________________
જૈન ગૂર્જર કવિઓ: ૯
આ જ ‘વીરવંશાવલી' એ નામે પૂર્ણ પ્રત મળી તેમાંથી ઉક્ત શ્રી જિનવિજયજીએ પોતાના ઉક્ત ત્રૈમાસિક જૈન સાહિત્ય સંશોધકમાં ખંડ ૧ અં.૩માં પ્રકટ કરી. ખરતરગચ્છની પટ્ટાવલી ‘મહાજનવંશ મુક્તાવલિ' (રામલાલગણિકૃત, પ્ર. વીકાનેર જૈન વિદ્યાશાલા, સં.૧૯૬૭) અને ‘રત્નસાગર’ એ નામનાં પુસ્તકોમાં બહાર પડી ગઈ હતી. આ સર્વેની પહેલાં અંચલગચ્છની પટ્ટાવલી સ્વર્ગસ્થ ભીમશી માણેકે તે ગચ્છના પંચપ્રતિક્રમણ સૂત્રનું પુસ્તક બહાર પાડતાં તેમાં પ્રકટ કરી હતી (કે જે ઉપરથી ઉપરોક્ત ડૉ. ક્લાટે ‘અંચલગચ્છની પટ્ટાવલી' અંગ્રેજીમાં સાર રૂપે લખેલી તે ઇન્ડિઅન ઍન્ટિક્વેરી'ના પુસ્તક ૨૩ના જુલાઈ ૧૮૯૪ના અંકમાં પૃ.૧૭૪થી ૧૭૮માં પ્રકટ થઈ કે જેની સાથેસાથે ગોયરક્ષ શાખાની, તપગચ્છની, વિજયાનંદસૂરિ-ગચ્છની, વિજય શાખાની, વિમલગચ્છની, પાર્શ્વચન્દ્રગચ્છની પટ્ટાવલીઓનો પણ જુદાજુદા મથાળાથી ઉલ્લેખ કરી ક્યાંક-ક્યાંક સાર આપ્યો છે.) સં.૧૯૬૮(સન ૧૯૧૨)માં ‘સુધર્મગચ્છપરીક્ષા' એ નામની પાશ્ર્વચન્દ્રસૂરિના પ્રશિષ્ય બ્રહ્મર્ષિએ વિક્રમ સત્તરમી સદીમાં બનાવેલી ગુજરાતી પદ્યકૃતિ કચ્છના રવજી દેસરે છપાવી પ્રસિદ્ધ કરી. સં.૧૯૭૩માં અમદાવાદના જૈન યુવક મંડળે નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી પ્રકટ કરી, અને તે જ વર્ષમાં અત્રતત્રથી એકઠું કરી ‘ગચ્છમતપ્રબંધ' એ નામની ચોપડી (હાલ સ્વ.) શ્રી બુદ્ધિસાગરસૂરિએ લખેલી તે અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રકટ થઈ.
મૂલ જે-જે પટ્ટાવલીઓ - ગુરુપરંપરાઓ – ગુર્વાવલીઓ હોય તે પ્રકટ થાય, તેને બીજાં ઐતિહાસિક સાધનોથી - ગ્રંથપ્રશસ્તિઓ, પ્રતિમાલેખો વગેરેથી કસી તેનાં પર ટિપ્પણો વિસ્તૃત પ્રમાણમાં કરવામાં આવે, બલાબલ ને સત્યાસત્યનો નિર્ણય કરવામાં આવે તો જૈન ઇતિહાસ પર ભારે પ્રકાશ પડી શકશે એ નિર્વિવાદ છે.
આ ગ્રંથમાં અમુક ગચ્છના અમુક સૂરિના રાજ્યમાં આ કૃતિ થઈ એમ અનેક સ્થળે કવિઓએ પોતાની કૃતિની અંતની પ્રશસ્તિમાં માહિતી આપી છે તેને આધારે નોંધ કરી છે, તેથી તે-તે સૂરિનો સમય જાણતાં કૃતિની રચનાનો સમય નિર્ણીત કરવામાં ઘણી સહાય મળી શકે; તેથી અત્ર જૈન શ્વેતામ્બરીય મુખ્ય ગચ્છોની જે પટ્ટાવલીઓ મારાં ટિપ્પણો સાથે આપી છે તે ઉપયોગી નીવડશે.
મુંબઈ, ૧૬–૯–૨૭
૪
(ચોથા ભાગમાં)
બીજા ભાગમાં જે ગુરુપટ્ટાવલીઓ આપી છે તે મુખ્ય વિદ્યમાન જીવંત ગચ્છો નામે (૧) ખરતર, (૨) તપા, (૩) અંચલ તેની શાખાઓ વગેરે સહિતની ગુરુપટ્ટાવલીઓ છે. તે પ્રકટ થયા પછી એક પુસ્તકાકારે ૧૯૩૩માં શ્રી પટ્ટાવલીસમુચ્ચય પ્રથમ ભાગ મુનિશ્રી દર્શનવિજયથી સંપાદિત થઈ વીરમગામ શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાલા તરફથી પ્રસિદ્ધ થયેલ છે. હવે અત્ર (૪) શ્રી લોંકાશાહથી સ્થાપિત સંપ્રદાય/ગચ્છ કે જે હાલ વિદ્યમાન છે અને જેની અનેક શાખાપ્રશાખા થઈ તેની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org