Book Title: Jain Kashtapat Chitra
Author(s): Vasudev Smart
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 30
________________ માનવીય આકૃતિઓ પોતાના ચિત્રોમાં ખીચોખીચ ગોઠવવાની અને એકબીજાને ઢાંકતી આકૃતિઓની પટ પરંપરાની એમની ચિત્રપદ્ધતિ પણ નયનરમ્ય હતી. ૧૯૪૮માં “પ્રથમ પંદરમી ઓગસ્ટ ૧૯૫૮માં “કૃષ્ણ નવરસ દર્શન', ૧૯૬૦માં “સીતા ચરિત્ર' કર્યું. ત્યાર પછી કવિ કુલગુરુ કાલિદાસના સાહિત્યના અને રામચરિત માનસના પ્રભાવમાં “મેઘદૂતમ” ને “પુષ્પવાટિકા' જેવાં ચિત્રો સર્યા. ‘નવરસદર્શન'માં કૃષ્ણજીવનને કથનાત્મક રીતે મૂકવાની ઊંડી સૂઝ દેખાય છે. અને “પુષ્પવાટિકા' એ ત્રણસોથી વધારે ભારતીય વૃક્ષવેલીનું સુંદર આલેખન કરતું અદ્ભુત ચિત્ર પ્રવાસના શોખને કારણે સિત્તનવાસલ, અજંતા-ઈલોરા, દક્ષિણનાં મંદિરો, નર્મદા નદીનો કેનવાસ બોટ પ્રવાસ ને હિમાલય ટ્રેકીંગ એમણે કરેલા. અને જ્યાં જ્યાં જે જે ધર્મનાં મંદિરોમાં ચિત્રો હતાં, તેની સબળ અનુકૃતિ એમણે રેખાઓમાં કરેલી, જેનાં કેટલાંય નમૂનાઓ ભાવકોને આ પુસ્તકમાં જોવા મળશે. સિત્તેર વર્ષે પણ થેલામાં સ્કેચબુક તો હોય જ. ગંગાનો ઘાટ હોય, રામલીલા હોય, રાજસ્થાનનાં ગામડાનું તળાવ હોય, તરણેતરનો મેળો હોય, ગંગા કુંભસ્નાન હોય, દક્ષિણનું ફૂલબજાર હોય, સુરતનું પતંગ બજાર હોય કે ચિંતામણિ સ્વામીનું દેરાસર હોય, સતત મનમાં કંઈક આલેખી લેવાનો ઉત્સાહ તેમનામાં સતત રમ્યા કરતો. કશુંક કરવાનું રહી જાય છે તેવું સતત અનુભવતા અને તેથી જ મને લાગે છે કે જીવનના પાછલાં વર્ષોમાં જૈન ચિત્રકળા સાચવવાની એક દિશા એમને મળી. “રૂપ સંહિતા' નામના સમૃદ્ધ ભારતીય-રૂપ-રચનાના કલાકોશમાં બે હજારથી વધારે ડિઝાઈનો સંગ્રહિત છે, એનાં બીજ કદાચ ચિંતામણિ પાર્શ્વનાથની જાળીની લાકડાની ફ્રેમ પરની અનેક ભાતો રેખાઓથી આલેખી ત્યારે જ રોપાયાં હશે. “ભારતનાં ભીંતચિત્રો' ને “કલાદર્પણ' ગ્રંથોમાં ને “કુમાર”માં દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોની કળાનો વિશેષ પરિચય કરાવવાનો કદાચ પહેલો પ્રયાસ શ્રી વાસુદેવ સ્માર્સે કર્યો હતો. તેઓ જ્યાં જ્યાં ફર્યા, તે તે સ્થળોની નોંધ ડાયરી સ્વરૂપે પણ પ્રાપ્ત થઈ છે. કેટલીકવાર તૂટી જતાં જૈન મંદિરોને બચાવી લેવા તેઓ ટ્રસ્ટીઓને સમજાવતા, છાપાંમાં લેખ લખી એ વિશે જનજાગૃતિ આવે એ માટે પ્રયત્ન કરતા. ભંગારમાં એન્ટીક પીસ તરીકે કશુંક વેચાવાનું હોય તો સાચવી લેવા કે વેચાતું લઈ લેવા મિત્રોને કહેતા. દક્ષિણ ગુજરાતની કાષ્ઠકળા, જૈન ચિત્રોના ઉત્કૃષ્ટ નમૂનાઓ ઓછા બચાવી શકાયા છે. આરસપહાણનાં મંદિરોમાં નામની ૧૪ : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144