________________
પરિશ્રમ માગી લે તેવો છે. જ્યારે આ બુદ્ધિસાગરસૂરિની ગીતાઓ સરળ સંસ્કૃતમાં છે.
મુનિ સંતબાલજીની ગુજરાતી ભાષામાં રચાયેલી સમાજદર્શનગીતા સરળ અને માનવવ્યવહારની શુદ્ધિ પર વિશેષ લક્ષ આપવામાં આવ્યું છે. આચારધર્મ વિશેની વિગતો માનવીય ગુણોના વિકાસમાં પ્રેરક વિચારો દર્શાવે છે.
સંસ્કૃત ગીતા કાવ્યો ભાષાંતર સહિત અને કેટલીક ગીતાઓ સંસ્કૃત ટીકાગુજરાતી વિવેચન સાથે પ્રગટ થઈ છે એટલે તેનો અભ્યાસ સરળ અને સુલભ બને છે.
ગીતા કાવ્યો તત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તો કઠિન અને દુર્બોધ છે. છતાં સહૃદયી પ્રયત્ન કરવામાં આવે અને ગુરુની નિશ્રા મળે તો તત્ત્વાનુભવનો અનેરો આનંદ આત્મજાગૃતિમાં માર્ગદર્શક બને છે. જૈન ગીતાઓનું વિવેચન પણ ઉપલબ્ધ છે એટલે તેના દ્વારા પણ જિન શાસનના સિદ્ધાંતોની સમજ કેળવાય તેમ છે. જ્ઞાન, ભક્તિ, કર્મ યોગ, નય, નિક્ષેપ, સ્યાદ્વાદ, અર્ધસ્વરૂપ, પંચ પરમેષ્ઠિ નવપદ, નવતત્વ, મોક્ષપ્રાપ્તિ જેવા વિષયોને સ્પર્શતા વિચારો ગીતામાંથી પ્રાપ્ત થાય છે. ગીતા કાવ્યોનો પરિચય એ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે રીતે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરીને જ્ઞાનમાર્ગની વિચાર સૃષ્ટિમાં વિહાર કરવા માટે અલૌકિક આનંદાનુભૂતિ કરાવવાની ક્ષમતા ધરાવે છે.
દરેક ગીતાઓની માહિતી આપવામાં આવી છે અને સંસ્કૃત ભાષામાં રચાયેલી ગીતાઓના કેટલાક શ્લોકો ભાષાંતર સાથે નોંધવામાં આવ્યા છે. ગુજરાતી ભાષાની ગીતાઓમાં મહત્ત્વની કાવ્ય પંકિતઓ ઉદાહરણ તરીકે પ્રગટ કરવામાં આવી છે. તે ઉપરથી કવિની મૂળ કૃતિના આસ્વાદ ને કવિત્વ શક્તિનો ખ્યાલ આવે છે.
ઉપા. યશોવિજયજી અને આ બુદ્ધિસાગરસૂરિની ગીતાઓમાં અન્ય દર્શનોની સાથે ગુણગ્રાહી દૃષ્ટિથી તુલનાત્મક નિરૂપણ કરવાની શૈલી કવિગત વિશેષતાના ઉદાહરણરૂપ છે.
જ્ઞાનનો મહિમા સર્વધર્મોમાં પ્રચલિત છે પણ અધ્યાત્મ જ્ઞાન વગર માનવ જીવનની કોઈ સિદ્ધિ નથી. આ માટે જૈન ગીતાઓનું અધ્યયન, ચિંતન અને મનન અર્વાચીન કાળના સંદર્ભમાં તો ભવ ભ્રમણના રોગ નિવારણ માટે કિંમતી ઔષધરૂપ છે. ભાગવદ્ગીતામાં જ્ઞાન વિશે જણાવ્યું છે કે –
नहि ज्ञानेन सर्दशं पवित्रमिह विद्यते । गीता । ३८ જ્ઞાનાગિ: સર્વ મffજ માત્ jતે નીતા I ૪/૩૭ II
જૈન દર્શનમાં ઉમાસ્વાતિસ્વામીના તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યાયનું પ્રથમ પદના ગ્રંથનો મૂળ હેતુ ગીતા કાવ્યોનો પરિચય કરાવવાનો હોવાથી એમના એમ
૨૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org