________________
મુંબઈમાં કળામહાશાળાનો અભ્યાસ પૂર્ણ કરી આજીવિકા અર્થે અને સંસારમાં સ્થાયી થવા તેઓ સુરત પાછા આવ્યા. તેઓ કળાનો અભ્યાસ કરીને આવ્યા હતા તેથી અને જૈન સંસ્કારો ચિત્તમાં પડ્યા હતા એ કારણે સુરતના સુપ્રસિદ્ધ ચિંતામણિના જૈન દેરાસર તરફ તેઓ આકર્ષાયા. તે જમાનામાં જિનાલયના પ્રવેશદ્વારના પટ, થાંભલાઓ પરની માનવ આકૃતિઓ, ભારોઠિયા પરનાં હાથીઘોડા ને ફૂલવેલની ભાતોની તેમણે અનુકૃતિઓ કરી, ટ્રેસિંગ્ન કર્યા. આ રેખાંકનોની એમની કળાશૈલી પર પણ ઘેરી અસર પડી. જૈન ચિત્રકળામાં લયાન્વિત સબળ રેખાઓનું લાલિત્ય દેખાય છે તેનો પ્રભાવ વાસુદેવ સ્માર્તની શૈલીમાં પણ દેખાય છે.
આ અનુકૃતિઓ કરતી વખતે એમને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે પોતે ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતની જૈન કળાના ભેખધારી, અભ્યાસુ અને સંવર્ધક બનશે. ૧૯૪૦-૫૦ દરમિયાન ચિંતામણિ જૈન દેરાસરનાં તેમણે રેખાંકનો કર્યા. બનારસ વિશ્વવિદ્યાલયમાં કળા-અભ્યાસ માટે ૧૯૫૮માં એમને ભારત સરકારની ફેલોશીપ મળી અને એમણે સુરત છોડ્યું. બનારસમાં ભારતીય ચિત્રકળાના સુપ્રસિધ્ધ કલામર્મજ્ઞ શ્રી રામકૃષ્ણદાસજી અને શ્રી વાસુદેવશરણ અગ્રવાલના સંપર્કમાં આવ્યા. શ્રી રામકૃષ્ણદાસજી વાસુદેવ સ્માર્ત પોતે સ્થાપેલા ભારત કળાભવનમાં લઈ ગયા. આ કળાસંગ્રહાલયમાં દેશવિદેશની કળાપંરપરાના ચિત્રશિલ્પોનો અભુત ખજાનો હતો તે તેમને ખૂબ જ નજીકથી જોવા મળ્યો. પોતાના બનારસ નિવાસના લગભગ પાંત્રીસ વર્ષ દરમિયાન વિશ્વવિદ્યાલય અને ભારતકળાભવન દ્વારા યોજાતા પરિસંવાદો, વ્યાખ્યાનો, પ્રદર્શનોનો શ્રી વાસુદેવ સ્માર્ત ખૂબ જ લાભ લીધો. કંઈક એ પ્રકારનો જ સંયોગ રચાતો ગયો કે તેઓ ભારતીય ચિત્રકળાની વધારે ને વધારે નિકટ આવતા ગયા અને એમાંથી કળાપંરપરાનાં મૂળ અંગો, શૈલીઓ વિશે જાણતા ગયા, અનુભવતા ગયા અને એ બધું આત્મસાત થતું ગયું. આ અભ્યાસને કારણે એમની નિજી શૈલીની સર્જનનો વિકાસ-પિંડ પણ બંધાયો. આ સર્વને લીધે તેઓ આધુનિક કળાપ્રવાહમાં તણાયા નહીં; પરંતુ ભારતીય કળાને વધુ ને વધુ વળગી રહ્યા.
૧૯૮૫માં બનારસ વિશ્વવિદ્યાલયમાંથી નિવૃત્ત થઈ સુરત પાછા ફર્યા. ઠરીઠામ થાય એ પહેલાં જ ધર્મપત્ની શ્રીમતી પ્રમિલા સ્માર્તનું દુઃખદ અવસાન થયું. બેચાર વર્ષ ઘેરી નિરાશામાં વિતાવ્યાં. ૧૯૯૦ પછી તેમણે ફરી પાછા શ્રી ચિંતામણિ દેરાસર, અજંતા, સિત્તનવાસલની ગુફા, ઓરછા દતિયા કે બીજાં મંદિરોનાં પોતે કરેલાં ટ્રેસિંગ્સના વીંટળા બહાર કાઢયાં. ટ્રેસિંગ્સ કે અનુકૃતિઓ જોતા જાય, રેખાના લાલિત્યને માણતા જાય, પોતે કેવી કઠિન પરિસ્થિતિમાં આ કામ કર્યું હતું એના પ્રસંગો કહેતા જાય અને ભારતીય કળાનાં રસકીય પાસાંઓની ચર્ચા કરતા જાય. તેઓ ભારત સરકારના ‘વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર'ના માનદ્ સભ્ય પણ નિમાયા હતા અને એ દરમિયાન તેમને જૈન ચિત્રકળાના સંશોધન અર્થે ફ્લોશીપ પણ પ્રાપ્ત થઈ હતી. આથી એમનામાં રહેલો રખડુ સંશોધક, ચિત્રકારઆત્મા ફરી સળવળ્યો અને એમણે ભરૂચથી માંડીને વાપી સુધીનાં અનેક મંદિરોની મુલાકાત લીધી, નોંધ કરી અને કામ શરૂ
3 . જૈન ૮૧૮vટ-ગિન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org