________________
થોડે દૂર ભૃગુપુર-ભરૂચ આવેલું છે. ત્યાં તું જજે. નગરને ફરતો મોટો કિલ્લો છે. ત્યાં જરાય ગંદકી નથી. દેવોથી રૂપાળા નગરવાસીઓ ત્યાં વસે છે. તે નગર ઊંચી ટેકરી ઉપર વસેલું છે. તે જોતાં એમ લાગે છે કે આ ભૂલોકમાં મારા જેવું બીજું કોઈ નગર છે કે નહિ તે જોવા માટે તે જાણે ઊંચે ચડ્યું ન હોય ! કવિશ્રી નર્મદા નદીનું વર્ણન કરતાં કહે છે :
तस्योपान्ते सुखयति नदी नर्मदा नर्मदोर्मि
स्तौमै रोमोद्गममतिहिमैः कुर्वती नौस्थितानाम्, क्रीडद्गन्ध द्विपमदरसो द्दामगन्धिप्रवाहा,
चञ्चत्क्रीडा वनघनतटा नाव्यनीरा गभीरा ।।८३।। તેની સમીપે જ નર્મદા - સુખદ કલ્લોલ કરતી, ઊછળતી, હોડીમાં બેઠેલાને રોમાંચ ઉત્પન્ન કરતી, ક્રીડા કરતા ગન્ધહસ્તીના મદથી ઉત્કટ ગન્ધવાળી, કિનારે કિનારે વૃક્ષ વલ્લરીઓથી શોભતી, ઊંડા જળવાળી, ગંભીર નર્મદા નદી વહે છે.
બીજા એક શ્લોકમાં ગુરુવર્ય શ્રી વિજયપ્રભસૂરીશ્વરજીનો ઉલ્લેખ મળે છે.
વિશ્વને સુધાથી સીંચતા તને આવતો જોઈને હે ભાઈ ! તારી પુત્રી નર્મદા આનન્દ્રિત થશે. તું પણ એને નીરખી ઉલ્લાસિત થશે. સંસારમાં સંતાનનેહ સર્વશ્રેષ્ઠ છે. ત્યાં ભરૂચના કિલ્લાના ઝરુખા ઉપરથી તારી પુત્રીના ઊછળતા તરંગવાળા ગમનને જોઈ આનન્દિત બની શ્રી પૂજ્યપાદના વિહરણથી પાપ મુક્ત બનેલા સુરતની સીમમાં પ્રવેશ કરજે.
‘ઇન્દ્રદૂત'માં વર્ણવેલા ભરૂચ અને નર્મદાના વર્ણનથી આ નગરીની મહત્તાનો પરિચય મળે છે.
sીન ઉપર
*
મહાન તીર્થ અશ્વાવબોધ-શકુનિકા વિહારતીર્થ આ તીર્થ અતિ પ્રાચીન છે. જૈન અનુશ્રુતિઓ આપણને શ્રી અજિતનાથ ભગવાનના સમય સુધી લઈ જાય છે. પણ ગુજરાત અને રાજસ્થાનની-પશ્ચિમ ભારતની ભૂમિ પર આદીશ્વર ભગવાન અને નેમિનાથ પ્રભુ ઉપરાંત વીસમા તીર્થંકર પ્રભુ મુનિસુવ્રતજીની કૃપા રહી
લાખો વર્ષો પૂર્વે ભરૂચના વિશાળ સામ્રાજ્ય પર રાજા જિતશત્રુ બિરાજમાન હતા. તેમનો પટ્ટ અશ્વ અલ્પાયુષી હતો; પણ બોધને યોગ્ય હતો. પ્રભુ આ અશ્વને પ્રતિબોધવા એક જ રાત્રિમાં પ્રતિષ્ઠાનપુરથી ૬૦ યોજનાનો વિહાર કરી ભરૂચ પધાર્યા, કહો કે ભાગ્યશાળી ભરૂચને ભગવાનની ભવ્યતાનો લાભ મળ્યો. પ્રભુ પધાર્યા અને સમવસરણ પણ રચાયું. અશ્વ પણ સમવસરણના પગથારે પહોંચ્યો. પ્રભુની વાણી સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, એ બોધ પામ્યો અને હર્ષનો હષારવ કરવા લાગ્યો. | મુનિજીએ ફરમાવ્યું “આ ભાગ્યશાળી જીવ બોધ પામ્યો છે. આ જીવ સાધારણ નથી પરંતુ પૂર્વ ભવનો મારો મિત્ર છે. આજે એ સમ્યકત્વ પામ્યો છે. ત્યારથી ભૃગુકચ્છની ભૂમિ બોધતીર્થ બની. ભૃગુકચ્છ ત્યારથી અશ્વાવબોધ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. આ જ મહાન તીર્થ આગળ જતાં શકુનિકા વિહાર બન્યું. આ અંગે પણ કથા છે કે ભૂખથી પીડાતી એક સમડી પોતનાં બચ્ચાંને ખવડાવવા ભોજન શોધી રહી હતી. ત્યાં કોઇ શિકારીનું કારમું તીર વાગ્યું. હણાયેલી સમડી ભાગ્યશાળી હતી તેથી જૈન મુનિનાં ચરણોમાં પડી. મહામુનિએ કરુણાર્ક હૈયે નવકાર મંત્ર સંભળાવ્યો. અન્તિમ ક્ષણે નવકાર મંત્રના શ્રવણથી તેનો ઉદ્ધાર થયો.
૪૪ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org