________________
ખરતરગચ્છની પટ્ટાવલી
૧૧
રાજા વીરાત્ ૪૭૦ વર્ષે થયો.
પાદલિપ્તસૂરિએ ‘તરંગવતી’ કે ‘તરંગલોલા' નામે પ્રાકૃત કથા રચી હતી, જે આજે પ્રાપ્ય નથી. એમના “નિર્વાણકલિકા' વગેરે બીજા ગ્રંથો પ્રાપ્ય છે. એમની વિચક્ષણતા અને પ્રત્યુત્પન્નમતિની કથાઓ પ્રચલિત છે.
- સિદ્ધસેન દિવાકર જેન ન્યાયસાહિત્યના આદિ પુરસ્કર્તા છે. એમના “ન્યાયાવતાર' સન્મતિતર્ક “કલ્યાણમંદિરસ્તોત્રમ્ આદિ ઘણા ગ્રંથો છે. એમના ચરિત્ર અને સાહિત્ય માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પ્રકરણ ત્રીજું.]
૧૬. વજૂ ઃ ગોત્ર ગૌતમ, પિતા ધનગિરિ, માતા સુનન્દા. જન્મ તુમ્બવનગ્રામમાં વીરા, ૪૯૬ વર્ષે થયો. ગૃહસ્થ તરીકે ૮ વર્ષ, વતી તરીકે ૪૪ વર્ષ અને સૂરિ તરીકે ૩૬ વર્ષ રહ્યા. વીરાતુ ૫૮૪ વર્ષે ૮૮ વર્ષની ઉંમરે કાલવશ થયા. તેઓ સિંહગિરિ પાસેથી ૧૧ અંગ શીખ્યા. ત્યાર પછી તેઓ બારમું દષ્ટિવાદાંગ દશપુરથી અવન્તી (ઉજ્જયિની)માં ભદ્રગુપ્ત પાસે શીખવા ગયા. દશ પૂર્વ જાણનારામાં તે છેલ્લા હતા. (વજૂસ્વામિતો દશમપૂર્વ-ચતુર્થસંહનનાદિયુચ્છેદ) અને તેમણે જૈન ધર્મનો પ્રસાર દક્ષિણ તરફના બૌદ્ધ રાજ્યમાં કર્યો. વજૂશાખા થઈ.
જેમણે આકાશગામિની-વિદ્યાથી સંઘરક્ષા કરી, દક્ષિણ દિશામાં બૌદ્ધ રાજ્યમાં જિનેન્દ્રપૂજાનિમિત્તે પુષ્પાદિ લાવીને પ્રવચન પ્રભાવના કરી, જેઓ દેવથી વંદાયા, અને જેઓ દશપૂર્વવિદ્રમાં અપશ્ચિમ – છેલ્લા હતા. ક્ષ.
વિજૂને જાતિસ્મરણજ્ઞાન હતું. એમની દીક્ષા વીર સં.૨૦૪, યુગપ્રધાનપદ વીર સં.૫૪૮. સ્વર્ગગમન રથાવર્તગિરિ પર અનશનપૂર્વક.
ભદ્રગુપ્ત માટે જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૧૩ના પેટામાં.]
વીરાતુ પ૨૫ વર્ષે શત્રુંજય તીર્થનો ઉચ્છેદ થયો. અને વીરાતુ પ૭૦માં તે તીર્થનો પુનરુદ્ધાર જાવડે કર્યો. વીરાત્ ૫૪૪માં વૈરાશિક નિલવમતને રોહગુમે ઉત્પન્ન કર્યો.
૧૭. વજૂસેન : ગોત્ર ઉત્કોશિક ? તેમણે સોપારકમાં શ્રેષ્ઠી જિનદત્ત અને તેની સ્ત્રી ઈશ્વરીના ચાર પુત્ર નામે નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર કે જે ચારે, ચાર કુલોના સ્થાપક હતા, તેમને જૈનધર્મદીક્ષિત કર્યા.
એકદા બારદુકાળી અંતે વજૂસ્વામીના વચનથી સોપારકે જઈને જિનદત્ત શ્રેષ્ઠીની ભાર્યા નામે ઈશ્વરીએ લક્ષ મૂલ્યનું ધાન્ય લાવી રસોઈ માટે અગ્નિ પર ચડાવી હાંડલીમાં વિષ નાખેલું જોઈને ‘પ્રાતઃકાલે સુકાલ થશે એવું જણાવી વિષનિક્ષેપ નિવારી નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ, વિદ્યાધર નામના ચાર સકુટુંબ શ્રેષ્ઠિપુત્રોને પ્રવજ્યા આપી. તે પરથી સ્વસ્વનામથી અંકિત ચાર કુલો થયાં. ક્ષ.
નાગેન્દ્રકુલાદિની પરંપરા જુદી થઈ છે પણ તેની અખંડ પટ્ટપરંપરા ઉપલબ્ધ નથી. નાગેન્દ્રકુલમાં જંબૂએ જિનશતક' રચ્યું ને તેના પર તેના શિષ્ય સાઅમુનિએ ટીકા રચી વિ.સં.૧૦૨૫. નાગેન્દ્રગચ્છમાં મહેન્દ્રસૂરિ–શાંતિસૂરિ–આનંદ અને અમરસૂરિ-હરિભદ્રસૂરિ-વિજયસેનસૂરિ (કે જેમણે વિ.સં. ૧૨૮૮માં વસ્તુપાલ-તેજપાલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org