________________
સંપાદકીય
શ્રી વાસુદેવ સ્માર્ત દ્વારા સંશોધિત-આલેખિત-ચિત્રિત દક્ષિણ ગુજરાતની જૈન કળાપરંપરા પર આધારિત આ કળાગ્રંથ સહૃદય ભાવકોના હાથમાં મૂક્તાં હું આનંદની લાગણી અનુભવું છું. તે સાથે મને પૂ. વાસુદેવકાકાની ગેરહાજરી ખૂબ સાલે છે. ૧૯૯૩-૯૪ દરમિયાન સંશોધન-અનુકૃતિનું આ મહત્ત્વનું કાર્ય ખૂબ જ રસપૂર્વક એમણે કર્યું. દક્ષિણ ગુજરાતમાં વાપીથી માંડીને આમોદ-ભરૂચ સુધીનો પ્રવાસ એમણે કર્યો, નોંધ કરી, ચિત્રો જોયાં, સ્કેચ કર્યા, ફોટોગ્રાફ કર્યો, લેખ કર્યા અને સમગ્ર અવલોકન પછી બે ટાઈપ કરેલા પુસ્તકો જાતે રસ લઈને તૈયાર કર્યો. તેઓ પોતે ઇતિહાસકાર ન હતા, પરંતુ ચિત્રકાર હતા, એટલે એમનો મૂળ રસ, નષ્ટ થઈ જતાં ચિત્રોની અનુકૃતિ કરી જૈન કળાના અદ્ભુત નમૂના સાચવી લેવાનો હતો. સુરત, ભરૂચ, અંકલેશ્વરનાં જૈન મંદિરોનું મહત્ત્વનું દસ્તાવેજીકરણ કરવાનો એમનો આ કલાકીય અભિગમ હતો. તેઓ ધર્મની કલાથી નહીં, તેટલા કળાના ધર્મથી પ્રેરાયા અને આ અમૂલ્ય વારસાને સાચવી લીધો.
આ કાર્યના અનુમોદન માટે જૈન ધર્મ અને કળાનાં પાસાંઓના વિદ્વાન, આચાર્ય ભગવંત આદરણીય શ્રી વિજયશીલચન્દ્રસૂરિજી અને આચાર્ય ભગવંત શ્રી પ્રદ્યુમનવિજયસૂરિજી મહારાજ સાહેબે પૂ. વાસુદેવ- કાકાના આ સમગ્ર કળા-ખજાનાને જોયો, વધાવ્યો અને કાર્ય આગળ ધપાવવા શુભ આશીર્વાદ સાથે પ્રોત્સાહનબળ પૂરું પાડ્યું. સવિશેષ આનંદની વાત એ કે આચાર્ય ભગવંત શ્રી વિજયશીલચન્દ્રસૂરિ મહારાજ સાહેબે આ કાર્યને પ્રકાશિત કરવાનો વિચાર દર્શાવ્યો. ૧૯૯૮ની વહેલી સવારે શ્રી વિજયશીલચન્દ્રસૂરીજીએ શ્રી વાસુદેવ માના ઘરના ચિત્રખંડની મુલાકાત લીધી ત્યારે ફરી વાર પ્રકાશનની વાત કરી. અને પૂ. કાકાની હાજરીમાં જ ગુણીજન - કલારસિક શ્રાવક શ્રી સેવંતીભાઈ મહેતાએ પ્રકાશનના આહ્વાનને સ્વીકારી લીધું. આમ જૈન ધર્મની ઉત્કૃષ્ટ કળા પરંપરાને સાચવવાની એક મોટી ઘટનાના સાક્ષી બનવાની સુભગ તક મને સાંપડી.
કશુંક નક્કર થાય, એ પહેલાં જ ૨૪મી ઓગસ્ટ ’૯૯ના રોજ શ્રી વાસુદેવ સ્માર્તનો અચાનક દેહવિલય થયો. પૂ. કાકાના મૃત્યુ બાદ આશ્વાસનપત્રમાં ફરી વાર આચાર્ય શ્રી શીલચન્દ્રજીએ ગ્રંથ પ્રકાશનની અને મને પૂ. કાકાના અધૂરા રહી ગયેલા કાર્યને આગળ ધપાવવાની પ્રેરણા આપી. ૨૦૦૧માં એમનો ચાતુર્માસ સુરતમાં જ હોવાથી આ
જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૭
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org