Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 38
________________ - ર મનની શાંતિ માટે પ્રયત્નો કરતો જોવા મળે છે. આપણા દેશમાં અને વિશ્વમાં ચારે તરફ હિંસા, ભ્રષ્ટાચાર, વેરવૃત્તિ વગેરેનો પુષ્કળ ફેલાવો થયો છે, ત્યારે ઉપરના સિદ્ધાંતોને સમગ્રપણે અમલમાં મૂકવામાં આવે તો સાચા મનની શાંતિ એટલે કે આ ભવનો મોક્ષ માનવીને અવશ્ય પ્રાપ્ત થશે. આ સિદ્ધાંતોનું સમગ્રપણે પાલન કરવામાં આવે તો જ સંપૂર્ણ ફળ મળે છે. દા. ત. તમો કંદમૂળ ન ખાતા હો, રાત્રિ ભોજન ન કરતા હો પરંતુ ક્રોધ, રાગ, દ્વેષ વગેરેને છોડી ન શકો તો પરિણામ અધૂરું આવશે. રોજના જમવામાં ચાર વસ્તુ ખાવાનો નિયમ લઈને જો તમો તમારી પાસે એકઠી થયેલ સંપત્તિમાંથી બીજા દુઃખી સાધર્મિકને મદદરૂપ ન થાવ તો આ અપરિગ્રહ અધૂરો છે. ધર્મની કોઈપણ પ્રકારની ક્રિયા જેવી કે દેવ દર્શન, પૂજા, વિવિધ પ્રકારનાં પૂજનો, પ્રતિક્રમણ, પૌષધ વગેરે કાર્યો દરમ્યાન ઉપરના સિદ્ધાંતોના સમગ્રપણે પાલન માટેની તીવ્ર ભાવના મનમાં સતત રાખવાથી સુંદર પરિણામ આવે છે. આ સિદ્ધાંતોનું પાલન કરવા માટે પ્રભુએ આવશ્યક ક્રિયાનો ઉપદેશ આપેલ છે. સામાયિક કરવાથી જીવનમાં સમતાભાવ ઉત્પન્ન થાય છે. અને પાપજનક પ્રવૃત્તિમાંથી મનુષ્ય નિવૃત્ત બને છે. ચતુર્વિશતી સ્તવનનો ઉદ્દેશ પ્રભુના ગુણો જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન છે. ગુરુવંદનથી જીવનમાં વિનયની પ્રાપ્તિ થાય છે, અને અહંકારનો નાશ થાય છે. ઉપર દર્શાવેલ સિદ્ધાંતોનું પાલન બરોબર કરવા માટે સતત જાગૃતિ રાખવાની જરૂર છે અને રોજ સવારે અને સાંજે આ સિદ્ધાંતોનું પાલન કરવામાં કાંઈ ભૂલ થઈ છે કે નહીં તેની સમીક્ષા કરવા માટે પ્રભુએ પ્રતિક્રમણ કરવાનો ઉપદેશ આપેલ છે. પ્રતિક્રમણ કરી કરેલ ભૂલોનો પ્રશ્ચાત્તાપ કરી ફરીથી આવી ભૂલ નહીં કરવાનો નિર્ણય કરવાનો હોય છે. કાઉસગ્ગ કરવાથી મન એકાગ્ર બને છે અને આત્માના સાચા સ્વરૂપનો વિચાર કરવાનો સમય મળે છે. પ્રત્યાખાન કરવાથી સંયમની આરાધના થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52