________________
|| ૐ અહમ્ || ખરતરગચ્છની પટ્ટાવલી
અંગ્રેજીમાં લેખક ડૉ. જોહનેસ ક્લાટ પીએચ.ડી. (બર્લિન) ડૉ. ભાઉ દાજીએ રૉયલ એશિઆટિક સોસાયટીની મુંબઈ શાખા પાસે નિબંધ વાંચ્યો હતો તેમાં તેમણે મેરતંગની “ઘેરાવલી” અને બીજાં પુસ્તકોને આધારે જૈનોના પ્રાચીન ઇતિહાસ પર ઘણો પ્રકાશ પાડ્યો હતો. આ પૃષ્ઠોમાં જૈનોના બે મુખ્ય ગચ્છ ખરતરગચ્છ અને તપાગચ્છની પટ્ટાવલીઓમાંથી સૌથી અગત્યની તારીખ - કાલ હું આપીશ. આ સર્વ ૨૨ હસ્તલિખિત પ્રતોમાંથી લીધું છે. તેમાંથી ૨૦ પ્રતો મુંબઈથી મુંબઈના કેળવણી ખાતાના ડાયરેક્ટર કે. એમ. ચેટ્રફીલ્ડની સહાયતાથી મળી છે તેથી તેમનો ઉપકાર માનું છું અને બીજી બે પ્રતો બર્લિનમાંથી મેળવી છે.
(બ્રહ) ખરતરગચ્છની પટ્ટાવલી ૧. મહાવીરઃ કુલ ઈક્વાકુ, ગોત્ર કાશ્યપ, પિતા ક્ષત્રિયકુંડ ગ્રામના રાજા સિદ્ધાર્થ માતા ત્રિશલા; જન્મ ચૈત્ર શુદિ ત્રયોદશી, નિર્વાણ ચતુર્થ આરાના અંત પહેલાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહિને પાપા શહેરમાં ૭૨ વર્ષની ઉંમરે કાર્તિક અમાવાસ્યાને દિને થયું. તેમને ૧૧ મુખ્ય શિષ્યો - ગણધરો હતા.
તેમના પ્રથમ શિષ્ય ગૌતમ ઉર્ફે ઇન્દ્રભૂતિ હતા. તેમના ગોત્રનું નામ ગૌતમ, પિતાનું નામ બ્રાહ્મણ વસુભૂતિ, માતાનું નામ બ્રાહ્મણી પૃથ્વી હતાં. જન્મ મગધના ગોબર ગ્રામમાં થયો. નિર્વાણ વીરના નિર્વાણ પછી વીરા, ૧૨ વર્ષે ૯૨ વર્ષની ઉંમરે રાજગૃહમાં પામ્યા. ગૌતમે દીક્ષિત કરેલા સાધુઓ પોતાની પહેલાં ગત થવાથી, અને બીજા નવ ગણધરોએ પોતાના શિષ્ય સાધુઓ સુધર્માને સોંપી દેવાથી, પાંચમાં ગણધર સુધર્માની પાટ ગણાઈ અને તે પાટ પાંચમા આરાના અંતે થનાર દુ:પ્રસહસૂરિ સુધી ચાલશે.
વીર પછી ૧૫ વર્ષ ગયા પછી જમાલિ નામનો પહેલો નિતવ થયો. અને ૧૬ વર્ષ ગયા પછી તિષ્યગુપ્ત (પ્રાદેશિક) નામનો બીજો નિહ્નન થયો.
[મહાવીરનો જન્મ વિ.સં.પૂ.પ૪૩ મગધ દેશ - આજના બિહારમાં, નિર્વાણ વિ.સં.પૂ.૪૭૦. દીક્ષા ૩૦ વર્ષની ઉંમરે, દીક્ષાતિથિ માગશર વદ ૧૦, કેવળજ્ઞાન તે પછી સાડા બાર વર્ષે, તિથિ વૈશાખ સુદ ૧૦, તે પછી ૩૦ વર્ષનો ઉપદેશકાળ. નિર્વાણતિથિ કાર્તિક વદ ૧૪ પણ ગણાય છે. પાપા શહેર તે પાવાપુરી.
ઇન્દ્રભૂતિ ગૌતમનો જન્મ વિ.સં.પૂ.પપ૧, દીક્ષા વિ.સં.પૂ.પ૦૦ વૈશાખ સુદ ૧૧.
મહાવીરના નવ શિષ્યો – ગણધરો એમની વિદ્યમાનતામાં જ અનશન કરી નિણ પામ્યા હતા.].
૨. સુધર્મા જન્મ કોલાકગ્રામમાં, ગોત્ર અગ્નિવૈશ્યાયન, પિતા ધમિલ, માતા
૯-૨ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org