________________
અને પખાજના આકારનો ભેગો વિચાર કરતાં એ ચત્તા શરાવ જેવો જણાય છે. લોકની ઊંચાઈ ચૌદ રજુ જેટલી છે. અધોલોકની ઊંચાઈ સાત રજુથી કંઈક વધારે છે; તો ઊર્વીલોકની સાત રજુથી કંઈક ઓછી છે. એ બેની વચ્ચે ૧૮૦૦ યોજનની ઊંચાઈવાળો મધ્યમલોક છે. એમાં મેરુ પર્વતની સમતલ ભૂમિથી ૯૦૦ યોજન સુધીના નીચેના તેમ જ એ ભૂમિથી ૯00 યોજન ઉપરના ભાગનો સમાવેશ થાય છે. અધોલોકમાં ભુવનપતિના તેમ જ વ્યંતરોનાં નિવાસસ્થાનો છે. એની નીચે સાત નરકભૂમિ છે. એ સાતે એકબીજાથી ખાસ્સા અંતરે છે. એ પ્રત્યેક અંતરમાં અનુક્રમે એકેકથી નીચે ઘનોદધિ, ધાનવાત, તનુવાત અને આકાશ છે.
મધ્યમલોકમાં અસંખ્ય દ્વીપો અને સમુદ્રો છે. એમાં સૌથી વચમાં જંબૂ દ્વીપ છે. ત્યાર બાદ ‘લવણ સમુદ્ર, “ધાતકી ખંડ દીપ', “કાલોદધિ સમુદ્ર અને પુષ્કર દ્વીપ' વગેરે છે. પહેલા અઢી દ્વીપમાં જ આપણી મનુષ્યોની વસતી છે. આ ભાગને મનુષ્યલોક કહે છે. મનુષ્યલોકની ઉપર જ્યોતિષ-ચક્ર એટલે સૂર્યાદિ ગ્રહો, નક્ષત્રો અને તારાઓ છે. એ ચક્રથી ખૂબ ઊંચે ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવોના નિવાસસ્થાન, ૧૨ દેવલોક, એની ઉપર ૯ નૈવેયક અને એની ઉપર ૫ અનુત્તર છે. એ અનુત્તર વિમાનોની ઉપર અર્ધચન્દ્રના આકારે સિદ્ધ શિલા છે. એ શિલાના ઉપરના ભાગમાં એટલે લોકના ઊંચા ભાગમાં સિદ્ધ પરમાત્માઓ છે. સમગ્ર લોકની બરાબર મધ્યમાં ઉપરથી ચૌદ રજુ જેટલો ઊંચો અને એક રજ્જુ જેટલો વિસ્તૃત ભાગ ‘ત્રસનાડી” તરીકે ઓળખાય છે. એનો આકાર ઊંચા
ભૂંગળા-નળા જેવો છે. એની બહારના ભાગમાં ત્રસની ઉત્પત્તિ નથી. ચૌદ રાજલોકનો બોધ કરાવનારું દશ્ય આ ફલક ઉપર આલેખાયું છે. કળાની દૃષ્ટિએ જોઈએ તો લીલા રંગની પૃષ્ઠભૂમિમાં પ્રવેશદ્વારની કમાન કોતરણીવાળી છે જેના પર બે પોપટ જેવાં પક્ષીઓ છે. તેની નીચે ખૂબ જ મોટા-ઊંચા પુરુષ જેવી આકૃતિ છે જેણે, કમર પર હાથ મૂક્યો છે, તેની વચમાં શરીરના ચૌદ ભાગ દર્શાવવામાં આવ્યા છે. ભૌમિતિક ચોરસ આકાર અને માનવીય આકૃતિના સંયોજન વડે મસ્તિષ્કથી પાદપદ્મ સુધી વિવિધ આંતરિક પરિસ્થિતિઓ પ્રક્રિયાઓ સરસ રીતે ચિત્રિત કરી છે. ચિત્રકારે આકૃતિમાં નાના નાના સોનેરી ચોરસમાં ફૂલની છાપ તથા સોનેરી ધજા અને મસ્તિષ્ક પર કપાળમાં ભગવાનની મૂર્તિ મૂકી, કલ્પનાશીલ સર્જન કર્યું છે. દક્ષિણ ગુજરાતનાં બીજાં જૈન મંદિરોમાં – ભરૂચથી માંડીને વાપી સુધીનાં જૈન મંદિરોમાં ક્યાંય આ પ્રકારની શૈલીનો પટ જોવા મળ્યો નથી. આ પટનું માપ ૬.૭૫” x ૨.૫' છે.
ચન્દ્રપ્રભુ જિનાલયના પહેલા માળે પાછલા વિભાગમાં પંદર ગોખલા છે. જેને કાચનાં બારણાં કરવામાં આવ્યાં છે. એ ગોખલામાં એકેક સચિત્ર ફલક છે; જેનું માપ ૩૧” x ૨૧.૫” છે, એમાં જૈન આચારવિચારનો બોધ કરાવનારી કોઈ ને કોઈ ઘટના આલેખાઈ છે.
૪૦ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org