________________
૧૨
જૈન ગૂર્જર કવિઓ : ૯
ગિરનાર પરના મંદિરમાં પ્રતિષ્ઠા કરી) થયા. મો.દ.દે.
વિજૂસેનસૂરિ જન્મ વીર સં.૪૯૨, દીક્ષા વીર સં.૨૦૧ સિંહગિરિ પાસે, ગચ્છનાયકપદ વીર સં૫૮૪, યુગપ્રધાનપદ વીર સં.૬૧૭, સ્વર્ગગમન ૧૨૮ વર્ષની ઉંમરે વીર સં. ૬૨૦માં. જુઓ તપા. પટ્ટાવલી ક્ર. ૧૪.]
૧૮. ચંદ્ર ઃ ગૃહસ્થ તરીકે ૩૭ વર્ષ, વતી તરીકે ૨૩ અને સૂરિ તરીકે ૭ વર્ષ એટલે બધાં મળી ૬૭ વર્ષ જીવ્યા.
ચંદ્રથી ચાજકુલ પ્રસિદ્ધ થયું. આથી જ અમારા ગચ્છમાં હજુ પણ બૃહદ્દીક્ષા અવસરે “અહાણે કોડિઓ ગણો, વયરી સાહા, ચંદ્ર કુલ, અમુગ ગણનાયગા, અમુગ મહોજઝાયા સંતિ, મહત્તરા નત્યિ” એવો પાઠ નવીન શિષ્ય પ્રતિ આચાર્ય પાસે રહેલા વૃદ્ધો સંભળાવે છે એવો સંપ્રદાય છે. ક્ષ.
[ચંદ્રસૂરિ જન્મ સોપારાના શ્રેષ્ઠી જિનદત્ત અને ઈશ્વરીથી વીર સં.પ૭૬, દીક્ષા વીર સં.પ૯૨, સૂરિપદ વીર સં.૬૦૬, યુગપ્રધાનપદ વીર સં.૬૨૦, સ્વર્ગગમન વીર સં.૬૪૩ કે ૬૫૦.]
તે જ સમયે પુરોહિત સોમદેવ અને તેની ભાર્યા રુદ્રસોમાના પુત્ર આર્ય રક્ષિત દશપુરમાં વસતા હતા. તે પોતે વજૂ પાસેથી નવ પૂર્વ અને દશમા પૂર્વનો એક ખંડ શીખ્યા અને પોતે તે સર્વ પોતાના શિષ્ય દુર્બલિકાપુષ્યમિત્રને શીખવ્યા.
વીરાતુ ૫૮૪ વર્ષે ગોષ્ઠામાહિલે સાતમો નિહ્નવમત ઉત્પન્ન કર્યો. વીરાતુ ૬૦૯ વર્ષે દિગમ્બરોની ઉત્પત્તિ થઈ.
આર્ય રક્ષિતે સાર્ધ નવ પૂર્વ શીખીને સમગ્ર નિજ કુટુંબને પ્રતિબોધ્યું અને જિનશાસન પ્રભાવના કરનાર તેઓ થયા. તેમના શિષ્ય દુર્બલિકાપુષ્યમિત્રસૂરિ થયા.
લિ.
| [આર્ય રક્ષિતસૂરિએ વીર સં.પ૯૨ લગભગમાં ચાર અનુયોગો જુદા પાડ્યા અને એ રીતે આગમોને ચિરંજીવ બનાવ્યા છે. આજે આ અનુયોગો પ્રમાણે જ આગમોનું અધ્યયન-અધ્યાપન થાય છે. આર્ય રક્ષિત તથા દુર્બલિકાપુષ્યમિત્ર માટે જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૧૪.]
૧૯. સમત્તભદ્ર ઃ તેમનું વનવાસી પણ નામ હતું.
સિમન્તભદ્ર અધિકાંશતઃ વન ને નિર્જન પ્રદેશોમાં વિહરતા હતા તેથી વનવાસી કહેવાયા અને એમનાથી વનવાસીગચ્છ કહેવાયો. “આપ્તમીમાંસા' યુકૃત્યનુશાસન' “સ્વયંભૂસ્તોત્ર' વગેરે ગ્રંથોના રચનાર અને દિગંબર લેખાતા મહાન નૈયાયિક સમન્તભદ્ર (જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૧૮૦) તે શ્વેતામ્બરોને માન્ય આ સમન્તભદ્ર જ કેમ ને એમનો સમય વીર સં. સાતમી સદી જ કે કેમ તે પ્રશ્નો છે.]
૨૦. દેવ : અપરના વૃદ્ધ.
૧. સાત નિલવો સંબંધી જુઓ વેબરનો ધર્મસાગરકૃત ‘કુપક્ષકૌશિકાદિત્ય’ પર લેખ, બર્લિન એકેડેમી, ૧૮૮૨, પૃ.૭૯૪. દિગંબરો, સંબંધી તે જ લેખ પૃ.૭૯૬-૮૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org