Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 31
________________ ફળ છે. સુખ અને દુઃખ પોતાનાં કરેલાં કર્મોથી થાય છે. બીજાનું કરેલું થતું નથી. તે મુજબ મોક્ષ પણ જ્ઞાન અને તનુસાર ચારિત્રથી પ્રાપ્ત થાય છે. વિવિધ પ્રાણીઓ પોતપોતાના કર્મનું ફળ પૂરેપૂરું ભોગવી રહે ત્યાં સુધી તે શાશ્વત સંસારમાં વારંવાર જન્મ પામ્યા કરે છે. આ જન્મ-મરણ ચક્ર વિષમ છે અને કામ, ક્રોધ વગેરે વિષયોમાં ખૂંપી ગયેલા જીવો તેમાંથી સહેલાઈથી છૂટી શકતા નથી. અપાપા નગરીમાં સોમીલ નામના વિપ્રે યોજેલ મહાયજ્ઞમાં મોટા મોટા પંડિતોની સાથે સુધર્મા પંડિત પણ પધારેલ હતા. તે સમયે ભગવાન મહાવીર કેવળજ્ઞાન પ્રાપ્ત કરી દેશના આપવા આ નગરીમાં પધારેલ. જીવ આ ભવમાં હોય છે તેવો જ પરભવમાં થાય કે નહીં? તે શંકા સુધર્માના મનમાં હતી. જેનું સમાધાન કરવા પ્રભુને વિનંતી કરતાં મહાવીર ભગવાને તર્કથી સમજાવ્યું કે મનુષ્ય મરીને પણ જો તેનામાં સરળતા, મૃદુતા, સદાચાર આદિ સગુણો હોય તો તે આગામી ભવમાં મનુષ્ય થઈ શકે છે. અને ઉપરોક્ત સગુણો ન હોય તો મનુષ્ય તિર્યંચ કે નર્કમાં જન્મે છે. જીવનની ગતિ કર્મ અનુસાર છે. ભગવાન મહાવીરના મુખે પોતાની શંકાનું સમાધાન પામતાં સુધર્મા પંડિતનો વિદ્યામદ અને આવેગ શમી ગયા અને પ્રભુ મહાવીરને સર્વસ્વ માની પોતાના પાંચસો શિષ્યો સાથે દીક્ષા અંગીકાર કરી. આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે, પરંતુ અનંત નથી. આ અનાદિ સંબંધનો કાયમ માટે અંત લાવી શકાય છે. જેમ અનાદિ કાળથી માટીની સાથે મળેલ સુવર્ણનો ઉજજવળ ચકચકાટ થવાનો સ્વભાવ ઢંકાયેલ છે, તે પ્રમાણે આત્મા પણ કર્મ પ્રભાવના આવરણથી ઢંકાયેલ છે. મલિન દર્પણને સાફ કરવાથી તે ઉજજવળ બને છે તેમ આત્મા ઉપરનો કર્મમળ ધોવાઈ જવાથી તે ઉજજવળ બને છે અને સ્વરૂપમાં પ્રકાશમાન થાય છે. જૈન ધર્મ પ્રમાણે કર્મ આઠ પ્રકારનાં છે. Jain Education international For Personal & Private Use Only www.jaineltorary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52