________________
જિનાલયોનો પણ ઉલ્લેખ છે. એના મૂળનાયક તરીકે નેમિનાથ, શામળાજી અને વૃષભદેવ છે. અહીં સુરતના જિનાલયોને પ્રાધાન્ય અપાયું હોઈ પ્રસ્તુત કૃતિના નામકરણમાં તેને સ્થાન મળ્યું છે. કર્તાએ “સૂરત' માટે “સૂરતિપૂર’ અને સૂરતિબંદર શબ્દ વાપર્યા છે.
સુરતમાં ૨૬ ઉપાશ્રયો, ૧૦ ધર્મશાળાઓ અને ૪૬ જિનેશ્વર ભગવાનના ચૈત્ય છે. ઘરદેરાસરો પણ ઘણાં હતાં. ગોપીપુરા અને નાણાવટ આ બન્ને સ્થળો નંદનવન સમા છે. ત્યાં શ્રાવકોના વૈભવશાળી મકાનો અને ભવ્ય દેરાસરો છે. ગર્ભગૃહની ત્રણે બાજુએ પ્રદક્ષિણાપથ-ભમતી છે. ભમતીમાં પૂર્વ-પશ્ચિમ છે, છ, અને ગર્ભગૃહની પાછળ બાર મળી કુલ ૨૪ ગોખલાઓ છે. એમાં ૨૪ તીર્થંકર ભગવાન બિરાજે છે. ગવાક્ષ મંડપો કાષ્ઠકળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. નીચે સળંગ ઝીણવટભરી કોતરણી છે અને તેમાં અનેક પ્રકારના પશુઓ, પક્ષીઓ અને માનવઆકૃતિઓ છે. સુંદર નાનકડા સ્તંભો, તોરણો છે, નીચે ચોતરફ લાકડાનું નકશીકામ કરેલું છે. આ પ્રદક્ષિણાપથની છત કાષ્ઠની જ હશે. પરંતુ કાળાંતરે નષ્ટ પામતાં આધુનિક નિકૃષ્ટ આકૃતિઓથી ભરી દીધેલી છે. આમ છતાં પશ્ચિમ દિશાની એક છતમાં ૯૬ દિકકુમારિકાઓ અને ૪૦ દેવસ્વરૂપોનું ગતિમય અને બળવાન રેખાઓમાં અંકન છે. છત પરનાં ચિત્રોમાં વાઘકારી, દૈવી પુરુષો, વિમાનોમાં આરૂઢ દેવતાઓ, સાધુ સાધ્વીઓ, પક્ષીઓ, શ્રાવક-શ્રાવિકાઓ ઇત્યાદિનાં સુંદર ચિત્રો અંકિત છે.
ગર્ભગૃહનાં ત્રણ દ્વારો અને સ્તંભો ઉત્કૃષ્ટ કાષ્ઠશિલ્પથી ખચિત છે. ગોખલાઓમાં સુંદર ભાતથી માનવાકૃતિઓનું અભુત કોતરકામ છે. આ ત્રણે દ્વાર અને તેની આસપાસ લાલ અને સુવર્ણ રંગનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરાયો છે. મુખ્ય દ્વારની આસપાસ બંને બાજુએ સાધુ -શ્રાવકો, બીજી તરફ સાધ્વી-શ્રાવિકાનાં ચિત્રો છે. નીચે ઐરાવત પર ઇન્દ્રદેવ ચિત્રિત છે. આ મંદિર ઉત્તરાભિમુખ છે. તેનું મુખ્ય દ્વાર પસાર કરી અંદરના બીજા દ્વારમાં થઈને સાંકડી નેળ જેવો માર્ગ પસાર કરી, પશ્ચિમ દિશાના દ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ કરાય છે. આ દ્વારની જમણી બાજુ મહાલક્ષ્મીમાતા બિરાજે છે અને પાસે ઢાંકેલો કૂવો છે.
મંદિરના વિશાળ રંગમંડપમાં પ્રવેશતાં કાષ્ઠકળાના ઉત્તમ નમૂના સમા હાંડીઝુમ્મરો, સ્તંભો, સુંદર કોતરણીવાળી કુંભીઓ, છત પર કોની કોતરણીવાળા વિવિધ આકારોમાં ચિત્રો છે. મોભ પરનાં ચિત્રોથી વાતાવરણ દિવ્ય લાગે છે. ઝીણી કોતરણીવાળી કુંભીઓથી શોભિત ૪૦ સ્તંભો પર વિવિધ વાદ્યો વગાડતા વાદ્યકારો, નર્તકો વગેરે આલેખાયાં. આ રંગમંડપની દરેક છતમાં અષ્ટકોણ આકારની કોતરણીની મધ્યમાં દિવ્યપુરુષ, દેવાંગનાઓ, દિકકુમારિકાઓ, જુદાજુદા વાહનોના આકારોના વિમાનમાં આરૂઢ દેવતાઓ અને વિવિધ ફળફૂલથી ભરેલાં પાત્રો ચિત્રિત છે. સ્તંભોના મોભ પર અનેક ચિત્રોની હારમાળાઓ છે. ભંડારોના દ્વાર પણ એટલાં જ કળામય છે.
રંગમંડપના સ્તંભો પરના ભારપટ્ટોમાં સતી સુભદ્રાના અસતીપણાનું કલંક દૂર થવાની કથા, શ્રીપાળ-મયણા સુંદરીચરિત્ર, ઋષભદેવ ભગવાનના જીવનપ્રસંગો, દશાર્ણભદ્ર રાજાના અહંકારનું ખંડન, મેરુ પર્વત પર ભગવાનનો જન્માભિષેક, નેમિનાથજીના જીવનપ્રસંગો, સમવસરણ, વિવિધ દેવદેવીનાં સ્વરૂપો, ગાયક-વાદક અને નૃત્યકારોની મંડળીઓ વગેરેનું હૃદ્ય ચિત્રાલેખન થયેલું છે.
ગર્ભગૃહમાં પ્રવેશતાં ભવ્ય ઘુમ્મટ આવેલો છે. ઘુમ્મટની થાંભલીઓ, એને ફરતો ઘેરાવો કાષ્ઠશિલ્પની સુંદર કૃતિઓથી ખચિત છે. વિશાળ ગોળ ઘુમ્મટમાં પાંખોવાળી પરીઓ વિવિધ પ્રકારનાં વાજિંત્રો વગાડી ગોળાકારે ઘૂમી રહી છે. પરીઓનાં મુકુટો, આભૂષણો, વિવિધ વાઘો તથા વસ્ત્રોમાં ભાતોનું વૈવિધ્ય, રંગોનું સામંજસ્ય, આકૃતિઓની ગતિશીલતા ચિત્રની ઉત્કૃષ્ટતાનો ખ્યાલ આપે છે. આ ચિત્રને દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોમાંનું શ્રેષ્ઠ ચિત્ર ગણાવી શકાય.
ગર્ભગૃહની બન્ને બાજુએ લાકડાની વિશાળ જાળીઓ છે. ચોરસ આકારે વિભાજિત આ જાળીઓ પર સોનેરી રંગની ફૂલવેલો,
૩૨ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org