Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 37
________________ ૩૧ (૧) સર્વભૂત પ્રાણીની હિંસાનો આજીવન ત્યાગ. સ્થળ, સૂક્ષ્મ, સ્થાવર, જંગમ કોઈ પણ પ્રાણીની મન, વચન, કર્મથી હિંસાનો ત્યાગ કરવો તેમ જ કોઈના પણ મનને દુઃખ ન પહોંચે તેવો વ્યવહાર કરવો. (૨) સર્વ પ્રકારની અસત્ય વાણીનો આજીવન ત્યાગ કરવો. ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી, મનથી, વાણીથી અને કાયાથી અસત્ય આચરવું નહીં. (૩) સર્વ પ્રકારની ચોરીનો આજીવન ત્યાગ કરવો. બીજાએ આપ્યા વગરનું લઈ લેવું નહીં અને કોઈના હક્કની વસ્તુ તેમની પાસેથી ઝૂંટવી લેવી નહીં. (૪) સર્વ પ્રકારના કામ, ભોગ, મૈથુનનો આજીવન ત્યાગ કરવો. (૫) સર્વ પ્રકારના પરિગ્રહનો આજીવન ત્યાગ કરવો. જીવનની જરૂરિયાત જેમ બને તેમ ઘટાડવી અને સંપત્તિમાં આસક્તિ રાખવી નહીં. (૬) સર્વ પ્રકાર ના માન, માયા, લોભ, મોહ, ક્રોધ, રાગ, દ્વેષ, અને અંહકારનો ત્યાગ કરવો. ઉપરના સિદ્ધાંતો જીવનમાં સમગ્રપણે પાલન કરવામાં આવે તો મોક્ષ માર્ગ એટલે શાંતિ અને સ્થિરતાનો માર્ગ પ્રાપ્ત થાય છે. આચારંગ સૂત્રમાં મહાવીર પ્રભુએ જે ઉપદેશ આપેલો છે, તે સર્વ ઉપદેશ ઉપર જણાવેલ સિદ્ધાંતો ઉપર રચાયેલ છે. જીવનના દરેક તબક્કે આ સિદ્ધાંતોના સમગ્રપણે પાલન માટે જાગૃતિ રાખવી બહુ જરૂરી છે અને દરેક તબક્કે સિદ્ધાંતોના પાલનમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેની વિચારણા કરી પશ્ચાત્તાપ કરી ફરીથી નહીં કરવાની તકેદારી રાખવામાં આવે તો મનુષ્યને આ ભવમાં શાંતિ અને સ્થિરતા અવશ્ય પ્રાપ્ત થશે અને મોક્ષ માર્ગ તરફ પ્રયાણ થશે. કોઈ પણ ધર્મના અનુયાયી, વિશ્વનો કોઈપણ માનવી, કોઈપણ દેશમાં ઉપરોક્ત સિદ્ધાંતોનું સમગ્રપણે પાલન કરે તો તે જરૂરથી શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરશે. આજે વિપુલ ભૌતિક સમાગ્રી વિશ્વમાં ઉપલબ્ધ થઈ છે, ત્યારે માનવી ધીરે ધીરે આધ્યાત્મિક અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52