________________
જૈન ગૂર્જર કવિઓ: ૯
ભદ્દિલ્લા; ગૃહસ્થપણે ૫૦ વર્ષ, છદ્મસ્થ તરીકે ૪૨ વર્ષ અને કેવલી તરીકે ૮ વર્ષી રહ્યા. વીરાત્ ૨૦ વર્ષે ૧૦૦ વર્ષની વયે નિર્વાણ પામ્યા.
[કોલ્લાકગ્રામ પ્રાચીન મગધમાં. બ્રાહ્મણ જ્ઞાતિ. જન્મ વિ.સં.પૂ.૫૫૦. એમણે ગૂંથેલા બાર અંગગ્રંથો પરંપરામાં સ્વીકૃત બન્યા છે.
८
૩. જમ્મૂ : જન્મ રાજગૃહમાં, ગોત્ર કાશ્યપ, પિતા શ્રેષ્ઠી ઋષભદત્ત, માતા ધારિણી. ગૃહસ્થ તરીકે ૧૬ વર્ષ, છદ્મસ્થ તરીકે ૨૦ વર્ષ અને કેવલી તરીકે ૪૪ વર્ષ રહ્યા. વીરનિર્વાણ પછી ૬૪ વર્ષેઃ ૮૦ વર્ષની વયે નિર્વાણ પામ્યા. આ છેલ્લા કેવલી
હતા.
[શ્રુતકેવલી જંબૂસ્વામી જન્મ વી૨ સં.પૂ.૧૬, દીક્ષા વીર સં.૧, કેવળજ્ઞાન વીર સં.૨૦, નિર્વાણ વી૨ સં.૬૪ મથુરામાં. જુઓ તપાગચ્છ પટ્ટાવલી ક્ર.૨.
૪. પ્રભવ : ગોત્ર કાત્યાયન, પિતા જયપુરના રાજા વિંધ્ય, ગૃહસ્થપણે ૩૦ વર્ષ, સામાન્ય વ્રતી તરીકે ૪૪ (કોઈ કહે છે ૬૪) વર્ષ અને આચાર્ય તરીકે ૧૧ વર્ષ રહ્યા. મરણ વીરના નિર્વાણ પછી એટલે વીંરાત્ ૭૫ વર્ષે ૮૫ (અથવા ૧૦૫) વર્ષની વયે થયું.
[શ્રુતકેવલી પ્રભવસ્વામી જન્મ વી૨ સં.પૂ.૩૦. પિતા દ્વારા અન્યાય થતાં ડાકુ બન્યા અને શ્રેષ્ઠી ઋષભદત્તને ત્યાં ધાડ પાડતાં જંબૂના ઉપદેશથી તેમની સાથે દીક્ષા વીર સં.૧, યુગપ્રધાનપદ વીર સં.૬૪, નિર્વાણ વીર સં.૭૫.]
૫. શમ્ભવ : જન્મ રાજગૃહ, ગોત્ર વાત્સ્ય. તેમણે શાંતિજિનની પ્રતિમાનાં દર્શન કરવાથી જૈન દીક્ષા લીધી, પોતાના પુત્ર મનક વાસ્તે દશવૈકાલિક-સૂત્ર રચ્યું. ૨૮ વર્ષ ગૃહસ્થાશ્રમમાં, ૧૧ વર્ષ વ્રતી તરીકે અને ૨૩ વર્ષ આચાર્ય તરીકે ગાળ્યાં. વીરાત્ ૯૮ વર્ષે ૬૨ વર્ષની વયે સ્વર્ગ પામ્યા.
[શ્રુતકેવલી શય્યમ્ભવ જ્ઞાતિએ બ્રાહ્મણ. દીક્ષા વીર સં.૬૪. પુત્ર મનકે એમની પાસે દીક્ષા લીધેલી. જુઓ તપા. પટ્ટાવલી ૬.૪.]
૬. યશોભદ્ર : ગોત્ર તુંગીયાયન, ગૃહસ્થપણે ૨૨ વર્ષ, વ્રતી તરીકે ૧૪ વર્ષ અને આચાર્ય તરીકે ૫૦ વર્ષ રહ્યા. વીરાત્ ૧૪૮ વર્ષે ૮૬ વર્ષની વયે સ્વર્ગસ્થ થયા. [શ્રુતકેવલી અને ચૌદ પૂર્વધર. જ્ઞાતિએ બ્રાહ્મણ.]
૭–૮. સમ્મૂતિવિજય અને તેમના લઘુ ગુરુભ્રાતા ભદ્રબાહુ :
૭. સમ્મૂતિવિજય : ગોત્ર માઢર, ગૃહસ્થપણે વર્ષ ૪૨, વ્રતી તરીકે ૪૦, યુગપ્રધાન તરીકે ૮ વર્ષ ગાળ્યાં અને વીરાત્ ૧૫૬ વર્ષે ૯૦ વર્ષની ઉંમરે ગત થયા.
૧. સરખાવો હેમાચાર્યનું પરિશિષ્ટ પર્વ ૪, ૬૧ : શ્રી વીરમોક્ષદિવસાદપ હાયનાનિ
ચારિ ષષ્ટિપિ ચ વ્યતિગમ્ય જમ્મૂઃ | કાત્યાયનું પ્રભવમાત્મપદે નિવેશ્ય કર્મક્ષયણ પદમવ્યયમાસસાદ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org