Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 44
________________ . ૨૮ એક માત્ર ગુરુ જ છે. આપણું મિથ્યાત્વ મિટાવી આપણામાં સમ્યકત્વનું બીજ રોપનાર ગુરુના ઉપકારનો બદલો આપણે કોઈ દિવસ વાળી શકવાના નથી. મંદિરમાં વિરાજમાન દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા જે રાગદ્વેષથી રહિત છે અને આપણી કાંઈ ભૂલ થતી હોય તો સામેથી આપણને બોલાવી ઉપદેશ આપવાના નથી. જ્યારે ગુરુદેવ તો પળે પળે આપણી ભૂલ સુધારવા પ્રયત્ન કરે છે. ગુરુની આજ્ઞા વગર શાસ્ત્રો વાંચવાનો પણ આપણને અધિકાર નથી. કુમાર્ગે જતાં આપણને અટકાવી સાચું શું છે તે જ્ઞાન ગુરુ વગર મળી શકે નહીં. આવા સુયોગ્ય ગુરુને તેમ જ અન્ય સાધુ ભગવંતોને વંદન કરવું અને તેમની યથાસેવા કરવી એ બહુ જ આવશ્યક ક્રિયા છે. ગુરુ વંદનથી જીવનમાં નમ્રતા આવે છે અને અહંકારનો નાશ થાય છે. તેનાથી પ્રભુએ દર્શાવેલ સિદ્ધાંતોના પાલનમાં બહુ જ મદદ થાય છે. પ્રતિક્રમણ પ્રભુએ દર્શાવેલ ધર્મના સિદ્ધાંતોનું પાલન ના કર્યું હોય તો તેનો પશ્ચાત્તાપ કરી આ સિદ્ધાતોનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરવી તેને પ્રતિક્રમણ કહે છે. દિવસ કે રાત દરમિયાન જાણતાં કે અજાણતાં જે ભૂલો થઈ હોય, પાપનું સેવન થયું હોય તેની નિંદા આલોચના કરવી અને ફરીથી આવી ભૂલ નહીં કરવાનો નિશ્ચય કરવો તે પ્રતિક્રમણ છે. સવારમાં કરાતા પ્રતિક્રમણને રાઈ પ્રતિક્રમણ, સાંજે કરાતા પ્રતિક્રમણને દેવસિક પ્રતિક્રમણ, ચાર મહીને કરાતા પ્રતિક્રમણને . ચોમાસી પ્રતિક્રમણ અને દર વરસે સંવતસરીના દિવસે કરાતા, પ્રતિક્રમણને સંવત્સરી પ્રતિક્રમણ કહે છે. પ્રભુએ દર્શાવેલ સિદ્ધાંતોનું પાલન કરવાથી પુણ્ય બંધાય છે. વિરુદ્ધ વર્તન કરવાથી પાપ બંધાય છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ આ સિદ્ધાંતોનું પાલન કરવાથી પુણ્ય બંધાય છે. અને આ સિદ્ધાંતોની વિરુદ્ધ વર્તન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52