________________
6 30 દર
જૈન અનુશ્રુતિ પ્રમાણે અંકલેશ્વરમાં બે મુનિ મહારાજ, પૂ. શ્રી પુષ્પદંત તથા પૂ. શ્રી ભૂતબલિ આવ્યા હતા. પ્રત્યેક જીવાત્મા ઈશ્વર છે એમ એમણે પ્રતિપાદિત કર્યું હતું. પૂ. શ્રી ધરસેનાચાર્યા ચાર અંગના ધારક હતા. આ મુનિશ્રી ૨૨૦૦ વર્ષ પૂર્વે ગિરનારમાં થઈ ગયા. જ્ઞાન ગ્રંથરૂપ પામે તો વધારે સારું એવી એમની ભાવના હતી. પૂ. પુષ્પદંત મહારાજ અને ભૂતબલિ મહારાજ દક્ષિણમાંથી ગિરનાર પહોંચ્યા ત્યારે ધરસેનાચાર્ય મુનિ મહારાજે આ મુનિઓને જ્ઞાનને પુસ્તકાકારે સંગ્રહ કરવાનું કહ્યું. એ જમાનામાં કાગળ ન હોવાથી તાડપત્ર પર ગ્રંથો લખવાનો નિર્ણય લેવાયો. અંકલેશ્વરની ઉત્તરે નર્મદા નદીને દક્ષિણ કિનારે તાડનું વિશાળ વન હતું. આ વન દરિયા સુધી વિસ્તરેલું હતું. આજે પણ આ તાડવન છે.
અંકલેશ્વર શહેરના મેવાડા ફળિયામાં આવેલા ચાર મંદિરો પૈકી એક મંદિર શ્રી મહાવીર સ્વામીનું મંદિર છે. આ મંદિરમાં શાસનદેવી માતાનું મંદિર છે. શાસનદેવી માતાના મંદિરનો લાકડાનો સ્તંભ ચાંદીના પતરાથી મઢેલો છે. મંદિરની બાજુમાં વિશાળ ચોક છે. એમ મનાય છે કે આ બે મુનિ મહારાજો એ અંકલેશ્વરમાં આવીને ચાતુર્માસ કરીને વિશાળ ચોકમાં તાડપત્રો ઉપર પખંડાગમ શાસ્ત્રની રચના કરી હતી.
જ્યાં શાસ્ત્રની રચના થઈ હતી ત્યાં આગળ શ્રાવકોએ યાદગારી રૂપે આ સ્તંભની સ્થાપના કરી હતી. આ કારણથી અંકલેશ્વર શ્રતધામ તરીકે ઓળખાય છે. સત્તર શાસ્ત્રગ્રંથો હાલ કર્ણાટક રાજ્યના મુડબિદ્રીમાં સચવાયા છે.
અંકલેશ્વરમાં આવેલા ચાર મંદિરો પૈકી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા રેતીના પત્થરમાંથી કંડારાયેલી છે. જેના પર લેખ પણ છે. શ્રી નેમિનાથ સ્વામી તથા શ્રી આદિનાથ સ્વામીના મંદિરમાં બન્ને પ્રતિમાઓ કાળા કસોટીના પથ્થરમાંથી ઘડાયેલી છે. શ્રી મહાવીર સ્વામીના મંદિરની પ્રતિમા પંચધાતુની બનેલી છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર આ મંદિરમાં પાષાણની, ધાતુની ઘણી મૂર્તિઓ છે તેમ જ યંત્રો મોટી સંખ્યામાં છે. એમાંની થોડી મૂર્તિઓનો ઉલ્લેખ કરવો યોગ્ય ગણાશે.
ખગાસન મુનિ મહારાજની મૂર્તિ સફેદ પાષાણમાં છે, તેની ઊંચાઈ ૧૯ ઈંચ છે. એક હાથમાં પીંછી અને બીજા હાથમાં કમંડળ છે. અજિતનાથની મૂર્તિ સફેદ પાષાણમાં પાંચ પ્રતિહારી સહિત છે, તેની ઊંચાઈ ૧૬ ઈંચ છે. નીચે પદ્માવતી, ૨ હાથી, ૨ વાઘ વગેરે કોતરેલા છે. મૂર્તિ ઘણી પ્રાચીન છે.
સફેદ પાષાણના નેમિનાથની ઊંચાઈ ૧૧ ઈંચ છે, સાથે લાંછન પણ છે. સફેદ પાષાણમાં ૯ ફણા સહિતના પાર્શ્વનાથની મૂર્તિની ઊંચાઈ ૧૨ ઈંચની છે. ભોંયરામાં પદ્માસનસ્થિત મૂર્તિની ઊંચાઈ ૪૮ ઈંચ છે, તપખીરિયા રંગથી લેપ કર્યો છે, રામકુંડમાંથી નીકળેલી ચોથા કાળની આ મૂર્તિ અતિ પ્રાચીન છે.
બીજે માળે શ્રી પાર્શ્વનાથની ધાતુની ૯ ફેણ સહિતની મૂર્તિની ઊંચાઈ ૧૩ ઈંચ છે. તેમ જ અનેક ધાતુની મૂર્તિઓ છે. ત્રણ રત્નોની મૂર્તિ પણ ત્યાં છે. કૃષ્ણપાષાણ ખડુગાસન પ્રતિમા ૨૨ ઈંચની અને ઘણી પ્રાચીન છે.
૫૦: જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org