Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 47
________________ ચતુર્વિશતી સ્તવનોનો ઉદ્દેશ પ્રભુના ગુણો જીવનમાં ઉતારવાનો પ્રયત્ન છે. ગુરુવંદનથી જીવનમાં વિનયની પ્રાપ્તિ થાય છે. અહંકારનો નાશ થાય છે. ગુરુજનોની પૂજા અને ભક્તિ થાય છે. તિર્થકરોની આજ્ઞાનું પાલન થાય છે અને ધર્મની આરાધના થાય છે અને શાસ્ત્ર શ્રવણનો લાભ મળે છે. આત્મા પૂર્ણ શુદ્ધ અને બળવાન છે. પરંતુ જુદી જુદી વાસનાઓના પ્રવાહમાં પડવાને લીધે એ દોષોનાં અનેક પડો નીચે દબાઈ જાય છે. અને જ્યારે ઊંચે ચડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ભૂલો થઈ જવી સ્વાભાવિક છે અને જ્યાં સુધી એ ભૂલોનું પ્રાયશ્ચિત્ત ના કરે ત્યાં સુધી ઈષ્ટ સિદ્ધિ ના મળી શકે. માટે સતત જાગૃત રહીને થયેલ ભૂલોનો એકરાર કરી ફરીથી એ ભૂલો નહીં કરવાનો પ્રતિક્રમણનો ઉદ્દેશ છે. - કાઉસગ્ગથી મન એકાગ્ર થાય છે. અને આત્માને પોતાના સ્વરૂપનો વિચાર કરવાનો સમય મળે છે. દુનિયામાં જેટાલ બધા ભોગો છે તે બધા ભોગવી શકાતા નથી. અને મનની ખરી શાન્તિ પાર વગરના ભોગો ભોગવીએ તો પણ મળતી નથી. પ્રત્યાખાનથી આપણે આવા નિરર્થક ભોગવિલાસમાંથી આપણી જાતને ઉગારી લઈએ છીએ અને શાશ્વત શાન્તિ માટે પ્રસ્થાન કરીએ છીએ. ઉપર મુજબ આવશ્યક ક્રિયાઓ પ્રભુએ દર્શાવેલ સિદ્ધાંતો ના પાલન માટે બહુ જ ઉપયોગી છે અને આ ક્રિયા મારફત આ સિદ્ધાંતોનું પાલન કરી મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરી શકાય છે. Jain ---------------------- Ee n aL 2Descate.ee _444051 ainelibry.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52