________________
ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, પાટણ, રાધનપુર, ખંભાત, સુરતનાં જૈન મંદિરોમાં લાકડાનું સુંદર સ્થાપત્ય તેમ જ ચિત્રકામ આજે પણ વિદ્યમાન છે. ગુજરાતનું સ્થાપત્ય ભીંતો, સ્તંભો, તોરણો, દરવાજાઓ એની સુંદર કોતરણી, ચિત્રો, પદચિત્રોથી મંડિત છે. સૂક્ષ્મ કોતરણી, સુંદર ચિત્રસંયોજનો, રેખાંકનો, રંગો, સોનેરી રંગનો ઉપયોગ વગેરે ખાસ ધ્યાન ખેંચે છે. જૈન પટચિત્ર પ્રાચીન ભારતીય સાહિત્યમાં વસ્ત્ર પર ચીતરવામાં આવેલાં ચિત્રોના અનેક ઉલ્લેખો મળે છે. સામાન્યપણે ધાર્મિક કે સાંપ્રદાયિક વિષયને નિરૂપતા ગ્રંથોમાં પટ કે પટચિત્રના | ઉપયોગના ઉલ્લેખો મળી આવે છે. જેમ કે બૌદ્ધ ધર્મગ્રંથ “સંજુત્તનિકાય'માં “દૂષ્ણપટ', પોલીશ કરેલી ‘ચિત્રપટ્ટિકાઓ'નો ઉલ્લેખ છે. હવે જો પટચિત્રની પરિભાષા સ્પષ્ટ કરવી હોય તો એમ કહી શકાય કે વસ્ત્ર પર ચિત્ર ચીતરવામાં આવે છે તે પદચિત્ર. એના ચાર પ્રકાર છે : ધૌત-ધોયેલું, ઘટિત-ઘસીને ચળકતું કરેલું, લાંછિત-ખેંચીને લાંબું કરેલું અને રંગિત-રંગ કરેલું.
લાંબા અને સાંકડા પટને એક લાંબા વાંસ પર લટકાવવામાં આવતો અને એનો ઉપયોગ સામાન્ય લોકસમૂહને અમુક ચોક્કસ વિષયનું જ્ઞાન આપવા માટે કરવામાં આવતો. દા.ત. “સંસારચક્ર પટ’, ‘પાપપુણ્ય પટ” ને “સ્વર્ગનરક પટ' ઇત્યાદિ.
પ્રાચીન સમયમાં પટનો ઉલ્લેખ મળે છે પરંતુ ૧૪મી સદી પૂર્વેના કોઈ પટ મળતા નથી. એનું કારણ એ છે કે કાપડ લાંબો સમય ટકી શકતું નથી તથા આ પ્રકારની સાંસ્કૃતિક સામગ્રીનો વિનાશ વિદેશીઓના આક્રમણોને કારણે પણ થયો હોય. | ડૉ. મોતીચન્દ્ર એમના “Jain Miniature Paintings From Western India' ગ્રંથમાં ત્રણ પટોનો ઉલ્લેખ કરે છે. આ ત્રણે પટોનો સમય ઈ.સ. ૧૪મી સદીનો છે. એ પછીનાં સંશોધનોને પરિણામે જૈનમંદિરો, સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી અનેક જૈન-જૈનેતર વસ્ત્રપટો, વિજ્ઞપ્તિપત્રો મળી આવ્યાં છે. તે બધાંનો સમય ૧૪થી ૧૮મી સદીનો માની શકાય. વસ્ત્ર-પટ નિર્માણની પ્રક્રિયા : આ પટ બનાવવા માટે ખાદીના કાપડના ટુકડાને ઉપયોગ લેવામાં આવતા. આ ટુકડાને પ્રથમ ઘઉં કે ચોખાના લોટની લાહી બનાવી તેનાં છિદ્રો પૂરી દઈ લાહીનો પુટ આપવામાં આવતો. તે સંપૂર્ણપણે સુકાઈ જાય પછી તેને પથ્થરના “ધૂટા' વડે ઘૂંટીને એટલું સુંવાળું બનાવવામાં આવતું કે તેના પર ચિત્રકામ થઈ શકે. ત્યાર બાદ ગેરૂઆ રંગની રેખાઓથી રેખાંકિત કરવામાં આવતું અને પછી તેમાં જુદા જુદા રંગો પૂરવામાં આવતા. અને જરૂર મુજબ રૂપેરી અને સોનેરી રંગોથી સુશોભન પણ કરવામાં આવતું.
આ પટોને ચાર વર્ગોમાં વહેંચી શકાય :
૧. જૈન ખગોળ-ભૂગોળના આલેખો કે નકશાઓ ૨. આધ્યાત્મિક તાંત્રિક પટો ૩. તીર્થ પટો ૪. પ્રકીર્ણ વિજ્ઞપ્તિ પટો, ધજા પતાકાઓ વગેરે
પ્રથમ વર્ગમાં નીચે પ્રમાણેના આલેખો કે નકશાઓનો સમાવેશ થાય છે :
૧. જંબદ્વીપનો નકશો (પૌરાણિક જંબુદ્વીપ) ૨. અઢી દ્વીપનો નકશો (પૌરાણિક બે અને અડધો દ્વીપ) ૩. અષ્ટ દ્વીપ અથવા નંદીશ્વર દ્વીપ પટ (પૌરાણિક આઠ દ્વીપનું દર્શન કરાવતો) ૪. લોકપુરુષ
આ પટોનો મુખ્ય ઉદ્દેશ સાધુ સાધ્વી અને શ્રાવકોને જૈન ખગોળ-ભૂગોળનાં જ્ઞાન અને સમજણ આપવાનો છે. આવા પટ સર્વ રીતે પ્રતીકાત્મક અને રૂઢ સ્વરૂપના હોય છે. આ પટ પશ્ચિમ ભારતની ચિત્રશૈલીમાં ચીતરવામાં આવ્યા છે. સામાન્ય રીતે સફેદ રંગની પૃષ્ઠભૂમિ પર વાદળી, લાલ પીળો અને કાળા રંગોનો ઉપયોગ થયો છે.
બીજા વિભાગમાં આધ્યાત્મિક કે તાંત્રિક પટોનો સમાવેશ થાય છે : ૧. સૂરિમંત્ર પટ ૨. વર્ધમાન વિદ્યા પટ ૩. પાર્શ્વનાથ ચિંતામણિ પટ ૪. પાર્શ્વનાથ પદ્માવતી પટ ૫. ડ્રીંકાર પત્ર પટ વગેરે
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૨૩
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org