________________
બપોરે સંઘના અગ્રણીઓ મને પૂછવા આવ્યા કે નવું દહેરાસર તેઓ બાંધવા માંગે છે; મારો એ માટે શો અભિપ્રાય ?
મેં કહ્યું : તમે દહેરાસર નવું બનાવશો, પણ આ સ્પન્દનો ક્યાંથી લાવશો ?
વણોદ (શંખેશ્વર તીર્થ પાસે) જેવા પ્રાચીન, ઐતિહાસિક ધરોહરથી સભર સ્થાનમાં જાઉં છું ત્યારે ઊતરવાનું ભલે બીજા ઉપાશ્રયમાં હોય; આચાર્ય શ્રી શીલગુણસૂરિજીની પોસાળમાં થોડીવાર બેસવાનું મન તો થાય જ. દેશી નળિયાંથી છાયેલા, લાકડાના થાંભલાવાળા એ અપાસરામાં બેસવાનું સુખ હોય છે અતીત સાથે પોતાને સાંકળવાનું.
કેમ જાણે, એ પ્રાચીન વાતાવરણ બહુ જ ગમતું હોય છે... અણજાણ અતીતનો કો'ક છેડો ત્યાં પહોંચે તો છે જ. જોકે આ રહસ્યાવૃત્તતા પણ ઓછી મોહક તો નથી જ.
મંદિરનું ભોંયરું, ત્યાંનું ઘેરું અંધારું, ગાયના ઘીના દીવાનો ઝીલમિલાતો પ્રકાશ; એક અપાર્થિવ વાતાવરણમાં આપણને લઈ જાય છે. સદીઓની અનુભૂતિની ધારા પર આ સ્થાપત્યોની મોહક માંડણી હતી.
ગર્ભગૃહમાં રહેલી ચાંદીની મંડપિકાઓ (માંડવીઓ), પીત્તળની કમનીય દીપિકાઓ, મંડપમાં રહેલાં ઝુમ્મરો અને હાંડીઓ, ભીંતચિત્રો, પીત્તળનાં કમનીય દ્વારો અને દ્વારશાખો, એક નવી જ દુનિયામાં એ ભાવકને લઈ જાય છે.
ખંભાત અને રાધનપુરના દહેરાસરોને મન ભરીને જોયાં છે. રાધનપુરના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય અને શ્રી આદિનાથ જિનાલયમાં આરસ પરનું સોનેરી ચિત્રકામ... શો ભાવવિન્યાસ ! રાધનપુરના જ ભાની પોળના શ્રી શાંતિનાથ જિનાલય અને અખી દોશીની પોળના જિનાલયની છતનું ઉપસેલું સોનેરી ચિત્રકામ (જિર્ણોદ્ધારની પ્રક્રિયા પછી હવે એ નથી.) આ બધું જ સંમોહક લાગ્યા કરતું. આજે બંધ આંખે પણ રાધનપુર(ઘણો સમય ત્યાં પસાર કરેલ હોઈ)નાં દહેરાસરોનાં તે મોહક પરિસરોને અનુભવી શકું છું. ત્યાંના જ, ભોંયરા શેરીના શ્રી અજિતનાથ જિનાલયમાં આવેલ કાષ્ઠનું વિશાળ સમવસરણ... કેવી કેવી કલાકૃતિઓ આપણા પાસે હતી...
વાસુદેવભાઈ સ્માર્તનું નામ, કળાજગતમાં, એવડું મોટું છે કે એ નામની આગળ કે પાછળ કોઈ વિશેષણ કે પરિચય સૂચક લખાણની જરૂરત ન રહે. આવા કળામવિદ્નો આવો સંગ્રહ મેળવવો તે આપણા માટે આનંદની વાત
છે.
રૂપકડા પ્રકાશનની પાછળની પ્રેરણા છે વિદ્વર્ય આચાર્યપ્રવર શ્રી શીલચન્દ્રસૂરિજીની. પ્રસ્તુતિ પાછળની કળાસૂઝ છે શ્રી સેવંતીભાઈ મહેતાની. સુંદ૨ મુદ્રણ છે આર્ચરનું.
કાર્તિક સુદિ ૧, વિ.સં. ૨૦૫૮ પાલનપુર
૪ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
Jain Education International
For Private & Personal Use Only
-
::
આચાર્ય યશોવિજયસૂરિ
www.jainelibrary.org