Book Title: Jain Dharmano Pran Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai View full book textPage 9
________________ આ રીતે આ પુસ્તકનું સંકલન કરવાની પાછળ મુખ્યત્વે અમારી બે દૃષ્ટિ છેઃ એક તે જૈન તત્વજ્ઞાન કે ધર્મ અંગેની કેટલીક વિશિષ્ટ માહિતી જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરવી છે. આ માહિતી વાંચતાં જૈન ધર્મ અને દર્શનની ઇતર ભારતીય દર્શન કરતાં શી વિશેષતા છે, તેમ જ એની સાથે એનું ક્યાં મળતાપણું છે, એને પણ કેટલેક ખ્યાલ જિજ્ઞાસુઓને સહજ રીતે આવી શકશે. અને બીજી દષ્ટિ, પૂજ્ય પંડિતજીની સત્યશોધક, તુલનાત્મક, તટસ્થ, સમન્વયગામી અને મૌલિક વિદ્વત્તાને થોડોક પણ પરિચય જિજ્ઞાસુઓને કરાવવો એ છે. સમત્વ અને સત્યને કેન્દ્રમાં રાખીને સમસ્ત ભારતીય દર્શને અને ધર્મોને અભ્યાસ કરનાર વિદ્વાન તરીકે પૂજ્ય પંડિતજીનું સ્થાન અજોડ છે, એ કહેવાની જરૂર નથી. - અહીં અમારે એટલું જણાવવું જોઈએ કે જેન ધર્મદર્શનના પ્રાથમિક જિજ્ઞાસુઓની દષ્ટિએ આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું નથી; પણ પ્રારંભિક જ્ઞાન ધરાવતા જિજ્ઞાસુઓ જે એક અભ્યાસીની જેમ ચિંતન-મનનપૂર્વક આ પુસ્તકનું વાચન કરશે તે તેમને અનેક બાબતમાં નો પ્રકાશ સાંપડવાની સાથે પૂજ્ય પંડિતજીનું વધારે સાહિત્ય વાંચવાની પ્રેરણા મળ્યા વગર નહીં રહે. આ પુસ્તકના એક પૂરક તેમ જ પુરોગામી પુસ્તક તરીકે આ ગ્રંથમાળાનું પ્રથમ પુસ્તક–પંડિતજીનું “ચાર તીર્થકર –વાંચવાની અમે સૌ જિજ્ઞાસુઓને ભલામણ કરીએ છીએ. આ પુસ્તકમાં આપવામાં આવેલ વિષયો ઉપરાંત જૈનધર્મ-દર્શનને લગતાં બીજા પણ અનેક વિષયો જાણવા જેવા છે, પણ પુસ્તકની પૃષ્ઠસંખ્યાની મર્યાદામાં રહીને જે કંઈ યેગ્ય સામગ્રી આપી શકાય તે પસંદ કરીને આપવાને અમે પ્રયત્ન કર્યો છે. આશા છે, જિજ્ઞાસુઓ તેમ જ અભ્યાસીઓને એ ઉપગી થઈ પડશે. પબ, આનંદબાગ, અમદાવાદ-૬ સ્વાતંત્ર્યદિન : ૧૯૬૨ શ્રાવણી પૂર્ણિમાઃ ૨૦૧૮ દલસુખ માલવણિયા રતિલાલ દીપચંદ દેસાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 281