Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 34
________________ કર્મ બંધાય છે. આ કર્મને લીધે જીવાત્મા દાન લઈ શકતો નથી, લાભ મેળવી શકતો નથી. ભોગ અને ઉપભોગ ભોગવી શકતો નથી તેમ જ ધર્મની આરાધના કરી શકતો નથી. ઉપરનાં આઠ કર્મોથી આત્મા જયાં સુધી સંયુક્ત અને સંબંધી રહે છે, ત્યાં સુધી જીવાત્માનો પુનઃ જન્મ થતો રહે છે. તપ-સંયમ મહાવીર પ્રભુએ ઉપદેશ આપેલ છે કે સંયમ અને તપથી મોક્ષ ' પ્રાપ્તિ ઝડપથી થઈ શકે છે. જીવનના દરેક કાર્યમાં સંયમ રાખવાથી નવા કર્મો બંધાતાં અટકે છે. અને તપ કરવાથી જૂનાં કર્મોનો ક્ષય થાય છે. જયારે આત્મા એવી કક્ષાએ પહોંચે કે નવાં કર્મો બંધાતાં બંધ થાય અને સંચિત કર્મોનો ક્ષય થાય ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે. અગાઉ દર્શાવેલ કષાયો જેવાં કે કામ, ક્રોધ, લોભ, માન, મોહ વગેરેને દૂર કર્યા વગર મુક્તિ થતી નથી. આ કષાયો દૂર કરવા બહુ મુશ્કેલ છે. આ માટે મનને સ્થિર કરવું બહુ જરૂરી છે. મન બહુ ચંચળ છે. ચારે દિશામાં ઝડપથી ફરી રહ્યું છે. મનની ચંચળતાને લીધે ક્રોધ, લોભ, મોહ, વગેરેના આવેગ ઉત્પન્ન થાય છે. આ આવેગોને કાબૂમાં રાખવા માટે મનને સ્થિર કરવું બહુ જરૂરી છે. મનની આ પ્રવૃત્તિ ઉપર સંયમ રાખવા માટે તપ બહુ જરૂરી છે. તપ કરવાથી સંયમનો અનુભવ થાય છે. સંયમજ મનને સ્થિર કરવામાં મદદ કરે છે. ઉપવાસ, એકાસણું, આયંબીલ વગેરેનો તપ કરવામાં સમાવેશ થાય છે. આ ઉપરાંત પશ્ચાત્તાપ, વિનય, ધ્યાન, ગુરુભક્તિ, સાધર્મિક ભક્તિ વગેરે ભાવનામાં પણ તપની ભાવનાનો સમાવેશ થાય છે. તપ એ સાધન છે અને સંયમ એ સાધ્ય છે. તપ કરવાથી મન ઉપર સંયમ આવે છે. જેથી મનનાં કામ, ક્રોધ, મોહ, માયા, લોભ વગેરે આવેગો ઓછાં થતાં જાય છે. અને ધીરે ધીરે નાશ પામે છે. તપ કર્યા પછી જો મન ઉપર સંયમ ન આવી શકે તો આ તપનો કોઈ અર્થ નથી. એકલા ઉપવાસ કરવાથી મુક્તિ મળતી નથી. પરંતુ આ સાધન દ્વારા ઉપર દર્શાવેલ કષાયો ઉપર કાબૂ મેળવી શકાય તો Jain Rolutierror Imranerine S AIBATI www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52