________________
કે તi
હાથી-ઘોડા-પાલખીસજ્જ, ધન વૈભવ ઐશ્વર્ય મંડિત રાજવી જાત્રાએ આવે છે. મંદિરસ્થિત માળી, કરતાલ લઈ ભજન ગાનારો, ધોબી, ગોવાળ, તંબૂમાં સૈનિક, સાધુ, ધનાઢ્ય, વણિક, કૂવા પર પાણી ભરતી સ્ત્રી, રાજવીનો તંબૂ, ગામનાં ઘર, દેરાસર - આવા નાના નાના અનેક વિષયોનું ચિત્રકારે પોતાની
નજાકત ભરેલી પીંછીથી ચિતરામણ કરેલું છે. | | || _| |_|
ચિત્રગત મંદિરસ્થિત મૂર્તિ સિવાય, આખાય ચિત્રમાં ગતિ છે. આ સંયોજનની બીજી એક વિશિષ્ટતા એ છે કે ચિત્રની મધ્યના સંયોજનમાં મોટા ભાગની માનવીય આકૃતિઓ આખી જ ચિતરવામાં આવી છે. ભાગ્યે જ તેઓ એકબીજાને ઢાંકે છે. જ્યારે નીચે રાજવીના સાજન માજન, લશ્કરને ચીતરવામાં, આકૃતિના સમૂહને દર્શાવવામાં ચિત્રકારે એકબીજાને ઢાંકી દે એવી આયોજનાનો,
ઉપયોગ કર્યો છે. ચિત્ર જોનારને નીચેનું દશ્ય તો રાજસ્થાનના યુદ્ધચિત્રની યાદ અપાવે એટલું સઘન છે. આખુંય સામૈયું પ્રવેશદ્વાર છે.
પાલિતાણા પરના આ પટની વિશિષ્ટતા એ છે કે આ ચિત્રમાં માત્ર ધાર્મિક વિધિ-વિધાનના કથાનકને બદલે તે વખતની સામાજિક પરિસ્થિતિ તથા સાંસ્કૃતિક પરિવેશનું આલેખન નોંધનીય બને છે. તે વખતની સામાન્ય પ્રજા, જેમ કે ધોબી, માળી, ભજનિક, પાણી ભરવાવાળી વગેરે ખૂબ જ સરસ રીતે રૂપ પામ્યાં છે.
ચિત્રસંયોજનમાં જોવા મળતી વિશાળતા અને ગીચોગીચતા બંને પર ચિત્રકારનો સંપૂર્ણ કાબૂ છે. ચિત્રના મધ્ય ભાગમાં મંદિર મૂકી, તીર્થકરોની મૂર્તિની ભાતથી આખાય ચિત્રને બાંધી દીધું છે. આગળ-પાછળ કિલ્લાની ભીંતો અને એ બધામાં ઊપસી આવતા મંદિરનાં શિખરો જોનારની આંખને સતત ગતિ આપે છે. ચિત્રની મુખ્ય પાર્શ્વભૂમિમાં ઘેરો-બદામી, કાળો રંગ, પાઘડીમાં કેસરી-પીળા, સફેદનો સૂઝથી ઉપયોગ થયો છે. સ્ત્રીઓ કે યાત્રાળુઓના પહેરવેશમાં રાજસ્થાની રંગો દેખાય છે. મંદિરના સફ્ટ આરસપહાણનું સ્થાપત્ય, મુનિયતિ-સાધ્વીઓના સફેદ પહેરવેશ, ઘોડા કે ગાયના સફેદ રંગ દ્વારા ચિત્રની રંગસમતુલા પણ જળવાઈ છે. ચિત્રકારે મંદિરનાં શિખર, મૂર્તિ, ક્યાંક આભૂષણ, ધજા-પતાકા, હાથીની અંબાડી, પાલખીની કૂલ વગેરેની વિશિષ્ટતા દર્શાવવા સોનાના રંગનો ઉપયોગ પણ કર્યો છે. એથી આખુંય ચિત્ર દેદીપ્યમાન બને છે.
પટની કલમ-પટના ચિત્રકારનું કળાકૌશલ્ય ઉત્કૃષ્ટ છે. આ પ્રકારનું સામાજિક દર્શન ભાગ્યે જ બીજા પટમાં જોવા મળે છે. ચન્દ્રપ્રભુ જિનાલયના મંદિરમાં જમણી બાજુની દીવાલ પરનો બીજો પટ, ‘ચૌદ ભુવનની આકૃતિનો પટ છે. જૈન માન્યતા મુજબ અનંત આકાશના ‘અલોકાકાશ’ અને ‘લોકાકાશ’ એમ બે વિભાગ પડે છે. અલોકાકાશમાં કેવળ આકાશ છે, જ્યારે લોકાકાશમાં આકાશ ઉપરાંત સચેતન પદાર્થો (જીવો), પુદ્ગલો (રૂપ, રસ વગેરેથી યુક્ત પદાર્થો) ઇત્યાદિ છે. લોકાકાશ પૂરતા વિભાગને લોક કહે છે. એને સામાન્ય રીતે ‘વિશ્વ' તરીકે ઓળખાવાય છે. એની બધીયે બાજુ ફરતો અલોકાકાશ છે.
લોકનો આકાર કેડની એક બાજુએ એક હાથ રાખી પહોળા પગ કરી ટાર ઊભેલા પુરુષના જેવો છે. સમગ્ર લોકના ૧. અધોલોક, ૨. તિર્યલોક અથવા મધ્યમલોક અને ૩. ઊર્ધ્વલોક એમ ત્રણ વિભાગ કરાયા છે. એ અનુક્રમે પગથી કેડ સુધીનો ભાગ, નાભિસ્થાન અને એની ઉપરનો ભાગ છે.
અધોલોકનો આકાર ઊંધા મૂકેલા શરાવ (શકોરા = કોડિયા) જેવો, મધ્યમલોકનો ઝાલર જેવો અને ઊર્ધ્વલોકનો પખાજ જેવો છે. ઝાલર
-
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૩૯
Jain Education Intemational
For Private & Personal Use Only
www.ainelibrary.org