Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 32
________________ II જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન અને જ્ઞાનીની નિંદા કરવાથી, દ્વેષ કરવાથી અને અપમાન કરવાથી અને જ્ઞાનીનો દ્વેષ કરવાથી અથવા અકારણ ઝઘડા કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. આ કર્મને લીધે જીવ બહેરો, મૂંગો, મંદ બુદ્ધિનો બને છે અને આત્માનું જ્ઞાન પામી શકતો નથી. દર્શનાવરણીય કર્મ મુનિજનોની નિંદા કરવાથી, જ્ઞાની જનોની અવહેલના કરવાથી, ભગવાનના વચનોમાં શંકા કુશંકા કરવાથી અથવા ધર્મ સાધનામાં અવરોધ ઊભો કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. આ કર્મના લીધે જીવાત્માને અંધાપો આવે, અનિદ્રાનો ભોગ બને, અને આત્માનું દર્શન કરી શકે નહીં વગેરે ફળ ભોગવે છે. વેદનીય કર્મ જીવમાત્ર ઉપર દયા, કરુણા, કરવાથી દુઃખીઓના દુઃખમાં સહભાગી બની તેમનાં દુઃખો હળવા કરવાથી શાતાવેદનીય કર્મ બંધાય છે. જીવોને ત્રાસ, સંતાપ આપવાથી તેમના દુઃખથી રાજી થવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. શાતા વેદનીય કર્મના ફળ રૂપે જીવાત્માને મન ગમતા અને મન ભાવતા ઉપભોગ મળે છે. અશાતાવેદનીય કર્મને લીધે ગરીબાઈ, રોગ વગેરે દુઃખો મળે છે. મોહનીય કમી તીવ્ર ક્રોધ, માન, માયા અને લોભ કરવાથી, અનાચાર, વ્યભિચાર કરવાથી મોહનીય કર્મ બંધાય છે. આ કર્મફળથી જીવાત્મા મોહાંધ, રાગાંધ, અને વિષયલુબ્ધ બને છે. ઈર્ષાળુ, ઝઘડાખોર, માયાવી અને દંભી બની અકારણ ભયભીત અને શોકાતુર રહે છે. આયુષ્ય કમી જીવોની પ્રતિપળ હિંસા થતી હોય તેવા કામ-ધંધા કરવાથી, સંગ્રહખોરી કરવાથી, માંસાહાર કરવાથી કે જીવની હત્યા કરવાથી Jain Education international - see eeeee www.janettorary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52