________________
૩૫
એટલે ભાવ. સામાયિક એટલે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક, સાચો શ્રાવક મન, વચન કાયાના પાપ ભાવને રોકી સામાયિક કરે છે.
મન બહુ ચંચળ છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યના સ્વપ્રમાં રાચ્યા કરે છે. તેને સ્થિર કરવું તે બહુ જ દુર્લભ છે. આ સંસારના મોહ, માયા, રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે કષાયોનો ત્યાગ કરી મનને મોક્ષ તરફ વાળવાનો આ આદર્શ પ્રયોગ છે. આ બે ઘડી માટે આ સંસારનાં સર્વ સુખ, દુઃખોમાંથી મનને મુક્ત કરી પરમાત્માના ધ્યાનમાં મનને ઉતારવું એ સામાયિકનું ધ્યેય છે. સામાયિક દરમ્યાન સમભાવ કેળવવાનો છે. શત્રુ અને મિત્ર પ્રત્યે, દરેક જીવ પ્રત્યે સુખ અને દુઃખમાં સમભાવ રાખવા ધ્યાન કરવું એ સામાયિક નો ઉદ્દેશ
સામાયિક દરમ્યાન મનને સ્થિર કરવાનું છે અને પરમાત્મામાં લીન થવાનું છે. આ સંસારના સર્વ પ્રકારનાં રાગ, દ્વેષ, મોહ માયા વગેરેમાંથી મુક્ત થઈને પરમાત્મામાં લીન થઈ મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરવાનો આ પ્રયોગ છે.
વૈજ્ઞાનિક પ્રગતિ થવાથી અનેક ભૌતિક સુખ સુવિધાઓ ઊભી થઈ છે. જેના કારણે માનવ અનેક દુઃખોનો શિકાર બન્યો છે. ખાસ તો માનસિક રોગોએ માઝા મૂકી છે. આવી પરિસ્થિતિમાં ધર્મ એક શરણરૂપ છે. અનેક સમસ્યામાં સમાધાન રૂપે સામાયિકની ભાવના છે. વિધિપૂર્વક સામાયિક કરવાથી સમત્વની પ્રાપ્તિ થાય છે. સામાયિક એ ૪૮ મિનિટ સુધી આત્માને પોતાનાં ઘરમાં લાવી સ્થિર કરવો અને એ સમય સુધી સંસારની આ જાળમાંથી મુક્તિ તેમ જ કોઈપણ પ્રકારનું પાપ કર્યા વગર સાધુ થઈને રહેવાનો પ્રયોગ છે.
સામાયિક ભાવના ઉપર એક નાની પુસ્તિકા ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તિકામાં સામાયિક દરમ્યાન પ્રભુને કરવાની સ્તુતિ મૂકવામાં આવેલ છે જે એકચિત્તે વાંચવાથી ઘણો લાભ થાય છે.
Jain Education international
For Personal & Private Use Only
WWW.jainelibrary.org