________________
જૈન ગૂર્જર કવિઓ : ૯
સામગ્રી જોડાઈ ગઈ લાગે છે. પ્રતિમાલેખોની સામગ્રી દેશાઈએ જ નાખેલી છે ને તે ઘણી વાર આવી રીતે આવે છે. આ આવૃત્તિમાં દેશાઈની સામગ્રીને મૂળ સામગ્રીની સાથે જ પણ ત્રાંસાં બીબાંમાં મૂકવાનું રાખ્યું છે, પણ ઉપર્યુક્ત કારણથી એ સો ટકા ખાતરીપૂર્વક નથી થઈ શક્યું. પાદટીપમાં કેટલીક વાર છેડે ‘ક્લાટ' “મો.દ.દે.' એમ નામો મળે છે એ દર્શાવે છે કે કોઈ પાદટીપ ક્લાટની પણ હશે. પ્રાપ્ત પટ્ટાવલીમાં વચ્ચેવચ્ચે કૌંસમાં નોંધ આવે છે તે કોની – મૂળ પટ્ટાવલી સામગ્રીની કે દેશાઈની એ વિશે પણ સંશય થાય એવું છે. અહીં તો એ નોંધોને એમ જ રાખી છે.
કેટલીક પટ્ટાવલી, અલબત્ત, દેશાઈએ જ પોતે જુદાંજુદાં સાધનોમાંથી ઊભી કરી છે. એ સામગ્રીને ત્રાંસાં બીબાંમાં મૂકવાની ન હોય. માત્ર જ્યાં પ્રાપ્ત સામગ્રી અને દેશાઈએ ઉમેરેલ સામગ્રી જુદી છે ત્યાં જ બે પ્રકારનાં બીબાંથી એ દર્શાવ્યું છે.
પટ્ટાવલીમાં અંતર્ગત કરવાની સામગ્રી પરત્વે પણ દેશાઈએ એકસરખું ધોરણ રાખ્યું દેખાતું નથી. આરંભમાં પાયાની જીવનમાહિતી જ આપવાનું વલણ દેખાય છે, પછીથી આનુષંગિક ઘણી માહિતી આપવામાં આવી છે, ને ક્યાંક તો દંતકથાઓ પણ માંડીને કહી છે. સામાન્ય રીતે આ આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિની સામગ્રીને જેમની તેમ રાખી છે, પરંતુ ઉમેરણ મહત્ત્વની જીવનવીગતો પૂરતું જ કર્યું છે. પ્રતિષ્ઠાદિ કાર્યો અને પ્રતિમાલેખોની માહિતી સમયનિર્ણયાદિ હેતુ માટે આવશ્યક ન હોય તો ઉમેરી નથી. મહત્ત્વની જીવનવીગતો પરત્વે મળતી જુદી માહિતી પણ નોંધી છે, પરંતુ આપવાની માહિતીનું ધોરણ એકસરખું કરવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી. આ પ્રયત્ન આ તબક્કે શક્ય પણ નથી.
- દેશાઈએ એમના પ્રાસ્તાવિકમાં નોંધ્યું છે તેમ જે-તે આચાર્યના કાળમાં રચાયેલ-લખાયેલ કૃતિઓની તેમજ એમના શિષ્યાદિએ રચેલ કૃતિઓની માહિતી એમણે કેટલીક વાર આપી છે. અહીં એ માહિતી બધે સાચવવાનું જરૂર લાગ્યું નથી. જે માહિતી આચાર્યના સમયનિર્ણય માટે જરૂરી ન હોય અને જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” કે “જૈન ગૂર્જર કવિઓમાં પ્રાપ્ત હોય તે અહીં છોડી દીધી છે. પણ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” અને “જૈન ગૂર્જર કવિઓમાં ન હોય તેવી માહિતી સમયનિર્ણય માટે જરૂરી ન હોય તોપણ રહેવા દીધી છે. બીજી બાજુથી આવી કેટલીક માહિતી સમયનિર્ણય માટે જરૂરી લાગી ત્યાં બીજી આવૃત્તિના સંપાદક ઉમેરી પણ છે.
ખરતરગચ્છની પટ્ટાવલીમાં ક્ષ = ક્ષમાકલ્યાણ પટ્ટાવલી સમજવાનું છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org