Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 28
________________ બહુ મુશ્કેલ છે. જો કે મોહ વગર જીવન શક્ય પણ નથી. આ સંસારમાં બધા જીવો એક બીજા માટેના મોહનો ત્યાગ કરે તો સંસારની વૃદ્ધિ થઈ શકે નહીં. પરંતુ મોહમાં મર્યાદા હોવી જોઈએ. મોહમાં સાર અને અસારનો ભેદભાવ હોવો જોઈ. આપણા મોહને લીધે બીજાના હિતને નુકસાન પહોંચે, અન્યના દિલને દુઃખ પહોંચે એવો મોહ હોવો જોઈએ નહીં. મોહને બદલે પ્રેમનો ભાવ રાખવો જોઈએ. મોહ રાખવાથી મોહેલી વસ્તુ પ્રાપ્ત ન થાય તો દુઃખ થાય. છે. જયારે પ્રેમ નિષ્કામ છે. પ્રેમ એ એટલી સરળ ભાવના છે કે તેનાથી કદી દુઃખ થતું નથી. સ્વજન હોય કે પરજન હોય દરેક માટે પ્રેમ રાખવાથી કદી બદલાની ભાવના રહેતી નથી. શોક અથવા દુઃખ થતું નથી. મોહ હંમેશાં મનુષ્યને પરાધીન બનાવે છે. જે વ્યક્તિ કે વસ્તુમાં જીવને મોહ હોય તે તેની નજરે ન ચઢે અથવા પ્રાપ્ત ન થાય તો દુઃખ અને ચિંતા અનુભવે છે અને છેવટે મન અસ્થિર બની જાય છે અને જીવનની અને મનની શાંતિ હણાઈ જાય છે. લોભ જીવનમાં અનેક પ્રસંગોએ ઉત્પન્ન થતી વિવિધ પ્રકારની તૃષ્ણાઓને લોભ કહેવાય છે. કોઈપણ ચીજ માટે આશક્તિ વધે છે, ત્યારે લોભની માત્રા વધે છે. માણસની ઈચ્છા અને લાલસા અનંત છે. તે કદી તૃપ્ત કે પરિપૂર્ણ થતી નથી. લોભ એ એવા પ્રકારનો વિકાર છે કે જે માણસને મીઠો લાગે છે અને પોતે કંઈ પ્રાપ્ત કર્યું હોય તેમ જણાય છે. પરંતુ આ લોભની માયા જાળમાં એ એવો ફસાતો જાય છે કે છેવટે પરિણામ ખરાબ આવે છે. અને તેનું મન હંમેશાં અસંતુષ્ટ અને અશાંત રહે છે. લોભથી મનુષ્યમાં ઈર્ષા અને અધિકારની ભાવના ઉત્પન્ન થાય છે. લોભી માણસમાં અનાસક્તિ, સેવા ભાવ વગેરે ગુણો હોતા નથી. અને તેથી હંમેશાં ઉદ્વેગથી તેનું મન ઉચાટવાળું રહ્યા કરે છે. તૃપ્તિ અને સંતોષનો આનંદ માણી શકતો નથી. લક્ષ્મી ઉપાર્જન કરવી તે કોઈ ખરાબ પ્રવૃત્તિ નથી, પરંતુ જે મળે છે અને મેળવવાનું છે તેમાં સંતોષ રાખવાના બદલે તેનું વધુને Jain Eduથાગ પાનામાાાાન M elibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52