Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 36
________________ માટે ૧૨ વ્રતોની આચાર સંહિતા બતાવી છે. આ ૧૨ વ્રતમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષાવ્રતનો સમાવેશ થાય છે. શ્રાવકે પણ અગાઉ જણાવેલ પાંચ વ્રતોનું પાલન કરવાનું છે. ગૃહસ્થ જીવનમાં રહીને આ પાંચ વ્રતોનું સંપૂર્ણ પાલન શક્ય નથી, પરંતુ મર્યાદિત પાલન કરવાનું છે. જેથી આ વ્રતને અણુવ્રત કહેવાય છે. આ વ્રતનાં ઉપકારક વ્રતો જેવાં કે દિગવ્રત, ભોગ ઉપભોગ પરિમાણ, અને અનર્થ દંડ, વિરમણ વ્રતોને ગુણવ્રત કહેવાય છે. ઉપરનાં આઠ વ્રતોનું પાલન કરીને શ્રાવાકે સાધુ જીવનનો સતત અભ્યાસ કરવાનો છે. આ વ્રતોને શિક્ષાવ્રતો કહેવાય છે. ઉપરનાં વ્રતો અને ધાર્મિક, ક્રિયાઓનું મુખ્ય ધ્યેય સમગ્રપણે ઉપર દર્શાવેલ સિદ્ધાંતોનું પાલન કરવામાં મદદરૂપ થવા માટે છે. આ સિદ્ધાંતો સાવ સાદા અને સરળ છે. પરંતુ તેનું સંપૂર્ણ પણે પાલન કરવું અત્યંત મુશ્કેલ છે અને સમગ્રપણે જેટલા પ્રમાણમાં આ સિદ્ધાંતોનું પાલન થઈ શકે તેટલા પ્રમાણમાં લાભ મળે છે. આજના માનસિક તણાવના યુગમાં ચારે બાજુ સત્તા અને સંપત્તિ એકઠી કરવાની દોટ ચાલે છે. રાગ દ્વેષ, વેર-ઝેરની ભાવનાથી માનવ જીવન ખદબદી રહ્યું છે, ત્યારે પ્રભુએ દર્શાવેલ ઉપરના સાદા અને સરળ સિદ્ધાંતોનું સમગ્રપણે પાલન કરવામાં આવે તો માનવ જીવનમાં મનની શાંતિ, સુખ અને સ્થિરતાનો અનુભવ થઈ શકે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અને વિવાદ નથી. મનની શાંતિ માટે અત્યારે યોગ, ધ્યાન, સાધના ચિંતન, મનન વગેરના વર્ગો ચાલે છે. પરંતુ મહાવીર પ્રભુએ દર્શાવેલ આ સિદ્ધાંતોને જો જીવનમાં સમગ્રપણે ઉતારવામાં આવે તો મનની શાંતિ જરૂરથી મળે. તે એક વત્તા એક બરાબર છે એમ ગણિતના દાખલા જેવું સત્ય છે. આ સિદ્ધાંતો સમગ્રપણે જીવનમાં ઉતારીને તેનો અમલ કર્યા પછી જ યોગ, ધ્યાન, વગેરેની સાધના કરવામાં આવે તો પુષ્કળ લાભ મળે છે. પરંતુ સિદ્ધાંતોનું પાલન કર્યા વગર ઉપરનાં કાર્યો કરવામાં આવે તો સંપૂર્ણ શાંતિ અને સંતોષ મળતાં નથી. મહાવીર પ્રભુએ આ સિદ્ધાંતોને નીચે મુજબ કહી સંભળાવ્યા છે. __ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52