Book Title: Jain Dharm Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust View full book textPage 8
________________ આ પુસ્તક લખવામાં આવેલ છે. આ ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્ર સાધનાકેન્દ્ર દ્વારા પ્રકાશિત, સાધક સાથી, તેમ જ અન્ય પુસ્તકોમાંથી વિચારો લઈને જૈન ધર્મના સિદ્ધાંતોનું સંકલન કરવામાં આવ્યું છે. આજે સમાજમાં, દેશમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર, અનીતિ, દ્વેષ, દુશ્મનાવટ, વેરવૃત્તિ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મહાવીર પ્રભુનો અપરિગ્રહનો સિદ્ધાંત જો દરેક વ્યક્તિ અમલમાં મૂકે અને સારા રસ્તે ઉપાર્જન કરેલ લક્ષ્મીથી સંતોષ રાખી, અન્યને મદદ કરે તો આ દુષણમાંથી મુક્તિ મેળવી શકાય. મહાવીર પ્રભુના સમયમાં હિંસાનો ફેલાવો વધારે હતો. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ પશુ પક્ષીઓની હિંસા કરવામાં આવતી, એથી મહાવીર પ્રભુએ અહિંસાના સિદ્ધાંત પર ઘણો ભાર મૂકેલ છે. તેવી રીતે આજના સમયમાં અપરિગ્રહના સિદ્ધાંત પર ભાર મૂકવાની ખૂબ જ જરૂર છે. આજે વિશ્વમાં ચારે તરફ મનની શાન્તિ માટે શોધ ચાલી રહી છે. ખાસ કરીને પશ્ચિમના દેશો જયાં અમાપ સમૃદ્ધિ છે, ત્યાં મનની શાન્તિ માટે પ્રજા તલસે છે. મહાવીર પ્રભુ એ આપેલ ઉપદેશ અને આ પુસ્તકમાં સંકલન કરેલ સિદ્ધાંતોનું જો સમગ્રપણે પાલન કરવામાં આવે તો પરિણામો જરૂર સારાં આવી શકે. . Jain Education eeeeeeeeeee www.jine orary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52