________________
TIMIANWAMKAMAMANININ
જૈન શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકળા ભારતવર્ષની સમસ્ત કળામાં ભાવના અને ઉદેશનું ઐક્ય રહ્યું છે. આચારવિચારની દૃષ્ટિએ ભારતીય કળા ભવ્ય છે. ભારતીય કળામાં સામાન્ય રીતે ઉદાત્ત ભાવનાઓ અને જીવનના ઉચ્ચતમ ધ્યેયોનો સમન્વય કરવામાં આવ્યો છે. જુદા જુદા સમયગાળાના ભારતીય શાસકો પોતપોતાના ધર્મને અનુસરીને જે તે કળાને આશ્રય આપતા રહ્યા. અને એ રીતે કેટલાક શાસકો, ધાર્મિક સંપ્રદાયો, આશ્રયદાતાઓના સમયમાં અલગ અલગ કળાશૈલીઓનું નિર્માણ થયું છે, દા.ત. હિન્દુકળા, જૈન, બૌદ્ધ, રાજપૂત, ઈસ્લામી અથવા મુઘલ કળા ઇત્યાદિ.
ભારતનાં પ્રાચીન જૈન તીર્થધામોમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ આજે પણ વિદ્યમાન છે. અજંતા એટલે બૌદ્ધયુગનાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકળાનો ઉત્તમ સમય.
એલૂર-ઈલોરાના ભવ્ય શિલ્પાચારોમાં મુખ્ય ત્રણ મંદિરો છે. કૈલાસનાથ, લંકેશ્વર, ઇન્દ્રસભા અને ગણેશલેણનાં મંદિરોમાં છૂટાછવાયાં ભીંતચિત્રો નષ્ટપ્રાય દશામાં મળી આવ્યાં છે. આ ચિત્રો આઠમી સદીના ઉત્તરાર્ધમાં હોવાનો સંભવ છે. એ ચિત્રોનાં ત્રણ ચતુર્થાશ દેખાતા અણીદાર ચહેરા પરનાં બે દીર્ઘ નેત્રોમાંથી અલગ પડતા એક નેત્ર વાળી માનવાકૃતિ, તીણી નાસિકા, અક્કડ શરીરરચના, અલંકારો ઇત્યાદિ અજંતા શૈલીથી ભિન્ન છે. પછીની શતાબ્દીઓમાં જોવા મળતાં જૈન ચિત્રોનાં મૂળ આ ચિત્રોમાં છે. કેટલાક વિદ્વાનો જૈન ચિત્રકલાને અપભ્રંશ શૈલી, ગુજરાતી શૈલી પણ કહે છે.
ભારતવર્ષના મૂળ ત્રણ મહાન સંપ્રદાયો તે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ છે. જૈન સંપ્રદાયનાં શિલ્પ, સ્થાપત્ય અને ભીંતચિત્રોની નોંધ લઈએ તો એના બે ફાંટાઓ જોવા મળે છે : દિગંબર અને શ્વેતાંબર. ઉત્તર ભારતમાં શ્વેતાંબરનો પ્રભાવ વધુ છે જ્યારે દક્ષિણ ભારતમાં દિગંબર સંપ્રદાયનો પ્રભાવ વધુ જોવા મળે છે. એમાંનાં થોડાં પ્રાચીન સ્થાનોનો પ્રત્યક્ષ પરિચય મેં કર્યો છે. ત્યાંના સિત્તનવાસલ ગુફાનાં ચિત્રોની અનુકૃતિ ઈ.સ. ૧૯૫૬માં મેં કરી છે. તેના નમૂનાઓ રાષ્ટ્રીય સંગ્રહાલય, દિલ્હીમાં છે.
જૈન કાપટ-ચિત્ર : ૧૯
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org