________________
આ પૂતળીઓ મોટા કદની ઝીણવટથી કોતરેલી અને ચિતરાયેલી છે. સુંદર આભૂષણો, તીર્ણ મુખાકૃતિ, પહેરવેશ પર વિવિધ ભાતો તથા ફૂલવેલ પત્તીઓ છે. આ શિલ્પાકૃતિઓ વિવિધ વાજિંત્રો - કરતાલ, સારંગી, બીન, શંખ, મૃદંગ-ઢોલ વગાડી રહી છે. કેટલીક મૂર્તિઓ કરબદ્ધ મુદ્રામાં છે. કાષ્ઠશિલ્પની રચનામાં વસ્ત્રો અને પાંખોમાં એક પ્રકારની પ્રવાહિતા, લયબદ્ધતા દેખાય છે, આથી શિલ્પની ઉડાન પ્રવાહિતા જળવાઈ રહી છે. પૂતળીઓ કંડારવામાં ક્યાંય કચાશ રહી નથી. હાથની મુદ્રા, મુગટ, વસ્ત્ર બધામાં જ કોતરણી ઉત્તમ છે. કાષ્ઠશિલ્પની ઉપર ચિતરાયેલી આંખો, વાળની લટ, કાનના કુંડળ, કપાળમાં લાલ કંકુનું મોટું તિલક, સાથે સોનેરી રંગનો ઉપયોગ (મરાઠી-રાજસ્થાની શૈલીનું મિશ્રણ) ધ્યાનાકર્ષક છે.
રંગમંડપની છતમાં કરેલું ચિતરામણ નોખા પ્રકારની શૈલી ધરાવે છે. તેના પર લોકકળાનો પ્રભાવ પણ વરતાય છે. રંગમંડપની કુલ નવ છત છે. લાકડાના વિશાળ પટ પર ચિતરામણ કરવામાં આવ્યું છે. છત નીચે ઊભા રહીને જોવાથી એની ઝીણવટનો ખ્યાલ આવે છે. ચિત્રસંયોજનના કેન્દ્રના વર્તુળમાં સૂર્યના પ્રતીકનું આલેખન છે તેમ જ તેની આજુબાજુ ગોળ ફૂલવેલ પત્તીનું ચિતરામણ છે. ત્યાર બાદ રાસની વિવિધ મુદ્રાઓ આલેખાઈ છે. જૈન ચિત્રકળાની સાથે લોકકળાનાં સ્પષ્ટ એંધાણ છત પર દેખાય છે. પુરુષો અને સ્ત્રીઓનાં અલગઅલગ જૂથે રાસ કે ગરબા રમતાં દેખાય છે. આઠ-આઠના જૂથમાં ગરબા કે રાસ રમતી આકૃતિઓ છે. કેટલીક આકૃતિઓ “સન્મુખ” જોતી પણ ચિતરાયેલી છે. સોનાના પીળા મુકુટ, ગળામાં, હાથમાં અલંકાર, કપડાનો ઘેર, ચાર હાથે ગરબા કે રાસ રમતી આકૃતિઓ, તેના કપાળે લાલ તિલક, ધોતિયાં-પાટલી આદિ વસ્ત્રોની વણાટ ભાત ઉપરાંત સ્ત્રીઓના પહેરવેશમાં કાળા રંગનો ઉપયોગ વગેરે નોંધપાત્ર છે. પુરુષોની મોટી મૂછ અને કાન સુધીના રાજદ્વારી થામિયા સ્પષ્ટ વરતાય છે. બે આકૃતિઓની વચ્ચે પાંખાળી, શહનાઈ વગાડતી આકૃતિઓ, ઢોલક કે મંજીરા વગાડતી પાંખાળી સ્ત્રીઓ, વચ્ચે-વચ્ચે તીણી ચાંચવાળાં પક્ષીઓ આમ-તેમ ઊડાઊડ કરતાં દેખાય છે. માનવ આકૃતિઓના રંગોમાં હળવો મટોડિયા પીળો (યલો ઑકરો કે ખૂલતો બદામી રંગ વપરાયો છે. સમગ્ર ચિત્રની પૃષ્ઠભૂમિમાં લાલ પીળી માટી ઘેરા રંગની છે. ચિત્રની ચારે બાજુના ચોકઠામાં ફૂલવેલનું આલેખન છે. તે સાથે પાર્શ્વભૂમાં પણ વેલ-બુટ્ટાના ખૂબ મોટા આકારો ચિતરાયેલા છે.
સમગ્ર છતનું આલેખન વિશિષ્ટ કલ્પનાને આધારે થયું લાગે છે. સૂર્યની આસપાસ સ્ત્રી-પુરુષ, પાંખાળા દેવદૂતો, દેવકન્યાઓ, સંગીત વગાડતી આકૃતિઓ, પક્ષીઓ ચીતરીને ચિત્રકારે એક આકાશ - અવકાશની કલ્પનાનું દશ્ય સાકાર કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારનાં લોકકળા શૈલીને મળતાં, છત પર ચિતરાયેલાં ચિત્રો ભાગ્યે જ જોવા મળે છે. કદમાં મોટી આકૃતિઓ, સુદૃઢ રેખાઓ, આકૃતિમાં રહેલી સ્થિરતા, ફૂલવેલની રચનાને કારણે મળતી ગતિ અને લાલ રંગનું આધિપત્ય, આ સર્વ ચિત્રની વિશિષ્ટતા અને બહુમૂલ્યતા દર્શાવે છે. છત પરના આ પટોનું કદ પણ મોટું છે.
નંદીશ્વર દ્વીપનું રચનાવૈશિ શ્રી ચન્દ્રપ્રભુસ્વામી જિન મંદિરમાં નંદીશ્વર દ્વીપની ખૂબ જ વિશિષ્ટ અને ભારતમાં ક્યાંય ન મળે એ પ્રકારની કાષ્ઠકારીગરી વિદ્યમાન છે. શ્રી વિમલજ્ઞાનસૂરીશ્વરજીની નિશ્રામાં તૈયાર થયેલા આ જૈન મંદિરમાં “નંદીશ્વર દ્વીપ' અદ્ભુત છે. આ કૃતિના નિર્માણમાં સર્જકે સ્થાપત્ય-શિલ્પ અને ચિત્રકળા, ત્રણેના પરિમાણનો ખ્યાલ રાખી એની રચના કરી છે. નંદીશ્વર દ્વીપની રચનાની વિશેષ નોંધ પશ્ચિમ ભારતીય જૈન કળાને ધ્યાનમાં રાખીને, ક્યાંય લેવાઈ નથી. એટલે એ વિશે વિગતે લખવું જરૂરી છે. આ રચનામાં દ્વિ-પરિમાણ અને ત્રિ
*
/
૩૬ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org