________________
અનેક પશુપક્ષીઓ - હાથી, ઘોડા, વાઘ, સસલાં તથા મરઘા, મોર, પોપટ ઇત્યાદિ માણી શકાય છે.
આ જાળીની બન્ને બાજુ બે પટચિત્રો છે. ડાબી બાજુ ભીંત પર ઉપરના ભાગમાં કાષ્ઠ પર ‘અષ્ટાપદ તીર્થ'નું સુંદર ચિત્ર છે. જેમાં સાધુઓ પહાડોની કંદરામાં વિવિધ યોગમુદ્રાઓમાં અને આસનોમાં ઘોર તપશ્ચર્યા કરી રહ્યા છે. જંગલી જનાવરો અને કૂજન કરતાં પક્ષીઓ છે. ડુંગરાઓ સુવર્ણ રંગથી અંકિત છે. ઘટાદાર વૃક્ષો ફૂલોથી સુશોભિત છે. સૂર્ય સોળે કળાએ પ્રગટી રહ્યો છે. સુવર્ણ રંગથી શોભતાં પગથિયાં તથા સુંદર સુવર્ણ કમળો તેમ જ ઘુમ્મટો પર ફરકતી ધજાઓવાળાં આ મંદિરોમાં તીર્થંકરો બિરાજે છે. સ્થૂળકાય ગૌતમ સ્વામી દર્શનાર્થે જઈ રહ્યા છે. આકાશમાંથી પરીઓ પુષ્પો વરસાવી રહી છે, દેવો વિમાનમાં આવી રહ્યા છે. એક તરફ દશકંધ રાવણ વીણાવાદન કરી રહ્યા છે; જ્યારે ભગવાનના સાન્નિધ્યમાં મંદોદરી નૃત્ય કરી રહી છે. એક કથા અનુસાર રાવણની વીણાનો તાર તૂટતાં મંદોદરી પોતાના પગની નસ ખેંચી તારની પૂર્તિ કરે છે. આ ચિત્રનું સંયોજન, આકૃતિઓનું સૂક્ષ્મ સુંદર આલેખન, રંગવિધાન, ગતિશીલ રેખાઓ, પહાડોની અદ્ભુત ગોઠવણી, મધ્યમાં ચમકતા સ્વર્ણિમ સૂર્યનારાયણ, દર્શાવ્યા છે. નીચે ઐરાવત પર ઇન્દ્રદેવનું આલેખન છે. સમસ્ત ચિત્રમાં ગતિશીલતા અને રંગરેખાનું અદ્ભુત સંયોજન વિષયને યોગ્ય ન્યાય આપે છે. આ ચિત્ર ઘણી જગ્યાએથી ખંડિત છે.
જાળીની જમણી બાજુ પર સમેત શિખરજીનું પચિત્ર છે. ચિત્ર તદન ઝાંખું, અસ્પષ્ટ અને નષ્ટપ્રાય દશામાં છે. ધજા પતાકાથી શોભતાં શિખરોવાળાં એક પછી એક મંદિરો આલેખાયાં છે. પ્રથમ શ્રેણીમાં ૧૫ મંદિરો સુવર્ણ રંગમાં ચમકે છે. દરેક મંદિરમાં તીર્થકરોની પ્રતિમા સ્થાપિત છે. પ્રથમ પદ્માસનસ્થ અને બીજા કાઉસગ્ગ મુદ્રામાં સ્થિર છે. ચિત્રની મધ્યના પાંચ મંદિરોમાં આ જ પ્રમાણે દેવમૂર્તિઓ પ્રસ્થાપિત છે. આ મંદિરોની આસપાસ ભક્તો - વિશેષ કરી રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને આભૂષણોથી સુસજ્જ નારીઓ પ્રણામની મુદ્રામાં છે. મંદિરોની પહેલી અને બીજી હારમાળાની વચ્ચેથી નદી વહી રહી છે અને તેમાં માછલીઓ વિહાર કરી રહી છે.
નીચે ડાબી તરફ કિલ્લાની ચાર દીવાલો ચાર દ્વારથી સુશોભિત છે. દેવીના મંદિરમાં રાજા અને રાણી દર્શનાર્થે પધારેલાં છે. ઉપર ઝૂંપડીમાં અસ્પષ્ટ આકૃતિઓ છે. રાજપુરુષ જેવી એક વ્યક્તિ પાણીના ઘડાને નદીમાં ઝબોળી રહી છે. જમણી બાજુ માતાનું મંદિર, હનુમાનજીનું મંદિર છે, જ્યાં સ્ત્રીપુરુષો દર્શન કરે છે. ઉપર એક રાજવી જેવી પ્રતિભાસંપન્ન વ્યક્તિ તીર્થકરોને હાથ જોડીને પ્રાર્થના કરે છે. નીચે મહાદેવનું મંદિર છે. મંડપમાં સૂતેલી સ્ત્રી દાસીને હસ્તમુદ્રાથી કાંઈ કહી રહી છે. જ્યારે નીચે હાથી પર કોઈ રાજપુરુષ જઈ રહ્યા છે, એની આગળ ઘોડેસવાર છે. આ ચિત્રમાં ઠેર ઠેર પલ્લવિત વૃક્ષો છે, મયૂરો ટહુકા કરી રહ્યા છે. ચિત્રની આસપાસ સાંકડી પટ્ટી ફૂલપાનની વેલથી શોભે છે. ચિત્ર ઘણી જગાએ નવેસરથી દોરાયેલું છે, એટલે એની પરંપરા થોડી નષ્ટ થયેલી જણાય છે. પરંતુ સુદૃઢ રેખાંકન, સુંદર વિવિધ આકૃતિઓ આભૂષણોથી સજ્જ સ્ત્રીઓ, વસ્ત્રો ઉપરની સુંદર ભાત જળવાઈ રહ્યાં છે. એનું ચિત્રસંયોજન, રંગો અને આકારોનું સુબદ્ધ આલેખન પરંપરાગત જૈન ચિત્રશૈલીનો નમૂનો છે.
D
111
=
1
જૈન કાઇપટ-ચિત્ર : ૩૩
www.jainelibrary.org
Jain Education Intemational
For Private & Personal Use Only