Book Title: Jain Dharm
Author(s): Marghaben Chimanlal Vakil Charitable Trust
Publisher: Marghaben Chimanlal Vakil Charitable Trust

View full book text
Previous | Next

Page 27
________________ નથી. ક્ષમા, પ્રેમ, શાંતિ, કરુણા, મૈત્રી વગેરે ગુણોથી ક્રોધ કાબૂમાં આવી શકે છે. ક્રોધ તે આખાય તન મનને સળગાવનાર, ભાગ્યને દગ્ધ કરનાર અને પુણ્યોને ભસ્મીભૂત કરનાર અગ્નિ છે, જે મનુષ્યના મનને અશાંત કરી મૂકે છે. આથી ““હું ક્રોધ કરીશ નહીં, અને સર્વ જીવોને પ્રેમ દષ્ટિથી જોઈશ” તેવો સંકલ્પ કરીએ તો જ આ વૃત્તિ ઉપર કાબૂ રાખી શકાય. મોહ મોહ એટલે વિષાલુ સુખની ઇચ્છા. પારકી વસ્તુ પરથી સુખ મેળવવાની વૃત્તિ તે મોહ. મોહથી જીવ પરના સુખની ઝંખના કરે છે અને પરનો સંયોગ ઇચ્છે છે. આ સુખ મેળવવા તે ગાંડોતૂર બને છે અને પોતાના સ્વભાવ અને સ્વરૂપ પ્રત્યે અજાણ અને બેધ્યાન રહે છે. આવા મોહમાં અંધ બનેલો જીવ પ્રત્યેક વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિને પોતાને અનુકૂળ અને પ્રતિકૂળ એમ બે વિભાગમાં વહેંચે છે. પોતાને અનુકૂળ હોય તેને આવકારે છે, તેને રાગ કહે છે. પોતાને પ્રતિકૂળ હોય તેને ધિક્કારે છે અને તેને દ્વેષ કહે છે. રાગમાંથી મોહ અને લોભની વૃત્તિ પેદા થાય છે. જ્યારે દ્વેષમાંથી ક્રોધ અને અહંકાર ઉત્પન્ન થાય છે. પરિણામે જીવ હિંસા, જૂઠ અને ચોરી કરતાં અચકાતો નથી. જો તેમાં સફળ થાય તો માયા અને લોભનું સેવન કરે છે. અને જો તેમાં અસફળ બને તો ક્રોધ અને અહંકારનું શરણું લે છે. શોકાતુર બને છે અને દ્વેષથી ઘેરાઈ જાય છે. વિષય સુખની પ્રાપ્તિ થયા બાદ જીવની આવા સુખની માંગ ઓર વધી જાય છે. જેને તૃષ્ણા કહે છે. મોહમાંથી તૃષ્ણા જન્મે છે. અને તૃષ્ણામાંથી મોહ એમ મોહ અને તૃષ્ણાના ચક્કરમાં જીવ ફસાઈ જાય છે. અને સમગ્ર જીવન એમાં વેડફી નાંખે છે. આ મોહ ઉપર વિજય મેળવવા માટે સંસારના મૂળભૂત મોહને જાણવો જોઈએ અને ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો જોઈએ. ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવવાથી મોહ ઉપર અંકુશ રાખી શકાય છે. મોહની જાળમાં એક વખત આપણે ફસાઈએ પછી બહાર નીકળવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52