Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 29
________________ Jain 23 વધુ ઉપાર્જન કરવા માટે સારા નરસાનો વિચાર કર્યા વગર ગમે તે ભોગે મરણિયા પ્રયત્નો કરવા તે લોભ છે. આપણે પ્રાપ્ત કરેલ લક્ષ્મી આપણા માટે જ વાપરવી તેનો ઉપયોગ અન્ય માટે શા માટે કરવો? આવો વિચાર તે લોભની ભાવના છે. લોભ કરવાથી મનની ચંચળતા વધે છે અને સ્થિરતાનો લોપ થાય છે. આપણે પ્રાપ્ત કરેલ વસ્તુ આપણી છે અને જ્યારે તે જતી રહે ત્યારે દુઃખ થાય છે. આમ લોભની ભાવનાથી દુઃખનો જન્મ થાય છે. આ વૃત્તિથી મન હંમેશાં ભટક્યા જ કરે છે અને શાંતિનો અનુભવ કરી શકાતો નથી. લોભની ભાવનાથી જીવ ખરાબ કર્મો કરવા પ્રેરાય છે અને કર્મોનું ફળ ભોગવવા તેને નિરંતર જન્મ લેવા પડે છે. લોભને જીતવો બહુ કઠિન છે. તૃષ્ણા અસીમ અને અનંત છે. ઇચ્છા દુઃખનું મૂળ છે. લોભથી અંધ થયેલ મનુષ્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે છળકપટ, વિશ્વાસઘાત અને અન્યાયનો આશ્રય લે છે. આવાં અધમ કાર્યો લોભને કારણે થાય છે. પૂર્ણ સત્યની પ્રાપ્તિ માટે, મનની સંપૂર્ણ સ્થિરતા માટે સર્વ પ્રકારના સાંસારિક લોભો છોડવા આવશ્યક છે. લોભને જો રોકવામાં ન આવે તો તે વધતો જ જાય છે. આ સંસાર સાગરને તરવો બહુ જ મુશ્કેલ બની જાય છે. અહંકાર અહમ્ અને મમ, હું અને મારું, આ બે ભાવના જીવનમાં અહંકારનો ભાવ ઉત્પન્ન કરે છે. હું- જ કાંઈ છું, બીજા અન્ય મારા કરતાં ઊતરતા છે, એવી ભાવનાને અહંકાર અથવા અભિમાન કહે છે. આવી અહંકારની લાગણીમાં સપડાયા પછી જીવનમાં શાંતિનો અનુભવ થતો નથી. પોતે ઉચ્ચ છે, એમ માનવાથી પોતાના કરતાં ઉચ્ચ ગુણવાળા મનુષ્યને જોઈને તેનું મન દુઃખી થાય છે. અને તે બધાની પ્રાપ્તિ માટે મનમાં નિરંતર આયોજન કરવામાં જે મેળવ્યું છે તેને પણ ભોગવી શકતો નથી. અનેક પ્રકારનાં સાંસારિક સુખો મેળવવા, અઢળક લક્ષ્મીની પ્રાપ્તિ થવાથી અને પોતાની કીર્તિ સર્વત્ર ww.janewbrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52