Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 45
________________ કરવાથી પાપ બંધાય છે. આ સિવાય ક્રોધ, માન, માયા, લોભ અને રાગ-દ્વેષ નો ત્યાગ કરવાથી પુણ્ય બંધાય છે. અને તેના વિરુદ્ધ વર્તન કરવાથી પાપ બંધાય છે. ઉપરનાં સિદ્ધાંતોના પાલનમાં ક્ષતિ ના થાય એ માટે સતત જાગૃત રહેવું બહુ જ જરૂરી છે. અને રોજ સાંજે અને સવારે આ સિદ્ધાંતોના પાલનમાં જે કાંઈ ક્ષતિ થતી હોય, થઈ હોય તે માટે પશ્ચાત્તાપ કરી ફરીથી આ ભૂલો નહીં કરવાની પ્રતિજ્ઞા લેવાની ક્રિયાને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પ્રતિક્રમણમાં છએ આવશ્યક ક્રિયાનો સમાવેશ થઈ જાય છે. સૌ પ્રથમ સમભાવ કેળવવા માટે સામાયિકથી શરૂઆત કરવાની છે. ત્યાર પછી પ્રભુને તથા ગુરુને વંદન કરી પ્રભુએ દર્શાવેલ સિદ્ધાંતોના પાલનમાં જે કાંઈ ભૂલો થઈ હોય તેની ક્ષમા માંગવાની છે. અને ત્યાર બાદ કાઉસગ્ગ એટલે ધ્યાન કરવાનું છે અને છેલ્લે દ્રવ્ય અને ભાવ એ બન્ને વસ્તુઓનો ત્યાગ કરવા પ્રભાવના એટલે પચ્ચક્રમણ કરવાના છે. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું અને પ્રભુએ દર્શાવેલ સિદ્ધાંતોના પાલન માટે સતત જાગૃતિ રાખવી પ્રતિક્રમણ કરવાનો ઉદ્દેશ પહેલાના દોષોને દૂર કરવાનો અને ફરી એવા દોષો ના થઈ જાય તે માટે આત્માને સાવધાન કરી દેવાનો છે. કાર્યોત્સર્ગ ધર્મ અથવા શુકલ ધ્યાન માટે એકાગ્ર થઈને શરીર પરની મમતાનો ત્યાગ કરવો તે કાર્યોત્સર્ગ - કાઉસગ્ગ કહેવાય છે. કાઉસગ્ગથી દેહ અને બુદ્ધિની જડતા અને વિષમતા દૂર થાય છે, અને બુદ્ધિની મંદતા દૂર થવાથી વિચાર શક્તિનો વિકાસ થાય છે. કાયોત્સર્ગથી સુખ અને દુઃખ એટલે કે અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને પ્રકારનાં સંયોગોમાં સમભાવ રાખવાની શક્તિ પ્રગટે છે. ભાવના અને ધ્યાનનો આ અભ્યાસ કાયોત્સર્ગથી પરિપુષ્ટ થાય છે. આતિચારનું ચિંતન પણ કાઉત્સગ્નમાં સારી રીતે થઈ શકે છે. કાયોત્સર્ગથી શરીર અને ચૈતન્યના અલગપણાનો સ્પષ્ટ અનુભવ થાય Jain Education International For Personal & Private Use Only www.jainenbrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52