્નો વિશ્વ સમક્ષ મૂકી જૈનોએ ધર્મકલાની ગૌરવાન્વિત પરંપરાઓ સદીઓ પૂર્વે, ભારતના તમામ પ્રદેશોમાં સર્જી છે. શિલ્પની શ્રેતાનો પર્યાય એટલે દેલવાડા (આબુ)નાં જિનાલયો, વિવિધતાભર્યા બહુ સંખ્યક સ્તંભો પર ઊભેલું રાણકપુર (રાજસ્થાન)નું જિનાલય સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો ગણી જ શકાય, સિત્તન્નવાસલ (દ. ભારત)ની ગુફાઓનાં ભીંતચિત્રો (ઈ.સ. ૭મી સદી) અજંતાની કલા-પરંપરાના ઉજ્જવલ સ્થાને જ, દેવશાનાપાડા (પાટણ)નાં કલ્પસૂત્રોનાં ચિત્રો, ચિત્રાંકનકલાના તમામ આયામની ટોચ પર. જ્યાં જ્યાં પ્રભુમંદિર, ઉપાશ્રય કે આરાધના સ્થળ હોય ત્યાં પ્રભુમય થવામાં સહાયરૂપ થાય તેવાં કલાસર્જનો પાછળ અઢળક દ્રવ્યસવ્યય એ જૈન પરંપરા અને તે કારણે જ જૈનોએ ધર્મસ્થાનો અને કલાસ્થાનોને અલગ ગયાં જ નથી. આ પરંપરાએ જિનાલયોમાં કાષ્ઠપટ ચિત્રોનું કલાત્મક સર્જન, ધર્મકલાસર્જન.
અનેક અનન્ય કાષ્ઠપટ ચિત્રો જૈન મંદિરોમાં સર્જાયો છે, સચવાયાં છે. તેમાંથી માત્ર દક્ષિણ ગુજરાતનાં - વાપીથી આમોદ-ભરૂચનાં જિનાલયોને આવરી લેતો આ કલાગ્રંથ આપ સૌ સમક્ષ મૂકીએ છીએ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org