________________
શ્રી વાસુદેવ સ્માર્ત કળાપ્રવાસ દરમિયાન કરેલી પોતાની નોંધને આધારે લખેલા વિવિધ લેખોનું પુસ્તક ‘ભારતનાં ભીંતચિત્રો’ પ્રકાશિત કર્યું. ભારતભરમાં ગુફામંદિરો, દેવસ્થાનો, જિનાલયો, જ્યાં જ્યાં તેઓ ફર્યા તે તે જગ્યાની વિશેષતાઓ, ધ્યાન પર લઇ જરૂર લાગે ત્યારે, અનુકૃતિ પણ કરતા. એ બધું જ આ ગુજરાતી ગ્રન્થમાં સચવાયું છે. દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોનાં મ્યુરલ ચિત્રો એ એમને ખૂબ જ ગમતો વિષય હતો. ભારતીય ચિત્રકળાના એક મહત્ત્વના અંગ રૂપ કથનાત્મક શૈલી વિષે તથા તેની વર્ણનાત્મકતા વિષે તેઓ વિચારતા રહ્યા.
પાછલી ઉમરમાં ભરૂચ, અંકલેશ્વર, સુરતનાં ચિંતામણિ કે રાંદેરના આદિનાથના દેરાસરમાં ચિત્રની અનુકૃતિ કરવા તેઓ વહેલી સવારે નીકળી પડતા. કલાકો સુધી ઊભા રહી તેઓ જૈનકળાની અનુકૃતિ કરતા, પટ પર ટ્રેસિંગ કરતા, સ્કેચબૂકમાં સીધું માપસરનું રેખાંકન કરતા. કળાકૃતિના મૂળભૂત તત્ત્વને સાચવી લેવાનો ભારે અજંપો એમનામાં હતો. ઉંમર કે ઘડપણનો થાક તેઓ આ ચિત્રકાર્યમાં વિસરી જતા.
ચિત્રની અનુકૃતિ-રેખાંકન કરતી વખતે તેઓ ચિત્રની જે તે સ્થિતિને અને રંગરેખાની વિશેષતાઓને વળગી રહેવાનો સંનિષ્ઠ પ્રયાસ કરતા. જૂના ઊખડી ગયેલા પોપડા જેવાં જૈન ચિત્રો કે ભીંતચિત્રો પર સાચવીને ટ્રેસિંગ લગાડતા, પેન્સિલથી પાતળી રેખામાં કરેલાં ટ્રેસિંગ્સ ઘરે લાવતા, જેના પરથી બીજું પાકું ડ્રેસિંગ કરતા. તે ટ્રેસિંગ્સ પરથી વિશિષ્ટ કાપડ લગાડેલા કાગળ પર એની ફરી અનુકૃતિ કરતા. પછી ‘ઇન્ડિયન રેડ’ રંગમાં એ રેખાઓને સ્પર્શ આપતા. ફરીથી એ જ જગ્યાએ જઈ મૂળ જેવી જ રંગપૂરણીથી એ ચિત્રને સંપૂર્ણ કરતા. જળરંગમાં વૉશ ટેકનિકથી મૂળ શૈલી, માનવીય આકૃતિઓ, પહેરવેશ, પૃષ્ઠભૂમિના રંગો અને એ શૈલીની મહત્ત્વની વિશેષતાને આલેખવામાં દિવસો વીતાવતા. સિત્તેર વર્ષની ઉંમરે રાંદેરના આદિનાથ મંદિરમાં ‘પાલખ” પર ઊભા રહીને કામ કરતા કે વહેલી સવારે ટ્રેસિંગ્સ કે કાગળનો વીંટો બગલમાં વાળી, બગલથેલામાં રંગ પીંછી લઈ દેરાસર જવા નીકળતા ત્યારે કળાકાર જૈન મુનિ જેવા લાગતા. ૧૯૯૩-૯૪-૯૫નાં ત્રણેક વર્ષ શ્રી વાસુદેવ સ્માર્ત જૈન ચિત્રકળાના અભ્યાસ માં જ વીતાવ્યાં.
જૈનકળાની અસરને કારણે એમની શૈલી પણ કથનાત્મક(Narrative Style) શૈલી બની છે. શ્રી વાસુદેવ સ્માર્ટ જ્યારે પોતાનાં ચિત્રો કરતા, ત્યારે પણ ખૂબ જ ઝીણવટ રાખતા. એમણે કરેલાં કેટલાંક ચિત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં છે. તેમનાં ચિત્રોમાં ભારતીય પરંપરાનું લાવણ્ય અને તુલિકા પરનું પ્રભુત્વ અપાર હતું. કેન્દ્રવર્તી ચિત્ર સંયોજન, સપાટ-પરિપ્રેક્ષ્ય, સબળ રેખાઓ, ભારતીય વિષય કે પરંપરા કે લોકજીવનને ખૂબ જ નિકટ જઈને ચીતરનારા ચિત્રકાર હતા. જૈન અને રાજસ્થાની કળા પરંપરાને આત્મસાત કરી હોવાથી એમનાં ચિત્ર સંયોજનમાં એ વિશિષ્ટતા પણ સ્પષ્ટ દેખાય છે.
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૧૩
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org