________________
કાષ્ઠપટની સાથે જ જૈનકળાના બે નમૂના જે ‘ફ્રેસ્કો’ પદ્ધતિ ભીંતચિત્ર તરીકે કરવામાં આવ્યા હતા, એની અનુકૃતિ પણ શ્રી વાસુદેવ સ્માર્ત કરી છે, જે પટ તરીકે આ ગ્રંથમાં સમાવવામાં આવ્યા છે. મૂળ તો “જૈન મંદિરોનાં મ્યુરલ ચિત્રો' વિષય હેઠળ એમણે નોંધ કરી છે. એટલે નેવું ટકા કાષ્ઠપટની જ પરંપરામાં ચિત્રો થયા છે એમ કહી શકાય. ફક્ત બે મંદિરોમાં જ આ ‘ફેસ્કો” પેઈન્ટીંગ્સ મળ્યાં. એક, રાંદેરના આદીશ્વરનાથના દહેરામાંથી “નંદીશ્વર દ્વીપ અને બીજું અંકલેશ્વરમાંથી ‘ઢાઈ દ્વીપ'. દસ્તાવેજ અને ચિત્રકળાની રીતે ઉત્કૃષ્ટ બંને ચિત્રોની વિગત, આથી અહીં સમાવવામાં આવી છે. બંને ચિત્રો હવે લગભગ નષ્ટપ્રાય થવાની દિશામાં છે.
છેલ્લે, આ કાષ્ઠપટની પરંપરા કેવી રીતે બદલાય છે એ નોંધીએ તો ખ્યાલ આવશે કે કળાની મૂળભૂત સંવેદના લુપ્ત થઈ છે અને એને બદલે સામાજીકરણ અને સંપત્તિનો ઠઠારો વધુ દેખાય છે. સમકાલીન પટ “આમોદના શીર્ષક હેઠળ બે પટચિત્રોની છબિઓ સાથે છે. લગભગ સિત્તેર વર્ષ પહેલાં બનેલ, પટમાં ચિત્રકામને બદલે આરસ કે લાકડાનું કોતરકામ છે એટલે પટનું માધ્યમ બદલાય છે. અર્ધ શિલ્પ છે. વિષયમાં એ જ પરંતુ ઝાડ અને પહાડ વધારે, માનવીય આકૃતિઓ ઓછી થતી જાય છે અને વિગતાલેખન ઓછું થયું છે. તીર્થયાત્રાના રસ્તા પર મોટર-ગાડી, આધુનિક અંગ્રેજ અસરના પહેરવેશ જોવા મળે છે અને રંગો પણ એકદમ ઓછા થઈ ગયા છે, એટલે શહેરી અસર દેખાય છે. છેલ્લાં પચાસ વર્ષમાં જૂના જૈન મંદિરો તૂટ્યાં અને આરસનાં મંદિરો બંધાયાં જેની અસરમાં આરસના પટો બન્યા, મૂળ કળાનો એકાએક ધ્વંસ થયો. મોટાભાગનાં મંદિરોમાં આ રીતે આરસના પટ અથવા કાચના રંગીન ટુકડાઓથી મોઝેઈક સ્ટાઈલના ભદાં ચિત્રો જોવા મળે છે.
જે કાંઈ સચવાયું છે, તે બધું જ લગભગ આ કળાગ્રંથમાં મૂકવાનો નમ્ર પ્રયાસ છે. શ્રી વાસુદેવ સ્માર્તના કાર્યને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી, જે તે મંદિરોની છબિઓ મૂકીને, દસ્તાવેજીકરણ વધારે સઘન કરવું અત્યંત આવશ્યક હતું અને તે શક્ય બન્યું છે. હવે જ્યારે આ કળાકૃતિઓ હવે થોડે ઘણે અંશે સચવાયેલી છે ત્યારે એને સાચવવા આ કળાકારે ભવ્ય પુરુષાર્થ આદર્યો અને એ રીતે જૈન ધર્મની મોટી સેવા કરી છે, જેની નોંધ સમગ્ર ભારત કે દુનિયાએ લેવી પડશે.
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૯
Jain Education Intemational
ucation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org