Book Title: Jain Kashtapat Chitra
Author(s): Vasudev Smart
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 53
________________ પરિમાણનો સમન્વય કરવામાં આવ્યો છે. કોઈક બાળક પોતે કલ્પનામાં વિહરે-વિચરે, પોતાને મનગમતું સર્જે એવી રીતે કળાકારે પોતાની કલ્પનાને આધારે ખૂબ જ ઊંચી ઉડાન લીધેલી છે. જૈન ધર્માનુસાર કલ્પનાતીત નંદીશ્વર દ્વીપરચનાને વાસ્તવિક સ્વરૂપ આપવાનો કળાત્મક અને કુશળતાપૂર્વકનો ઉપક્રમ પ્રમાણી શકાય છે. નંદીશ્વર દ્વીપની પરંપરાગત રૂપરેખા જૈન ગ્રંથોમાં વર્ણવાયેલ ભૂગોળ પ્રમાણે તિર્યલોકમાં આવેલા “જંબૂ દ્વીપને પહેલો ગણતાં આ આઠમો દ્વીપ છે. એની પહેલાં ‘ઈકુંવર’ નામનો સાતમો સમુદ્ર છે. નંદીશ્વર દ્વીપના મધ્ય ભાગની અપેક્ષાએ એની ચારે દિશામાં એકેક શ્યામ વર્ણનો અંજનગિરિ છે. આ પ્રત્યેક ગિરિ ૮૪,૦૦૦ યોજન ઊંચો છે અને એના ઉપર એકેક જિનાલય છે. ચારે “અંજનગિરિની ચાર દિશામાં એકેક લાખ યોજનને અંતરે એટલી જ લાંબી અને પહોળી સોળ વાવડી છે. પ્રત્યેક વાવડી ઉપર સ્ફટિક રત્નના વર્ણનો, ૬૪,000 યોજન ઊંચો અને “માનુષોત્તર' પર્વતની જેમ વર્તુળાકારે રહેલો ‘દધિમુખ' પર્વત છે. એમ કુલ સોળે દધિમુખ પર્વત ઉપર એકેક શાશ્વત જિનાલય છે. એક વાવડીથી બીજીએ જતાં વચમાં બબ્બે “રતિકર' પર્વત આવે છે, આવા ૩૨ રતિકર પર્વત છે અને 1000 યોજન જેટલા ઊંચા એ દરેક ઉપર એકેક શાશ્વત જિનાલય છે. આ ઉપરથી જોઈ શકાશે કે કુલ્લે ૪+૧૬+૩૨ = પર શાશ્વત જિનાલયોથી નંદીશ્વર દ્વીપ વિભૂષિત છે. દેવો શાશ્વત અતિકાઓ તેમ જ તીર્થકરોના કલ્યાણક વેળાએ જાય છે અને મહોત્સવ કરે છે. જૈન પુસ્તક પ્રમાણે આઠ દ્વીપોનાં નામો નીચે મુજબ છે : ૧ જંબૂ દ્વીપ ૫ ક્ષીરવર દ્વીપ ધાતકી ખંડ દ્વીપ ધૃતવર દ્વીપ ૩ પુષ્કરવર દ્વીપ ૭ ઈકુવર દ્વીપ ૪ વારુણીવર દ્વીપ ૮ નંદીશ્વર દ્વીપ કળાની દૃષ્ટિએ જોઈએ તો મધ્યની મુખ્ય ગોળ રચનામાં મેરુ પર્વત, જેની આસપાસ નીચે સમુદ્રો-નદીઓ, પર્વતો કાષ્ઠનાં સર્જેલાં છે. મુખ્ય પર્વત(મેરુ પર્વત)ની ગોળ અર્ધ મૂર્ત શિલ્પ જેવી કોતરણીમાં વૃક્ષો-વનરાજી, ખડકો અને સૌથી ટોચ પર નાનકડું સિંહાસન છે. નીચે થાળી જેવા મોટા ઘાટમાં નદી-સમુદ્રના આલેખનમાં દ્વિ-પરિમાણ અને ત્રિ-પરિમાણનો ઉપયોગ થયો છે. નદીના ચિતરામણમાં અંદર માછલી તથા તરતા મનુષ્યો વગેરે દેખાય છે. આજુબાજુના દ્વીપ-વિભાજનમાં ચાર દિશામાં મુખ્ય ચાર અને બીજા નાના ચાર દ્વીપોની કલ્પનાને પણ દ્વિ-પરિમાણી અને ત્રિ-પરિમાણી રીતે દર્શાવવામાં આવ્યા છે. ચાર મુખ્ય ગોળ નળાકારની ઉપર સુવર્ણ રંગથી શોભાયમાન દેવચિત્રો છે, ધજા અને ઘંટડીઓવાળાં દેવમંદિરો, વાદળોમાં વિહરતી દેવયોનિઓ, નીચે રાજવી, સાધુઓ, જળકુંડો આદિથી ખચિત આ રચના ખૂબ જ ભવ્ય લાગે છે. મુખ્ય ગોળ નળાકાર પર મુકુટ ધારણ કરેલા રાજવી શ્રાવકો છે. તેમની આંખો વિશાળ, મોટી મૂછ અને રાજસ્થાની પહેરવેશમાં તેઓ પ્રભાવશાળી લાગે છે. તેમની ગતિવિધિ કાર્યકલાપ પૂજાવિધિનો છે, કોઈ ચંદન ઘસે છે, કોઈના હાથમાં થાળી, વસ્ત્રાલંકાર છે, કોઈ તિલક કરે છે, કોઈક મંજીરા વગાડે છે. આ આખીય નંદીશ્વર દ્વીપની રચના જોવા માટે દર્શનાર્થીએ એની ચારે તરફ ફરવું પડે. નંદીશ્વર દ્વીપની રચનામાં ચિત્રને; ખાસ કરીને વસ્ત્ર, આભૂષણ, દેવમૂર્તિ વગેરેને સોનાથી મઢવાનું, અલંકૃત કરવાનું કામ પ્રશંસનીય છે. કળાકાર માત્ર ચિત્રકળાનું જ્ઞાન ધરાવનાર નહીં; પરંતુ શિલ્પ-સ્થાપત્ય-ચિત્રનો અદ્ભુત સમન્વય કરવાની પ્રતિભાવાળા છે તેની પ્રતીતિ ‘નંદીશ્વર દ્વીપ'ની કૃતિમાં થાય છે. રંગો પણ ખૂબ જ તેજસ્વી છે અને તે સ્વચ્છ રીતે સફાઈથી વાપર્યા છે. પીંછીની ગતિ ભાવવાહી તથા બળકટ છે, ઝીણવટ ખૂબ જ છે. દેવ મંદિરની નાનકડી ચીતરેલી પ્રતિમાઓ પરનું વિગતાલેખન અને રંગકાર્ય ઉત્કૃષ્ટ છે. નળાકારનું સંયોજન કરતી વખતે ચિત્રકારે વેલ-વનસ્પતિની નકશી વડે ફલકને બાંધવાનું કાર્ય કર્યું છે. ભગવાનની આસપાસ જૈન કાઇપટ-ચિત્ર : ૩૭ www.jainelibrary.org Jain Education Intemational For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144