Book Title: Jain Kashtapat Chitra
Author(s): Vasudev Smart
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 58
________________ 11-11IRTHE HE-HER ભરૂચ મૈત્રકકાલના ઉદય સમયે ગુજરાતમાં જૈન ધર્મ બૌદ્ધ ધર્મની જેમ ઘણો પ્રચલિત હતો. સુરાષ્ટ્રમાં જૈન ધર્મનો પ્રચાર બાવીસમા તીર્થંકર નેમિનાથનાં સમયથી થયો ગણાય. આ સમય સુધીમાં નેમીનાથના દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણનું ધામ ગણાતા “ઉજ્જયન્ત રૈવતક” (ગિરનાર)તીર્થ ઉપરાંત વિમલગિરિ શત્રુંજય તીર્થ, પાદલિપ્તાચાર્યના નામ પરથી વસેલું પાલિતાના (પાલીતાણા તીર્થ) શ્રેષ્ઠી ભાવડનું નિવાસ સ્થાન મધુમતી(મહુવા)તીર્થ, વીસમા તીર્થંકર મુનિવ્રતના નામ સાથે સંકળાયેલું ભરુકચ્છ (ભરૂચ) અશ્વબોધ તીર્થ, નાગાર્જુને સ્થાપેલું સ્તંભનક (થામણા)તીર્થ, શ્રીમાતાના તપોધામ તરીકે મહત્તા પામેલું અર્બુદાચલ, કચ્છનું શંખપુર તીર્થ ઇત્યાદિ અનેક જૈન તીર્થ ખ્યાતિ પામ્યાં હતાં. જૈન લેખકોના લલિત કથા-સાહિત્યમાંયે જૈન ધર્મની પ્રચુર અસર દેખાય છે. આ કાળ દરમિયાન ગુજરાતમાં વલ્લભી, શ્રીમાલ, શત્રુંજય, ગિરનાર, ભરુકચ્છ, મોઢેરા, વઢવાણ, તારંગા જેવાં અનેક જૈન તીર્થધામોનો ગુજરાતમાં અભ્યદય થયો. મૌર્યકાળથી ગુપ્તકાળ સુધી ભરુકચ્છ ગુજરાતનું રાજકીય ઉપરાંત સાંસ્કૃતિક કેન્દ્ર હતું. સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિના શાશનકાળમાં જૈન ધર્મનો પ્રભાવ હતો. સંપ્રતિએ શત્રુંજય પર તથા ભરુકચ્છમાં જૈન મંદિરો બંધાવ્યાં હતાં એવું ‘વિવિધ તીર્થકલ્પ’ તથા પ્રભાવક ચરિત’ જણાવે છે. ચીની પ્રવાસી યુ અને શ્વાંગ ભારતના પ્રવાસ દરમ્યાન ભરુકચ્છ (પો-લુ-ક-છે)માં આવ્યો ત્યારે ત્યાંના રાજાઓ ઘણું ખરું ચાલુક્યોના શરણે ગયા હતા. તેણે ભરુકચ્છ વિષે નોંધ લખી છે : લોકોની રીતભાત ઉષ્માહીન અને ઉદાસીન છે તેમની મનોવૃત્તિ કુટિલ અને વક્ર છે. તેઓ વિદ્યાભ્યાસ કેળવતા નથી. ભ્રમ તથા સ્વધર્મને એક સરખા માને છે. અહીં દસેક સંઘારામ છે, જેમાં લગભગ 300 ભિક્ષુ રહે છે. લગભગ દેવમંદિરો પણ છે. જ્યાં વિવિધ સંપ્રદાયના અનુયાયીઓ એકત્ર થાય છે. ભીમદેવ પૂર્વે કર્ણદેવ પહેલાના વંશજો પછી સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૩)નું શાસન લાટ પર પ્રવર્તવા લાગ્યું, એની પ્રતીતિ ભૃગુકચ્છમાં લખાયેલી હસ્તપ્રતો પરથી થાય છે. કુમારપાળ (ઈ.સ. ૧૧૪૩-૧૧૭૨) ગાદીએ આવ્યો. સિદ્ધરાજ સાથેના અણબનાવને કારણે કુમારપાળ છૂપા વેશમાં ભરૂચ આવ્યો હતો. અહીંના જોશીએ તેને ટૂંક સમયમાં રાજ્ય મળશે એવી આગાહી કરેલી. રાજ્ય મળ્યા બાદ કુમારપાળે ભરૂચને ફરતો બુરજો સહિતનો કોટ બંધાવ્યો. કુમારપાળના મંત્રી આમ્રભટ્ટે પોતાના પિતાના શ્રેયાર્થે ભરૂચના સુવ્રતસ્વામીના શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ઈ.સ. ૧૦૪૦ના અરસામાં ભરૂચમાં કૌલ નામે વિખ્યાત કવિ થઈ ગયો. ઈ.સ. ૧૧૩૭માં જૈન મુનિ ચંદ્રસૂરિએ ભરૂચના જૈન મંદિરમાં રહીને ‘મુનિ સુવ્રતસ્વામી ચરિત’ લખ્યું. તેમાં ભરૂચ વિષેની માહિતી મળે છે. ઈ.સ. ૧૯૧૬માં સર ટોમસ રો નામના અંગ્રેજને બાદશાહ જહાંગીરના સમયમાં ભરૂચમાં વેપાર કરવાની પરવાનગી મળતાં અંગ્રેજોએ ભરૂચમાં પહેલી કોઠી નાખી. પછી તો ઈ.સ. ૧૬૧૮માં વલંદાઓએ પણ કોઠી નાંખી. ઈ.સ. ૧૮૮૬માં મુંબઈના ગવર્નર લોર્ડ ૪૨ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144