________________
છ આવશ્યક
વૈદિક સમાજમાં સંધ્યાનું, પારસીઓમાં ખોરદેહઅવસ્તા નું ક્રિશ્ચિયનોમાં પ્રાર્થનાનું અને મુસલમાનોમાં નમાજનું જેવું મહત્ત્વ છે. એવું જ મહત્ત્વ જૈન ધર્મમાં છ આવશ્યકનું છે. - સાધુ ભગવંતોને તો સવાર સાંજ બન્ને વખત છ આવશ્યક અનિવાર્ય રીતે કરવા પડે છે. શાસ્ત્રની એવી આશા છે કે આવશ્યક અચૂક નિયમ પૂર્વક કરે નહીંતર તેમને સાધુ પદના અધિકારી જ ન લેખી શકાય.
શ્રાવકો પણ આ ક્રિયાઓ પોતાની મરજીથી કરે છે. ઘણા શ્રાવકો રોજ આ ક્રિયા ના કરતા હોય. પરંતુ અઠવાડિયે કે પખવાડિયે, ચાર મહીને છેવટે પર્યુષણમાં તો અવશ્ય આ ક્રિયા કરે છે.
છ આવશ્યક એટલે અચૂક કરવા યોગ્ય કર્તવ્ય કે આરાધના આત્મ શુદ્ધિ માટે અચૂક કરવા યોગ્ય ક્રિયાને આવશ્યક કહેવાય છે. મોક્ષ માર્ગ પર પ્રયાણ કરવા માટે પ્રભુએ જે સિદ્ધાંતોનું પાલન કરવા ઉપદેશ આપેલ છે. તે ક્રિયામાં મદદરૂપ થવા પ્રભુએ આવશ્યક ક્રિયા કરવાનો ઉપદેશ આપેલ છે. આ આવશ્યક ક્રિયાઓ કરવાથી મનમાં શ્રદ્ધા, નિર્મળતા અને સમતાભાવ, ઉત્પન્ન થાય છે. જેનાથી પ્રભુએ દર્શાવેલ સિદ્ધાંતોનું પાલન કરવામાં સરળતા રહે છે. આ ક્રિયાના છ પ્રકાર છે.
(૧) સામાયિક (૨) ચતુર્વિશતી સ્તવન (૩) વંદન (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન
સામાયિક
આ બહુ જ અનેરું વ્રત છે. રાગ અને દ્વેષને તાબે ન થતાં સમભાવમાં રહેવું અર્થાત બધા સાથે આત્મતુલ્ય વ્યવહાર કરવો એ સામાયિક કહેવાય છે. સમ એટલે રાગદ્વેષ રહિત મધ્યસ્થ પરિણામ. આય એટલે સમભાવથી ઉત્પન્ન થતો મોક્ષ માર્ગનો લાભ અને ઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org