Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai
View full book text
________________
તેમને પૂજે છે–
धम्मो मंगलमुक्किट्ठ अहिंसा संजमो तवो।
देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो । મનુષ્ય જાતિનું પદ ઉત્કૃષ્ટ છે એ મતલબનું મહાભારતમાં કહ્યું છે—ધન માનવાનું શ્રેષ્ઠતરં ક્રિશ્ચિત –(શાંતિપર્વ ર૯૯-૨૦) મનુષ્યથી કઈ શ્રેષ્ઠ નથી. મનુષ્યની આવી પ્રતિષ્ઠા કરવામાં જૈન તીર્થકોનો ફાળે જેવો તેવો નથી. જ્યાં સુધી તીર્થકરોને પ્રભાવ ન હતા ત્યાં સુધી ઈન્દ્રાદિ દેવોની પૂજા-પ્રતિષ્ઠા આર્યો કરતા હતા અને અનેક હિંસક યજ્ઞનું અનુષ્ઠાન કરી તેમને રીઝવી બદલામાં સંપત્તિ માગતા હતા. તીર્થકરેએ મનુષ્યની એ દીનતાને નિવારીને મનુષ્યનું ભાગ્ય મનુષ્યના જ હાથમાં સેપ્યું અને ધાર્મિક માન્યતામાં નવજાગરણ આવ્યું; મનુષ્ય પોતાના સામર્થ્યને ઓળખતે થયો અને એણે ઇન્દ્રાદ્રિ દેવની ઉપાસના છોડી દીધી. પરિણામે વૈદિક આર્યોમાં પણ રામ અને કૃષ્ણ જેવા મનુષ્યો પૂજાવા લાગ્યા–પછી ભલે કાળક્રમે તેમને અવતારી પુરુષો બનાવી દીધા. પણ મૂળ વાત એટલી સાચી છે કે દેવ કરતાં પણ મનુષ્ય મહાન છે, એ સંદેશ તે તીર્થકરોએ જ આર્યોને આપે છે.
તીર્થકરોએ પ્રવર્તાવેલ ધર્મનું સ્વરૂપ શું છે? તેનું હૃદય શું છે? -એ એક શબ્દમાં કહેવું હોય તે “અહિંસા” છે. આચારમાં અહિંસાનાં બે રૂ૫ છે : સંયમ અને ત૫. સંયમમાં સંવર–સંકોચ આવે છે– શરીરને, મનને અને વાણુને. આથી તે નવાં બંધનમાં પડતું નથી અને તપથી તે જૂનાં ઉપાર્જિત બંધનોને કાપી નાખે છે. આમ એક માત્ર અહિંસાના પાલનથી મનુષ્ય મુક્તિ મેળવી શકે છે.
જીવનમાં અહિંસાનું પૂરેપૂરું પાલન કરવું હોય તે વિચારમાં અનેકાંતને અપનાવ્યા વિના ચાલે જ નહિ. આથી અહિંસામાંથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org