________________
ખરતરગચ્છની પટ્ટાવલી
[શ્રુતકેવલી. જન્મ વી૨ સં.૬૬. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૬.]
૮. ભદ્રબાહુ : ગોત્ર પ્રાચીન. તેમણે ઉપસર્ગહરસ્તોત્ર, કલ્પસૂત્ર, અને આવશ્યક, દશવૈકાલિક વગેરે ૧૦ શાસ્ત્રો પર નિર્યુક્તિઓ રચી. ગૃહસ્થપણે વર્ષ ૪૫, વ્રતી તરીકે ૧૭ અને યુગપ્રધાન તરીકે ૧૪ વર્ષ રહ્યા. અને વીરાત્ ૧૭૦ વર્ષે ૭૬ વર્ષની વયે દેવગત થયા.
ભદ્રબાહુ ચૌદ પૂર્વધર હતા.
[શ્રુતકેવલી. બ્રાહ્મણ જ્ઞાતિ. જન્મ પ્રતિષ્ઠાનપુરમાં વીર સં.૯૪. ૧૨ વર્ષ સુધી મહાપ્રાણ ધ્યાનના રૂપમાં ઉત્કટ યોગની સાધના કરી હતી. તેમણે સ્થૂલભદ્રને ચૌદ પૂર્વની વાચના આપી હતી. એમના અન્ય ગ્રંથો માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો ૨૬. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૬.]
૯. સ્થૂલભદ્ર : (સમ્મૂતિવિજયના શિષ્ય. અહીં ભદ્રબાહુના શિષ્ય મૂકી દીધા છે.) જન્મ પાટલીપુત્ર, ગોત્ર ગૌતમ, પિતા શકટાલ/શકડાલ કે જે નવમા નંદના મંત્રી હતા, માતા લાછલદેવી (હેમચંદ્રના પરિશિષ્ટપર્વમાં લક્ષ્મીવતી). તેઓ કોશા નામની વેશ્યાને જૈન ધર્મમાં લાવ્યા. તે ૧૪ પૂર્વના જાણનારમાં છેલ્લા હતા. પણ તેમાં ફેરફાર નીચે પ્રમાણે કરવો જોઈએ :
દશપૂર્વાણિ વસ્તુન્દ્વયેન ન્યૂનાનિ સૂત્રતોત્યંતૠ પપાઠ, અન્ત્યાનિ ચત્વારિ પૂર્વાણિ તુ સૂત્રત એવાધીતવાન્નાર્થત ઇતિ વૃદ્ધપ્રવાદઃ ।
તેઓ ગૃહસ્થ તરીકે ૩૦ વર્ષ, વ્રતી તરીકે ૨૦ અને સૂરિ તરીકે ૪૯ વર્ષ રહ્યા. વીરાત્ ૨૧૯ વર્ષે ૯૯ વર્ષની વયે દેવગત થયા.
[તેઓ મૂળ નાગરબ્રાહ્મણ હતા. જન્મ વી૨ સં.૧૧૬, દીક્ષા વી૨ સં.૧૪૬, સૂરિપદ વીર સં.૧૭૦, સ્વર્ગગમન વીર સં.૨૧૫ અનશનપૂર્વક, વૈભારગિરિ ૫૨. જુઓ તપા. પટ્ટાવલી ૬.૭.]
વીરાન્ ૨૧૪ વર્ષે અવ્યક્ત નામનો ત્રીજો નિહ્લવમત આષાઢાચાર્યે ઉત્પન્ન કર્યો. વીરાત્ ૨૨૦ વર્ષે સામુચ્છેદિક નામનો ચોથો નિહ્લવમત અશ્વમિત્રે ઉત્પન્ન કર્યો. અને વીરાત્ ૨૨૮ વર્ષે ગંગ (દ્વિક્રિય) નામનો પાંચમો નિર્ભવ થયો.
ગંગને એકસ્મિન્ સમયે અનેક ક્રિયોપયોગવાદી જણાવેલ છે. ક્ષ. ૧૦–૧૧. આર્ય મહાર અને તેના લઘુ ગુરુભ્રાતા આર્ય સુહસ્તિ.
૧૦. મહાગિરિ : ગોત્ર એલાપત્ય, ગૃહસ્થ તરીકે ૩૦ વર્ષ, વ્રતી તરીકે ૪૦ વર્ષ અને સૂરિ તરીકે ૩૦ વર્ષ રહ્યા. વીરાત્ ૨૪૯ વર્ષે (સામાન્ય રીતે વી૨ાત્ ૨૪૫ વર્ષ) ૧૦૦ વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો.
[તેમનો જન્મ વીર સં.૧૪૫, દીક્ષા વીર સં.૧૭૫, યુગપ્રધાનપદ વી૨ સં.૨૧૫, સ્વર્ગગમન દશાર્ણ દેશના ગજેન્દ્રપદતીર્થમાં. તેઓ દશ પૂર્વધર તથા તપસ્વી હતા. જુઓ તપા. પટ્ટાવલી ક્ર.૮.
૧૧. સુહસ્તિનૢ : ગોત્ર વાસિષ્ઠ. ગૃહસ્થ તરીકે ૩૦ વર્ષ, વ્રતી તરીકે ૨૪ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org