Book Title: Jain Dharmano Pran Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai View full book textPage 8
________________ સંપાદકીય અમારા સહૃદય મિત્ર ભાઈશ્રી કાંતિભાઈ કારાએ એક નાની સરખી શુભ પ્રવૃત્તિ શરૂ કરી છેઃ પેાતાના સ્વર્ગવાસી નાના ભાઈ શ્રી જગમોહનદાસની સ્મૃતિમાં એમણે એક ગ્રંથમાળા શરૂ કરી છે, અને એમાં દર વર્ષે તે એક પુસ્તક પ્રકાશિત કરે છે. એમના આ શુભ કાયમાં, આ પુસ્તકના સપાદન દ્વારા, અમે અમારા યત્કિ ંચિત સહકાર આપી શકયા છીએ એ અમારા માટે આનંદના વિષય છે. > પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીએ ધર્મ અને તત્ત્વજ્ઞાન તેમ જ ખીજા પણ અનેક વિષયેા અંગે, એમની વિશિષ્ટ, વ્યાપક અને તલસ્પર્શી, મસ્પર્શી અને સસ્પી દૃષ્ટિએ નાના-મોટા સખ્યાબંધ લેખા ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં લખ્યા છે. એ લેખેામાંના મોટાભાગના લેખા ગુજરાતી દર્શન અને ચિંતન'ના એ ભાગામાં તેમ જ હિન્દી ‘- શન કૌર ચિન્તન ' નામે ગ્રંથમાં સંગૃહીત થઈ ગયા છે. આ પુસ્તકમાંના શ્રહ્મ અને સમ’ નામનેા સેાળમા લેખ બાદ કરતાં આકીના બધા લેખા ઉપર્યુક્ત એ . પુસ્તકામાંથી જ પસંદ કરવામાં આવ્યા છે. અને કયું લખાણ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, તે સૂચવવા માટે ગુજરાતી પુસ્તકની ‘ અચિં॰' અને હિન્દી ગ્રંથની • દૃઔચિ॰'ની સંજ્ઞા મૂકી છે. ‘ દઔચિ’૦ ’ની સત્તાવાળા મૂળ લેખા હિન્દીમાં હાઈ એનુ ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે. ' તત્ત્વજ્ઞાન જેવા અતિગહન વિષયને પણ વધુમાં વધુ સ્પષ્ટતા અને સરળતાપૂર્વક લાકભાષામાં રજૂ કરવા, એ પડિતજીની વિદ્વત્તા અને લેખનશૈલીની અસાધારણ વિશેષતા છે. આ પુસ્તકમાંના લેખા તે તે પુસ્તકનાં સળંગ પૃષ્ઠમાંથી એક જ સ્થળેથી ઉષ્કૃત કરવામાં નથી આવ્યા; પરંતુ તે તે વિષય અંગે હિન્દી કે ગુજરાતી પુસ્તકમાં જે કાંઈ લખાયેલુ છે તેનુ, સામાન્ય વાચકની જિજ્ઞાસા, રુચિ અને બુદ્ધિને ધ્યાનમાં રાખીને, નવેસરથી સંકલન કરીને અધા લેખા તૈયાર કરવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 281