Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ તેમના ઘણા ભ્રમ ભાંગી જશે. જેનેતરોને માટે તે આ પુસ્તક જેનધર્મના પરિચય માટે દીવા જેવું છે એમાં શક નથી. પંડિતજીના લેખનની બીજી વિશેષતા એ છે કે તેઓ ઈતિહાસ અને તુલનાને મહત્વનું સ્થાન આપે છે. ધાર્મિક લેકે પિતાના ધર્મ વિષે ઊંડી સમજણ વિના જ એમ કહેતા હોય છે કે અમારો જ ધર્મ સૌથી પ્રાચીન છે અને શ્રેષ્ઠ છે. પણ પંડિતજી ઈતિહાસ અને તુલના દ્વારા ધામિકેની એ સમજને આંચકે આપીને નિર્મલ બનાવવા પ્રયત્ન કરે છે. આથી ધર્મ વિશેની નિષ્ઠામાં ઊણપ આવવાને બદલે તે જાગરૂક બની જાય છે અને ખરા તત્વને પામીને તેની નિષ્ઠા વધારે દૃઢ જ બને છે. પંડિતજીની નિરૂપણપદ્ધતિથી વાચકમાં વિવેકબુદ્ધિ જાગૃત થાય છે અને રૂઢ માન્યતાઓનું પરીક્ષણ કરીને હેયોપાદેયને વિવેક સ્વયં કરવા એ સમર્થ બને છે. આમ વાચકની શ્રદ્ધાને તેઓ હચમચાવીને એકવાર તેનાં મૂળિયાં હલાવી નાખે છે, પણ તેમ કરવાનો એમને ઉદ્દેશ વાચકને શ્રદ્ધાહીન બનાવવાનો નહીં પણ તેની શ્રદ્ધાના મૂળને દઢ કરવાને હેય છે. વાચક ખરા અર્થમાં શ્રદ્ધાળુ બને છે અને તેને કદાગ્રહ દૂર થઈ જાય છે. પંડિતજીના લેખનની આ બે વિશેષતાઓના મૂળમાં તેમનું વિશાળ વાચન તે છે જ, પણ ઉપરાંત સ્વતંત્ર ચિંતન-મનન કરીને તેમણે જે એક વિશિષ્ટ વૃત્તિ કેળવી છે તે પણ છે. તે વૃત્તિ એટલે ધર્મો અને દર્શનમાં ભલે ભેદ દેખાતે હોય, પણ એ ભેદ છતાં તેમાં રહેલ અભેદને શોધીને એ બધાનો સમન્વય કરવાની વૃત્તિ. આ સમન્વય ભાવનાને કારણે તેઓ ધર્મે ભલે જૈન રહ્યા અને એમણે જૈનધર્મના અભ્યાસી તરીકે ભલે પ્રસિદ્ધિ મેળવી, પણ તેમના લખાણમાં સર્વત્ર સમભાવ નજરે ચડે છે. ધર્મ જેવા આળા વિષયમાં સમભાવ સાચવી લખવું એ અત્યંત કઠણ છે; છતાં તેમણે કરેલું જૈનધર્મના હાર્દનું નિરૂપણ એક તટસ્થ વિદ્વાનને છાજે તેવું આ પુસ્તકમાં મળે છે. આમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 281