Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 49
________________ રોજગાર માર્ગદર્શન કેન્દ્ર - અનાજની મદદ ઉપરાંત કાયમી ધોરણે મદદ થાય એ ઉદેશ થી ટ્રસ્ટ તરફથી શ્રી નાકોડા પાર્શ્વનાથ રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. સમગ્ર જૈન કુટુંબોના સભ્યને જેમને રોજગારી ની જરૂરીયાત હોય તેઓએ ટ્રસ્ટની કચેરીમાંથી રજીસ્ટ્રેશન ફોર્મ મેળવી રજીસ્ટ્રેશન કરાવવું. જેથી તેમને રોજગારી મેળવવા કેન્દ્ર મદદ કરશે. સાધર્મિક ભક્તિની આવશ્યક્તા: અમદાવાદ શહેરમાં જરૂરીયાત વાળા આશરે ૨૦૦૦ કુટુંબો એવા છે કે જેના બાળકો બે વખત પુરતું ભોજન લઈ શકતા નથી. અનાજ ભરવા માટે તેમની પાસે સાધનો પણ હોતા નથી. ક્યારેક નાની ઉંમરમાં જ પતિનું મૃત્યુ થયું હોવાથી માતા માટે બાળકોને ઉછેરવાની જવાબદારી ઘણી મુશ્કેલી વાળી બની જાય છે. સમગ્ર જૈન સમાજે આ દિશામાં વિચારવાની ખાસ જરૂરિયાત છે. શહેરના સુખી ૫૦૦ જૈન કુટુંબો જો દર વર્ષે રૂા. બે હજાર આપી બે કુટુંબોને અપનાવે તો હજાર કુટુંબોને સહેલાઈ થી રાહત આપી શકાય. અભિયાનની વિશિષ્ટતા :વર્ષે રૂ. એક હજાર આપી એક કુટુંબને અપનાવી આપ અભિયાનના દાતા સભ્ય બની શકો છો. આપે આપેલ રકમનો પ્રમાણિકપણે વહીવટ કરવામાં આવશે અને વર્ષના અંતે સઘળો હિસાબ મોકલવામાં આવશે. આપ જે રકમ આપશો તે રકમનું પુરેપુરું અનાજ સાધર્મિક ભાઈને મોકલી આપવામાં આવશે. તેમાંથી વહીવટી કોઈ ખર્ચ કરવામાં આવશે નહીં. આપે આપેલ રકમમાંથી જે તે સાધર્મિક કુટુંબ ની ભક્તિ તમારા તરફથી કરવામાં આવશે અને કુટુંબનું નામ તથા અનાજ મળ્યાની પહોંચ આપને મોકલી આપવામાં આવશે. જે ભાગ્યશાળીને સાધર્મિક ભક્તિ કરવાની ભાવના થાય તેમને આ સાથેનું ફોર્મ ભરી મોકલી આપવા વિનંતી છે. અથવા નીચે દર્શાવેલ સ્થળે સંપર્ક કરવા વિનંતી છે. - શ્રીમતી મરઘાબેન ચીમનલાલ વકીલ ચેરિટેબલ ટ્રસ્ટ અભિવૃદ્ધિ, ગ્રાઉન્ડ ફ્લોર, અજંટા કોમર્શિયલ સેન્ટર પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-૧૪. ફોન : ૭૫૪૦૫૦૯, ૬૪૨૩૩૯૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52