________________
કાર્યને અત્યંત વેગ મળ્યો. ગ્રંથ કોઈ પણ રીતે પ્રગટ કરવાના દઢ સંકલ્પ પાછળ એમની કળાપ્રીતિ અને પૂ. વાસુદેવકાકાએ કરેલા કાર્ય માટેનો આદર વારંવાર માણવા મળ્યાં એ મારું સૌભાગ્ય છે. આ કાર્ય એમની પ્રેરણા અને આશીર્વાદથી જ શક્ય બન્યું છે, જે માટે હું એમનો અત્યંત ઋણી છું.
સંશોધનની ચકાસણી, જૈન મંદિરોનાં અવલોકનો, ક્યાંક કોઈ ફેરફાર અને કંઈ પણ ન રહી જાય એ હેતુથી પૂ. કાકાના સંશોધનને સાથે રાખીને ભરૂચથી માંડીને વાપી સુધીના જૈન મંદિરોની વિગત જાણી, એ સ્થાનોનો પ્રવાસ કર્યો, નોંધ કરી અને કળાકીય રીતે શ્રી વાસુદેવ સ્માર્તની પુનર્નિર્માણકળા અને દસ્તાવેજીકરણની પ્રક્રિયામાંથી પસાર થયો. આ સમય દરમિયાન મારા આ કાર્યમાં સહભાગી થવા અને સમગ્ર સંશોધનને પરિમાર્જિત કરવા સુપ્રસિદ્ધ સર્જકવિવેચક ડૉ. શિરીષ પંચાલ અને કવિ-વિવેચક શ્રી જયદેવ શુક્લ પણ જોડાયા. અત્યંત વિકટ પરિસ્થિતિમાં એમણે ફાળવેલા સમયની નોંધ લઈ, આ કાર્ય સુપેરે પાર પાડવા માટે હું એમની અત્યંત આભારી છું. અંગ્રેજી આવૃત્તિ માટે લગભગ સર્જનની કક્ષાએ અનુવાદનું ઉચ્ચકક્ષાનું કાર્યત્વરાથી કરી આપવા માટે હું પ્રોફસેર શ્રી સનતુ ભટ્ટનો ખૂબ ખૂબ આભારી છું. ગ્રંથના ઐતિહાસિક સંદર્ભો જોઈ જઈ એમાં શુદ્ધિ-વૃદ્ધિ કરી આપવા માટે ડૉ. મોહન મેઘાણીનો પણ ઋણી
પૂ. કાકાની ગેરહાજરીમાં આ ગ્રંથનું સંપાદનકાર્ય અત્યંત વિકટ હતું. એમણે પટની ચારિત્રાત્મક વિશેષતાઓ નોંધી છે, પરંતુ પાછલાં વર્ષોમાં સામાજિક અને આર્થિક કરાણોસર જે અનેક પરિવર્તનો થયાં છે, એની નોંધ આવશ્યક છે. સુરતનાં બે-ત્રણ મંદિરોમાં જૂના પટને “રી-ટચ કરી નવા કરવાની ઉતાવળમાં એની બહુમૂલ્યતા અળપાઈ ગઈ છે. દૂરથી ખૂબ સુંદર લાગતો પટ, પાસે જઈને જોતાં આઘાત આપે છે. પટના ચિત્રકારની કલમની ઝીણવટ “રી-ટચ'ને કારણે ખંડિત થઈ, લાકડાના પટોને ઊધઈ લાગવાથી ખવાયા, નષ્ટ થયા. અંગત માવજતના અભાવથી જૈન કળાના આ ઉત્કૃષ્ટ નમૂનાઓને ખૂબ જ નુકસાન થયું છે. કાષ્ઠપટોમાં રાજસ્થાન અને મરાઠા શૈલીની અને સાથે ક્યાંક લોકશૈલીની અસર ધ્યાનપાત્ર છે.
૮: જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org