Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 33
________________ જીવાત્મા નર્ક ગતિમાં જાય છે. કપટ સહિત જૂઠ બોલવાથી વિશ્વાસઘાત કરવાથી, ખોટા તોલમાપ કરવાથી જીવાત્મા તિર્યંચ ગતિમાં જાય છે. એટલે કે પશુ પક્ષીનો અવતાર પામે છે. જે જીવાત્મા સ્વભાવથી નિષ્કપટી, વિનયવાળો, સરળ, સદાચારી, દયાળુ, અને ઈર્ષા રહિત હોય તો તે મનુષ્ય ભવ પામે છે. દીક્ષા લઈને સંયમ પાળવાથી, ગૃહસ્થાશ્રમમાં બાર વ્રતોનું પાલન કરવાથી, તપ કરવાથી, સમતાભાવે દુઃખ સહન કરવાથી જીવાત્મા દેવગતિમાં જાય છે. નામ કર્મ મન, વચન, અને કાયાને સરળ અને પવિત્ર રાખવાથી તેમ જ સૌ સાથે પ્રેમ અને મિત્ર ભાવથી વ્યવહાર કરવાથી શુભ નામ કર્મ બંધાય છે અને મન, વચન અને કાયાને વક્ર અને અપવિત્ર રાખવાથી તેમ જ સૌ સાથે કલેશ, કંકાસ કરવાથી અશુભ નામ કર્મ બંધાય છે. શુભનામ કર્મથી મન ગમતા ભોગ, ઉપભોગ મળે છે. યશ, મળે છે, આરોગ્ય વગેરેનું સુખ મળે છે. અશુભ નામ કર્મથી અભાવ, પીડા, બદનામી, બીમારી વગેરે અનેક દુઃખો ભોગવવાં પડે છે. - ગોત્ર કમી જાતિ, કુળ, બળ, રૂપ, તપ, જ્ઞાન અને લાભ વગેરેનું કોઈ એકનું કે એકથી વધુનું અભિમાન કરવાથી નીચ ગોત્ર બંધાય છે. અને એવું અભિમાન ન કરવાથી ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય છે. ઉચ્ચ ગોત્ર કર્મથી સુખ સંપન્ન અને સંસ્કારી કુટુંબમાં જન્મ મળે છે. અને રૂપ, બળ, સમૃદ્ધિ વગેરે ઉત્તમ સામગ્રી મળે છે. જયારે નીચ ગોત્ર કર્મથી હલકી જાતિ અથવા કુળમાં જન્મ મળે છે. અને ગરીબાઈ રોગ, કુરૂપતા વગેરે પ્રાપ્ત થાય છે. અંતરાય કર્મ કોઈ દાન દેતુ હોય તેમાં આડખીલીરૂપ બનવાથી કોઈ લાભ મળતો હોય, તો તે લાભ મળતો રોકવાથી કોઈને ખાન, પાન કરતા અટકાવવાથી, કોઈને ધર્મ ધ્યાન કરતા રોકવાથી વગેરેથી અંતરાય II -- - Jain Education incremones - - une ary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52